________________
૪૭૪
અમૃત-સમીપે અંતર દેશસેવાના રંગે રંગાવા તલસી રહ્યું; દેશની જનતાની ભયંકર ગરીબી આગળ તેઓને પોતાની ગરીબી નગણ્ય લાગી. દેશસેવાની આ તમન્નાએ એમને, માત્ર સત્તર વર્ષની પાંગરતી વયે, શાળાનો બહિષ્કાર કરવા અને અસહકારના ગાંધીજીના આંદોલનમાં ઝુકાવી દેવા પ્રેર્યા. રૉલેટના જાણીતા કાળા કાયદાની સામે થવામાં એમને સને ૧૯૨૧માં પહેલી જેલયાત્રાનું સરકારી બહુમાન મળ્યું!
એ જ વર્ષે જેલમાંથી છૂટીને, તેઓ અમદાવાદની ગુજરાત વિદ્યાપીઠ જેવી બનારસની કાશી વિદ્યાપીઠમાં જોડાયા. ત્યાં ખંત, ધીરજ અને મહેનતપૂર્વક અભ્યાસ કરીને એમણે “શાસ્ત્રી”ની પદવી મેળવી; એ પદવી જ આગળ જતાં એમના નામનો પર્યાય બની ગઈ. આ ચાર-પાંચ વર્ષના અભ્યાસકાળ દરમ્યાન એમને કઠોર, ખડતલ, સ્વાશ્રયી, સાદા અને સંયમી જીવનના જે બોધપાઠ મળ્યા, અને શ્રી પુરુષોત્તમદાસ ટંડન, આચાર્ય કૃપાલાણી અને ડૉ. સંપૂર્ણાનંદ જેવા દેશભક્ત સેવકોનો જે સત્સંગ મળ્યો, એણે એ યુવાનનું નિષ્ઠાવાન રાષ્ટ્રસેવક અને ગરીબોના સાચા બેલી રૂપે ઘડતર કર્યું.
શાસ્ત્રી'ની પદવી મેળવ્યા પછી એમનામાં એવી શક્તિ અને બુદ્ધિ ખીલી હતી કે એના બળે તેઓ સરકારી અમલદાર બનીને કે બીજી ગમે તે રીતે સારી કમાણી કરીને પોતાની જાતને અને પોતાના કુટુંબને સુખી અને સમૃદ્ધિશાળી બનાવી શકત. પણ એમણે જીવનમાં ગરીબી તરફ નફરત કે અમારી તરફ મહોબ્બત કેળવી ન હતી; બલ્બ ગરીબોની પીઠ ઉપર સવાર થઈને આગળ વધતી અમીરી એમને ખપતી ન હતી. એમને તો ગરીબ દેશવાસીઓનું દુઃખ દૂર કરવામાં જ પોતાનું જીવન કૃતાર્થ કરવું હતું. એટલે તેઓ સત્તા કે સંપત્તિનો માર્ગ મૂકીને, દેશભક્ત લાલા લજપતરાયે સ્થાપેલ “સર્વટ્સ ઑફ ઇન્ડિયા સોસાયટીના સભ્ય બનીને હરિજનોના ઉદ્ધારમાં લાગી ગયા; સને ૧૯૨૦ની સાલ – શ્રી લાલબહાદુરજીએ જનસેવાનું આજીવન વ્રત સ્વીકાર્યાનું ઐતિહાસિક વર્ષ.
એક વર્ષ બાદ ૧૯૨૭માં, શ્રીમતી લલિતાદેવી સાથે, ૨૩ વર્ષની ઉંમરે એમનાં લગ્ન થયાં. પતિ જનસેવા કરતા રહે; એમાંથી જે અલ્પસ્વલ્પ અર્થપ્રાપ્તિ થાય એનાથી ધર્મપત્ની ભારે કરકસર કરી ઘર-વ્યવહાર ચલાવ્યા કરે. અમીરીનું પ્રદર્શન તો ચારે કોર થયા જ કરતું હોય : તેમાં ય અંગ્રેજોના શાસનમાં તો ભભકાનો ભારે મહિમા; છતાં ય પતિ-પત્ની અને વૃદ્ધ માતા પણ પોતાની સામાન્ય સ્થિતિ માટે મનમાં ક્યારેય ઓછું ન લગાડે ! આ આદર્શ લોકસેવકનો ગૃહસ્થાશ્રમ પણ આદર્શ અને સ્વસ્થ હતો. શાસ્ત્રીજી વડાપ્રધાન બન્યા ત્યારે તેમનાં માતાએ એમને આશીર્વાદ આપતાં કહ્યું હતું. “પ્રાણ જતા હોય તો ભલે જાય, પણ ગરીબોને નુકસાન થાય એવું કશું ન કરતા.” દેશના રક્ષણનો સવાલ આવ્યો ત્યારે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org