________________
(૨૧૦
અમૃત-સમીપે પણ કુટુંબનો મોહ આવા કર્મો દીકરા ઉપરથી ઊતરવો સહેલો નહોતો. અધૂરામાં પૂરું પલાંસવાના ઠાકોર પૂંજાજીએ પણ દીક્ષાની ના પાડી. પણ છેવટે ભરયુવાન વયે કાનજીએ આજીવન બ્રહ્મચર્યવ્રતનો સ્વીકાર કરીને બધાને ચૂપ કરી દીધા. છેવટે સં. ૧૯૬૨ની સાલમાં, પાંગરતા યૌવનમાં, ચોવીસ વર્ષની યુવાન વયે ભીમાસર ગામે એમણે પૂ. જિતવિજયજીદાદા પાસે એમના શિષ્ય હીરવિજયજીના શિષ્ય તરીકે દીક્ષા લીધી. એ કચ્છનો એક યાદગાર દીક્ષામહોત્સવ બની ગયો.
પછી તો મુનિ રત્નત્રયીની આરાધનામાં લાગી ગયા. એક બાજુ આત્માના કુંદનને શુદ્ધ બનાવનાર તપ, જપ, ધ્યાનનો યોગ, તો બીજી બાજુ આગમો અને અન્ય શાસ્ત્રોના અધ્યયનના જ્ઞાનયોગમાં જીવ ખૂંપી ગયો. અભ્યાસ માટે તેઓ વર્ષો સુધી અમદાવાદમાં અને અન્ય સ્થાનોમાં પૂ. બાપજી મહારાજ(સ્વ. આ. વિજયસિદ્ધિસૂરિજી)ની નિશ્રામાં રહીને એમના પ્રતિભાજન બન્યા. આગમોનું રહસ્ય પામવા એમણે સ્વ. આગમોદ્ધારક સાગરાનંદસૂરિજીએ પ્રયોજેલ ત્રણ-ત્રણ વાચનાઓમાં હાજરી આપી. જ્ઞાન પ્રાપ્ત કરવામાં એમને કોઈ પ્રતિબંધ નડતો જ ન હતો.
વિ. સં. ૧૯૭૫માં પાલીતાણામાં એમને પંન્યાસપદ અને ગણિપદ આપવામાં આવ્યાં. ત્યાર પછી થોડા જ વર્ષે તેઓ ઉપાધ્યાય થયા અને વિ. સં. ૧૯૮૯માં શ્રીસંઘે તેઓને આચાર્યપદથી વિભૂષિત કર્યા.
એમણે પોતાના ત્યાગવૈરાગ્યમય જીવન અને જ્ઞાનગંભીર વાણીથી સંખ્યાબંધ ભાઈઓ-બહેનોને વૈરાગ્યના રંગે રંગ્યા હતાં. અનેક પ્રતિષ્ઠાઓ, અનેક ધર્મોત્સવો અને અનેક ધર્મકૃત્યો તેમના ઉપદેશથી થયા હતા.
નામનાની કામના નહીં, સરળતા અને સાધુતાથી શોભતું એમનું જીવન. ખટપટથી તેઓ સો ગાઉ દૂર રહેતા. ધર્મકરણી કરીને આત્માને વિશુદ્ધ બનાવવો અને પોતાની આસપાસનાં સૌને ધર્મભાવનાથી સુવાસિત બનાવી દેવા એ જ અંતિમ પળ સુધી એમના જીવનનો ક્રમ અને આનંદ હતો.
(૩૧-૩-૧૯૭૩)
. (૨૮) વિધાવ્યાસંગી લોકનિષ્ઠ આચાર્ય શ્રી પદ્મસાગરજી
આચાર્યપદ માટે વરાયેલા પંન્યાસશ્રી પદ્મસાગરજી ગણીની ધર્મસાધના અને કર્તવ્યનિષ્ઠા સ્વ-પર-ઉપકારક સાધક જીવનનો પ્રેરક કથાસાર છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org