________________
૧૩
ધર્મક્રિયાપ્રેમીઓ
(૧) કરુણામૂર્તિ શ્રી જયંતિભાઈ માન્કર
મુંબઈના શ્રી જીવદયા-મંડળના મુખ્યમંત્રી તેમ જ પ્રાણ, પુણ્યશ્લોક શ્રી જયંતિલાલભાઈ માન્કરનો મુંબઈમાં તા. ૨૭-૧૦-૧૯૭૭ના રોજ ૮૪ વર્ષની ઉમરે સ્વર્ગવાસ થતાં એક કરુણામૂર્તિ મહાનુભાવનો આપણને સદાને માટે વિયોગ થયો છે. છેલ્લા ચાર દાયકા કરતાં પણ વધુ વખત સુધી (લગભગ અરધી ઉંમર સુધી) પ્રાણીઓની રક્ષા માટેની અવિરત અને નિષ્ઠાભરી કામગીરી બજાવીને તેઓ નિવૃત્તિના સાચા અધિકારી બન્યા હતા.
શ્રી જયંતિભાઈએ બ્રાહ્મણકુળમાં જન્મ લઈને, અબોલ, નિર્દોષ પ્રાણીઓને કમોતમાંથી ઉગારી લઈને સુરક્ષિત બનાવવાનું તેમ જ અપંગ અને માંદાં પ્રાણીઓની બરાબર માવજત થતી રહે એ માટે ઘટતી વ્યવસ્થા કરવાનું જે કામ કરી બતાવ્યું હતું તે એમને એક અહિંસા અને દયાના સાધક આદર્શ જૈન તરીકેનું ગૌરવ અપાવે એવું હતું. પ્રાણીઓની રક્ષા માટે તેઓ જે ઊંડી ધગશ, સૂઝ અને રચનાત્મક દૃષ્ટિ ધરાવતા હતા, તે વિરલ અને બીજાઓને માટે માર્ગદર્શક બની રહે એવી હતી. હિંસા તરફ દોડી રહેલી આ દુનિયામાં, મૂંગા જીવોના તો જાણે, તેઓ નિષ્ણાત વકીલ જ હતા; એથી એમનું “પ્રાણી-મિત્ર” બિરુદ યથાર્થ હતું.
દેશભરમાં ક્યાંય પણ, ધર્મ નિમિત્તે કે બીજા કોઈ નિમિત્તે, પ્રાણીઓનો વધ થતો હોવાનું એમના જાણવામાં આવતું, ત્યારે એને અટકાવવા માટે તેઓ મન-વચન-કાયાથી પ્રયત્ન-પુરુષાર્થ કરવામાં લેશ પણ કચાશ રહેવા ન દેતા. એમના દયાપ્રેરિત આવા પ્રયત્નને કારણે કેટલાંય સ્થાનોમાં પ્રાણીઓનો સંહાર થતો અટકી ગયો હતો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org