SearchBrowseAboutContactDonate
Page Preview
Page 234
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૧ આચાર્ય પધસાગરજી જૈનધર્મની પ્રરૂપણાભૂમિ તે પૂર્વભારત. મૂળ જૈન શાસ્ત્રગ્રંથો પણ એ ભૂમિમાં જ રચાયા. આ પ્રદેશના અંગભૂત બંગાળમાં અજીમગંજ નગરમાં, (૧૯૭૬થી) આશરે ચાળીસેક વર્ષ પહેલાં, શ્રી પદ્મસાગરજી મહારાજનો જન્મ. કુટુંબ ધર્મના રંગે પૂરું રંગાયેલું. ઉપરાંત, ધનપતિ લેખાતા બાબુ-કુટુંબનો નિકટનો સંપર્ક. એટલે કુટુંબને ધર્મના સંસ્કારોની સાથે વિવેકભર્યા વાણી-વર્તન તથા ખાનદાનીના સંસ્કારો પણ સહજ રીતે મળેલા. જીવનને સંસ્કારી અને ઉચ્ચાશાયી બનાવે એવા આવા ઉમદા વાતાવરણમાં મુનિશ્રી પદ્મસાગરજીનો ઉછેર થયેલો. વળી પૂર્વના સંસ્કાર કે ઉત્તમ ભવિતવ્યતાના યોગે, ઊછરતી ઉમરથી જ તેઓનું મન ધર્મશ્રદ્ધા અને ધર્મક્રિયા તરફ અભિરુચિ ધરાવતું હતું. આ સંસ્કારના બીજને ફૂલવા-ફાલવાનો એક વિશિષ્ટ સુયોગ મળી ગયો. તેઓ સ્વર્ગસ્થ આચાર્ય શ્રી વિજયધર્મસૂરિજી(કાશીવાળા)ની પ્રેરણાથી મધ્યપ્રદેશમાં શિવપુરીમાં સ્થપાયેલ જૈન શિક્ષણ-સંસ્થા શ્રી વીરતત્ત્વ પ્રકાશક મંડળમાં કેટલોક વખત અભ્યાસ કરવા રહ્યા. આ પાઠશાળાના વાતાવરણે તેઓની ધર્મભાવનાને પલ્લવિત કરવામાં ખાતર અને પાણીનું કામ કર્યું. તેઓ વતન પાછા ફર્યા, ત્યારે એમના અંતરમાં ત્યાગમાર્ગ તરફના અનુરાગના અંકુર ફૂટી ચૂક્યા હતા. મન પણ ભારે અજબ વસ્તુ છે. જ્યારે એ ભોગના માર્ગે વળે છે, ત્યારે એને ભોગવિલાસની વધારેમાં વધારે સામગ્રી પણ ઓછી લાગે છે, અને પોતાની ભોગવાસનાને શાંત કરવા એ નવી-નવી સામગ્રીની ઝંખે છે. અને જ્યારે એ ત્યાગમાર્ગ તરફ વળે છે ત્યારે એ પોતાની પ્રિયમાં પ્રિય અને મોંઘામાં મોંઘી વસ્તુનો પણ ઉલ્લાસથી ત્યાગ કરતો જાય છે, અને સંયમ, તપ, વૈરાગ્ય અને તિતિક્ષાને એ પોતાના સાથી બનાવી દે છે. દિક્ષા પહેલાં મુનિશ્રી પદ્મસાગરજીનું પણ એવું જ થયું. છેવટે એમણે દીક્ષા લેવાનો દઢ સંકલ્પ કર્યો અને પોતાના ઉદ્ધારક ગુરુની શોધ શરૂ કરી. ત્યારે એમની ઉંમર અઢારેક વર્ષની હતી. અંતરના ઉમંગથી શોધ કરનારને ઇષ્ટની પ્રાપ્તિ થઈ જ જાય છે. એમનું ચિત્ત વિક્રમની વીસમી સદીમાં જૈનધર્મના ધ્યાનયોગમાર્ગને સજીવન કરનાર યોગનિષ્ઠ પરમપૂજ્ય આચાર્યપ્રવર શ્રી બુદ્ધિસાગરસૂરિજીના સમુદાયના સમતાના સરોવર, પ્રશાંતમૂર્તિ, મૂક સાધક, ધીર-ગંભીર આચાર્યદેવ શ્રી કલાસસાગરસૂરિજી ઉપર ઠર્યું. અને આચાર્યમહારાજે એમની યોગ્યતા જોઈને એમને પોતાના પ્રભુભક્તિપરાયણ અને સંયમસાધનામાં નિરત શિષ્ય મુનિ શ્રી કલ્યાણસાગરજીના (વર્તમાન આચાર્ય શ્રી કલ્યાણસાગરસૂરિજીના) શિષ્ય તરીકે દીક્ષા આપી. આવા મહાન અને ઉત્તમ દાદાગુરુ અને ગુરુદેવના યોગથી મુનિ પદ્મસાગરજી ખૂબ આલાદ અનુભવી રહ્યા. અને પોતાને ત્યાગધર્મની આરાધના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001048
Book TitleAmrut Samipe
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Nitin R Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages649
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, & Sermon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy