SearchBrowseAboutContactDonate
Page Preview
Page 232
Loading...
Download File
Download File
Page Text
________________ આચાર્ય વિજયકનકસૂરિજી ૨૦૯ એમણે ઔષધ લેવાની ચોખ્ખી ના પાડી; એટલું જ નહીં, શ્રીસંઘને આજ્ઞા કરી કે હું કદાચ બેશુદ્ધ થઈ જાઉં તો પણ આ કાયાને બચાવી લેવાના મોહમાં મારા આત્માને ઔષધપ્રયોગોથી અભડાવશો નહીં. પણ કાયા પ્રત્યેની આવી નિર્મમતા અને આત્મભાવની આવી લગની એ કંઈ માગી મળતી નથી કે માત્ર શાસ્ત્રવાચનથી કે ઉપરછલ્લા પ્રયત્નથી પ્રગટ થતી નથી. એ માટે તો આત્માને યોગયુક્ત બનાવવો પડે, તપ-ત્યાગ-તિતિક્ષા-સંયમ વૈરાગ્યના રંગે રંગવો પડે અને ખાંડાની ધાર જેવી આત્મજાગૃતિ કેળવવી પડે. સદ્ગત આચાર્યશ્રી આવા જ એક ઉત્કટ ધર્મારાધક સંત-પુરુષ હતા. એમનો જન્મ કચ્છ-વાગડના ધર્મભૂમિરૂપ પલાંસવા ગામે વિ.સં. ૧૯૩૮માં થયેલો. એમના પિતાનું નામ નાનચંદભાઈ અને માતાનું નામ નવલબાઈ. એમનું કુટુંબ ‘ચંદુરાની' અટકથી ઓળખાય. એમનું પોતાનું નામ કાનજી. કાનજી નાનપણથી જ ખૂબ બુદ્ધિશાળી અને તેજસ્વી, કામમાં પણ એવો જ કાર્બલ. સાદાઈ, ઠાવકાઈ શાણપણ તો જાણે એને માતાના ધાવણમાં જ મળ્યાં હતાં. બાળપણમાં પણ સારાં કપડાં કે ખાવાનો કદી કજિયો જ નહીં. પલાંસવાના ઠાકોર પૂંજાજીને કાનજી ઉપર ખૂબ ભાવ. એમણે તો કાનજીની બુદ્ધિ જોઈને કહેલું કે મારો કારભારી થા અને વિલાયત જઈને બેરિસ્ટર થઈ આવ. પણ કાનજીનું સરજત બીજું હતું. અભ્યાસ વધતો ગયો તેમ-તેમ સમજણ અને શાણપણ પણ વધતાં ગયાં, અને સંસાર ઉપરનો અનુરાગ ઓછો થતો ગયો. એવામાં કાનજીને કચ્છના પરમ ઉપકારી અને જ્ઞાની શ્રી જિતવિજયજીદાદાનો સંપર્ક થયો. ધીરે-ધીરે અંતરમાં છુપાયેલ વૈરાગ્યનો રંગ ઊઘડવા લાગ્યો. કાનજીને થયું : જુઓ ને, મારા એક ભાઈને વકીલાત માટે કેટલાં સાચજૂઠ કરવાં પડે છે, અને બીજા ભાઈને ઘરાગી વધારવા કેટલી દોડધામ કરવી પડે છે ! એના કરતાં સાધુ-જીવન સ્વીકારીને આત્મસાધનાનો પુરુષાર્થ કરવો શો ખોટો ? એવામાં સં. ૧૯૫૮માં તેજમૂર્તિસમાં વિદુષી સાધ્વીજી શ્રી આણંદશ્રીજી પલાંસવા આવ્યાં. કાનજીના મનનો મોરલો જાણે ગહેકી ઊઠ્યો. એણે સાધ્વીજીને પોતાના મનની વાત કરી. સાધ્વીજી ભારે દૂરદર્શી અને શાણાં; એમણે દીક્ષાની ઉતાવળ કરાવવાને બદલે અભ્યાસમાં આગળ વધવા કહ્યું, અને એ માટે એમને જિતવિજયજીદાદા પાસે જ મોકલી આપ્યા. કાનજીની જિજ્ઞાસા સોળે કળાએ ખીલી ઊઠી, અને કેટલીક ધર્મવિદ્યાઓનો એમણે અભ્યાસ કરી લીધો. આમ, જ્ઞાનની કેટલીક ભૂમિકા તૈયાર થતાં હવે એમનો આત્મા ચારિત્રની આરાધના માટે અધીરો બની ગયો. કાળનો શો ભરોસો ? For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.001048
Book TitleAmrut Samipe
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Nitin R Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages649
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, & Sermon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy