SearchBrowseAboutContactDonate
Page Preview
Page 528
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ગિરધરભાઈ દફતરી વળી, જીવોના પ્રાણ બચાવવાના એક વ્યવહારુ ઉપાય તરીકે, માંસાહારનો નિષેધ અને શાકાહારનો પ્રચાર કરવા માટે તેઓએ અપાર જહેમત ઉઠાવી હતી, અને એમાં નોંધપાત્ર સફળતા પણ મેળવી હતી. આ દિશામાં તો એમણે વિદેશોમાં પણ ઘણી અનુકરણીય અને પ્રશંસાપાત્ર કામગીરી બજાવી હતી અને પ્રતિષ્ઠા પણ ઘણી મેળવી હતી. પરદેશમાં શાકાહાર તથા એનો પ્રચાર કેટલો વધી રહ્યો છે એની, તેમ જ મોજશોખની વસ્તુઓમાં તથા દવાઓમાં મૂંગા જીવોની કેટલી બધી કતલ અથવા કનડગત કરવામાં આવે છે એની માહિતી તેઓ, મુંબઈની શ્રી જીવદયા-મંડળીના માસિક મુખપત્ર ‘શ્રી જીવદયા'માં નિયમિત રીતે પ્રસિદ્ધ કરતા જ રહેતા હતા. તેઓ જીવદયા અને શાકાહારના પવિત્ર કાર્યના ભેખધારી હોઈ વિશ્વશાકાહાર કૉંગ્રેસના કાર્યમાં જીવંત રસ લેતા હતા; એટલું જ નહીં, સને ૧૯૫૭ તથા ૧૯૬૭માં બે વાર એ કૉંગ્રેસનાં અધિવેશન એમણે હિંદુસ્તાનમાં ભરાવ્યાં હતાં અને ત્રીજું અધિવેશન ભરવાની તૈયારીઓ થતી હતી ત્યાં તેઓ ચાલ્યા ગયા ! આ અધિવેશન વખતે તથા જીવરક્ષાની બાબતમાં ડગલે ને પગલે એમની ખોટ આપણને વરતાતી જ રહેવાની. કૅન્સર જેવા ભયંકર વ્યાધિથી પણ ચિંતિત કે વિચલિત થયા વિના તેઓએ પોતાના જીવનકાર્ય સમા જીવદયાના અને શાકાહારના પ્રચારના કાર્ય માટે જે વણથંભી કામગીરી બજાવી હતી, એની આગળ આપણું મસ્તક નમી જાય છે. (તા. ૨૬-૧૧-૧૯૭૭) ૫૦૫ (૨) ધર્મવીર, સેવાવીર શ્રી ગિરધરભાઈ દફતરી જીવનને નિર્મળ બનાવવાની તમન્નાથી પ્રેરાયેલી જેવી ધર્મનિષ્ઠા, એવી જ, દીનદુઃખી માનવજાતની સેવાથી પોતાના જીવનને ધન્ય બનાવવાની ઝંખનાથી પ્રેરાયેલી સેવાનિષ્ઠા જે વ્યક્તિ પોતાના જીવનમાં આવો સંસ્કાર-સંગમ કરી જાણે છે, તે માનવજીવનના સારને જીવી બતાવી શ્રેષ્ઠ માનવ તરીકેનો ઉત્તમ આદર્શ રજૂ કરી જાય છે. આવા માનવીઓ અતિ વિરલ હોવા છતાં તેઓ માનવતાના મુકુટમણિ તરીકેનું ગૌરવ પામે છે. સ્વનામધન્ય સ્વ. શ્રી ગિરધરભાઈ દામોદ૨દાસ દફતરી આવા પુરુષોમાંના એક હતા. ૮૦ વર્ષની પાકટ વયે થયેલું તેઓનું અવસાન પણ સૌને બહુ વસમું અને મોટી ખોટ રૂપ લાગ્યું તે આ કારણે જ, અને લોકો એમને ‘ગિરધરબાપા’ના વહાલભર્યા, અને આદરભર્યા નામથી સંબોધતા પણ આ કારણે જ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001048
Book TitleAmrut Samipe
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Nitin R Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages649
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, & Sermon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy