________________
મુનિશ્રી જનકવિજયજી
“ગુલાબનું ફૂલ સુગંધ આપે અને દેખાય પણ ખરું, જ્યારે ગુલાબબાપાની સુવાસ બધે ફેલાતી, પણ જાહેરમાં કદી ન દેખાતા. સંસ્થાના કોઈ જાહેર કાર્યક્રમમાં પણ ન દેખાય. તેઓ મૂક સેવામાં રત રહેતા. છેલ્લાં પાંચ વર્ષથી તેમની તબિયત નાદુરસ્ત રહેતી હતી, છતાં મૃત્યુપર્યંત તેઓશ્રીએ કદી કોઈને તકલીફ આપી ન હતી, અને મૃત્યુ પણ શાંતિથી ઊંઘમાં જ પામ્યા.”
શ્રી ગુલાબબાપાને ફરજ બજાવતા જોવા એ પણ એક લ્હાવો હતો. એમને જોઈએ અને સતત અને વ્યવસ્થિત રીતે પોતાના જીવનકાર્યમાં રત રહેતા ખ્રિસ્તી ધર્મના નિષ્ઠાવાન પાદરી યાદ આવ્યા વગર ન રહે. સેવાકાર્ય એ જ એમનો જીવનરસ હતો અને એમાં જ એમનું સર્વસ્વ સમાઈ જતું હતું.
એ સંતપુરુષને આપણાં ભાવભર્યાં વંદન હો !
(૧૪) માનવ-ઘડતરના શાંત પ્રયોક્તા મુનિરાજ શ્રી જનકવિજયજી ગણી
૨૫૫
(તા. ૧૦-૬-૧૯૬૭)
આચાર્ય-મહારાજ શ્રી વિજયસમુદ્રસૂરિજીના શિષ્યરત્ન મુનિરાજશ્રી જનકવિજયજી ગણી માનવમાત્રનું ભલું કરવાની આપણા સાધુ-સમુદાયમાં અતિવિરલ ગણાય એવી રાષ્ટ્રીય-સામાજિક દૃષ્ટિ ધરાવતા, જનસેવાના વ્રતધારી સાધુ છે. ચાલુ ચીલે ચાલવામાં કે ઉપાશ્રયની ચાર દીવાલોમાં જ પોતાના સાધુજીવનની સાધના અટવાઈ ૨હે એ એમને મંજૂર નથી. તેઓ તો જીવમાત્રને પોતાનો મિત્ર માનવાના તીર્થંકરના ધર્મબોધને પોતાના જીવનમાં ઉતારવાની તમન્ના ધરાવતા એક વિચારશીલ, વિવેકી અને નવયુગની ભાવનાને ઝીલવાના રસિયા મુનિરત્ન છે. નવદીક્ષિત અથવા ટૂંકા દીક્ષાપર્યાયવાળા સાધુએ વધુ દીક્ષાપર્યાયવાળાં સાધ્વીજીને વંદન શા માટે ન કરવું એ એમના અંતરને બેચેન બનાવી રહેલ એકાદ પ્રશ્ન ઉ૫૨થી પણ તેઓ કોઈ બાબત અંગે મુક્ત મને સ્વતંત્ર રીતે વિચાર કરવાની કેવી રુચિ અને દૃષ્ટિ ધરાવે છે એનો કંઈક ખ્યાલ આવી શકે છે.
Jain Education International
આમ જનસેવા દ્વારા ધર્મસેવા કરવાની વ્યાપક દૃષ્ટિ ધરાવતા મુનિરાજે પોતાના ગુરુવર્યની આજ્ઞા અને એમના આશીર્વાદથી પંજાબના અમુક પછાત લેખાતા વર્ગમાં છેલ્લાં દોઢ-બે વર્ષથી જે લોકકલ્યાણની પ્રવૃત્તિ હાથ ધરી છે, તેની કેટલીક વિગતો એમના જ શબ્દોમાં, અહીં ૨જૂ ક૨વી ઇષ્ટ છે. પોતાની આ પ્રવૃત્તિને એમણે ‘ધર્મમય સમાજરચના' કે ‘અહિંસક સમાજરચના' એવું નામ
For Private & Personal Use Only
www.jainelibrary.org