SearchBrowseAboutContactDonate
Page Preview
Page 529
Loading...
Download File
Download File
Page Text
________________ ros અમૃત-સમીપે સ્થાનકવાસી સંઘના આ સાચાબોલા અગ્રણી અને સમર્થ સુકાનીનું મૂળ વતન સૌરાષ્ટ્રમાં મો૨બી શહે૨. એમનાં માતાનું નામ રામકુંવરબહેન. તા. ૩૧૧૦-૧૮૯૨ના રોજ એમનો જન્મ. તેમની ત્રણ વર્ષની વયે પિતાનો સ્વર્ગવાસ થયો. મૅટ્રિક સુધી મોરબીમાં અભ્યાસ કરી તેઓ ભાગ્ય ખીલવવા મુંબઈ આવ્યા. પાછા પડવાનું નામ નહીં, પુરુષાર્થ કરવામાં જરા ય કચાશ રાખવી નહીં અને પ્રામાણિકતાને પૂરેપૂરા વળગી રહેવું : જાણે પૂર્વના કોઈ ઉદયયોગે આ ગુણોનો ત્રિવેણીસંગમ શ્રી ગિરધરભાઈના જીવનમાં સહજપણે સધાયો હતો. તેઓનું ભાગ્ય ધીમેધીમે ખીલવા લાગ્યું. શ્રી ગિરધરભાઈને શરૂઆતથી જ ધર્મ તરફ અનુરાગ હતો, અને જેમજેમ ભાગ્ય ખીલતું ગયું તેમ-તેમ એ અનુરાગ, મોટે ભાગે બને છે તેમ ઓછો થવાને બદલે, વધતો ગયો ! ધીમે-ધીમે તેઓ આદર્શ શ્રાવક બનતા ગયા. ૩૬ વર્ષની યુવાન વયે, સારી કમાણીના સમયે, એમણે ફક્ત પાંત્રીસ હજાર રૂપિયાનું પરિગ્રહ-પ્રમાણ સ્વીકારેલું. પછી તો કમાણી વધતી જવાનો બહુ અનુકૂળ સમય આવ્યો અને રૂપિયાનું મૂલ્ય પણ ઘટતું ગયું, છતાં શ્રી ગિરધરભાઈ જરા ય વિચલિત ન થયા; એટલું જ નહીં, બે વર્ષ પહેલાં આ મર્યાદામાં પણ ઘટાડો કરીને ત્રીસ હજારની કરી, અને જે કંઈ વધુ આવક થતી એ દવાખાનાઓ જેવાં માનવરાહતનાં કામોમાં ઉદારતા અને ઉલ્લાસપૂર્વક આપી દેતા ! તેઓની આ નિર્લોભવૃત્તિ અને પરિગ્રહ-વિમુખતાનો લાભ જનતાને ચાર જેટલાં દાક્તરી સા૨વા૨-કેન્દ્રો રૂપે મળ્યો હતો. પૈસા તરફની આવી અનાસક્તિ કોઈ પણ સમયને માટે મુશ્કેલ લેખાય છે; તેમાં ય બેમર્યાદ બનેલ અર્થલોલુપતાના આ યુગમાં તો એ વિશેષ દુષ્કર છે. શ્રી ગિરધરભાઈએ પોતાની જીવનસ્પર્શી ધાર્મિકતાના બળે, પાપના મોટા મૂળરૂપ લોભને જ નાથી લીધો હતો. વળી, ધર્મક્રિયા તરફનો એમનો અનુરાગ, ધાર્મિક નિયમોને જીવન સાથે વણી લેવાની એમની નિષ્ઠા, સાદાઈ, શિથિલાચાર તરફનો એમનો પુણ્યપ્રકોપ, કોઈને પણ સાચી વાત કહેવાની હિંમત અને જનસેવા માટે સમાજ પાસેથી દાન મેળવવાની આવડત આ બધું દાખલારૂપ હતું. ૫૦ વર્ષની ઉંમરે તેઓએ બ્રહ્મચર્ય-વ્રતનો સ્વીકાર કર્યો હતો. અત્યારે સંતાનમાં તેઓને માત્ર એક પુત્રી છે. એમના એકના એક પુત્રનું આબુમાં વીજળીના આંચકાના અકસ્માતથી અકાળે અણધાર્યું અવસાન એ શ્રી ગિરધરભાઈ અને એમનાં ધર્મપરાયણ ધર્મપત્ની શ્રીમતી સૂરજબહેન માટે ન સહી શકાય એવો આઘાત હતો. પણ એ શાણા દંપતીએ પોતાની ધર્મપરાયણતા અને સેવાપરાયણતાને વધારે સતેજ બનાવીને આ આઘાતમાંથી આશ્વાસન મેળવ્યું હતું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001048
Book TitleAmrut Samipe
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Nitin R Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages649
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, & Sermon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy