________________
૨૦૮
અમૃતસમીપે
દૃષ્ટિએ પણ એ ઘણો કીમતી છે. આ જ્ઞાનમંદિર સાથે મુક્તાબાઈનું નામ જોડીને આ આચાર્યશ્રીએ, મહામના આચાર્ય હરિભદ્રસૂરિજીની જેમ, પોતાની માતા પ્રત્યેનું ઋણ ચૂકવવાનો પ્રયત્ન કર્યો છે. ઉપરાંત, જ્ઞાનમંદિરના નામમાં આડકતરી રીતે, એમના પોતાના નામનો પણ સમાવેશ થઈ ગયો જોઈ શકાય છે.
તેઓની એક બીજી વિશેષતાનો પણ અહીં નિર્દેશ કરવા જેવો છે. છેલ્લા ચારેક દાયકાથી તપગચ્છમાં તિથિચર્ચાને લીધે પડેલ ભેદમાં તેઓ બે-તિથિવાળા પક્ષના હતા. છતાં તેઓએ આ બાબતમાં હમેશાં વિખવાદથી દૂર રહેવાનો પ્રયત્ન કર્યો હતો, અને આ નિમિત્તે પોતાનાથી ક્યાંય, ક્યારેય ક્લેશ-દ્વેષના પોષણનું નિમિત્ત બની ન જવાય એ માટે ઘણી તકેદારી રાખી હતી. અને છતાં પોતાના સમુદાયે આ બાબત સ્વીકારેલ મર્યાદાનું પણ એમણે બરાબર પાલન કર્યું હતું. સ્વર્ગસ્થ આચાર્યશ્રીનાં સંયમ અને શાંત પ્રકૃતિનું જ આ પરિણામ કહી શકાય. સત્યોતેર વર્ષનું આયુષ્ય ભોગવીને અને ૫૪ વર્ષ જેટલા લાંબા સમય સુધી ચારિત્રનું પાલન કરી આચાર્ય મહારાજ સ્વર્ગવાસી થયાં.
(તા. ૨૦-૧૨-૧૯૭૫)
(૨૭) આત્મારાધક અપ્રમત્ત આ મ. શ્રી વિજયકનકસૂરિજી
પરમપૂજ્ય આચાર્ય-મહારાજ શ્રી વિજયકનકસૂરિજી કચ્છમાં ભચાઉ મુકામે વિ.સં.૨૦૧૯ના શ્રાવણ વદ ૫ તા. ૯-૮-૧૯૯૩ના રોજ સમાધિપૂર્વક કાળધર્મ પામતાં જૈનસંઘને એક વયોવૃદ્ધ, જ્ઞાનવૃદ્ધ, ચારિત્રવૃદ્ધ સાધુપુરુષનો વિયોગ થયો છે. ઉંમર તો ૮૧ વર્ષ જેટલી પાકી હતી, અને કાયાનો ડુંગર ડોલવા લાગ્યો હતો. પણ આત્માનું હીર, તપ-ત્યાગ-વૈરાગ્યનું ખમીર અને સંયમે જન્માવેલું શીળું શૌર્ય જરા ય ઓછું થયું ન હતું.
વિલાયતી દવાને તો એમણે સ્પર્શ સુધ્ધાં નહોતો કર્યો; દેશી દવા પણ જેમના ઉપર પોતાને શ્રદ્ધા હતી એવા બે-ત્રણ વૈદ્યોની જ, ને અનિવાર્ય લાગે ત્યારે જ લેતા. પણ મોટે ભાગે તો આત્મબળના ઔષધથી જ તેઓ કાયાના મોહને જીતી લેતા. છેલ્લા દિવસોમાં વ્યાધિએ જોર કર્યું; સમસ્ત સંઘ ચિંતામગ્ન બન્યો. ડૉક્ટર આવ્યા, પણ આચાર્ય-મહારાજ તો પૂર્ણ સ્વસ્થ હતા ઃ ન વ્યાધિની પીડાને દૂર કરવાની ઉતાવળ કે ન મરણનો કશો ભય ! ભગવાનની વાણીનું સ્મરણ કરીને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org