________________
૨૫૬
અમૃત-સમીપે
આપ્યું છે. આ પ્રવૃત્તિ અંગેની કેટલીક માહિતી આપતાં તેમ જ આ કાર્ય કરતાં પોતાને થયેલ અનુભવનો ખ્યાલ આપતાં તેઓ તમારી ઉપરના) એમના તા. ૨૩-૧૯૬૮ના પત્રમાં લખે છે :
આપને જાણીને આનંદ થશે કે પૂ. ગુરુદેવની કૃપા અને આશીર્વાદથી મારો કાર્યક્રમ સોત્સાહ-આનંદથી ચાલી રહ્યો છે.
“ધર્મમય સમાજરચના -- અહિંસક સમાજરચના – ના ધ્યેયને લઈને ઓછામાં ઓછા ત્રણ વર્ષ માટે મેં, યમુનાનગરના ચોમાસા પછી, અંબાલા જિલ્લામાં ભ્રમણ ચાલુ કર્યું હતું. આજે દોઢ વર્ષમાં અંબાલા જિલ્લાના સાત બ્લોકો (વિભાગો)નાં ૨૨૫-૨૫૦ ગામડાંઓમાં હું જઈ શક્યો. ગયા વર્ષે છ બ્લોકોમાં મેં ભ્રમણ કર્યું હતું. સાતમો બ્લૉક શેષ હતો તે અંબાલા ચોમાસા પછી લીધો. હમણાં હું ૬૦-૭૦ ગામોમાં ધર્મપ્રચાર કરી અત્રે આવ્યો છું.
“જે જિલ્લામાં ધર્મમય સમાજરચનાનું બીજ વાવવું હોય તેનાં ખાસખાસ ગામડાંઓ તો પ્રથમ વારનાં ભ્રમણમાં લેવાં અનિવાર્ય હતાં. આ સિવાય આખા જિલ્લાની પરિસ્થિતિનો, ગામડાના લોકોની રહન-સહન અને વિચારોનો અનુભવ ન થાય તે સહજ છે. હમણાં જે છેલ્લાં રાયપુર-રાણી બ્લૉકમાં હું જઈ આવ્યો, તેમાં કેટલાંક ગામો પહાડ ઉપર હતાં. રસ્તો પણ વિકટ અને દુરૂહ, પરંતુ ગુરુકૃપા અને ધર્માનુભાવથી આ ધર્મપ્રચારનું કાર્ય પણ નિર્વિઘ્ન સાનંદ પસાર થયું. પહાડના લોકોનાં રહન-સહન, પરિસ્થિતિ વગેરેનો સારો ખ્યાલ આવ્યો. ધર્મપ્રચાર, સંપર્ક અને અનુભવની દૃષ્ટિએ આ પ્રયોગ ખૂબ જ લાભદાયક નીવડ્યો. આત્મવિશ્વાસ અને ધ્યેયનિષ્ઠામાં દૃઢતા આવી.
“સ્પષ્ટ લક્ષ્ય, વ્યવસ્થિત કાર્યક્રમ અને દઢ સંકલ્પને અપનાવીને ચાલીએ તો થોડા સમયમાં પણ બહુ જ સુંદર, નાનું કે મોટું રચનાત્મક કાર્ય અથવા તેને અનુરૂપ બીજવપન થઈ શકે છે – એમાં જરા ય શંકાને સ્થાન નથી એમ હું સ્વાનુભવને આધારે સ્પષ્ટ કહી શકું છું.
“હું આજે મારી બુદ્ધિ અને શક્તિ મુજબ જે કાંઈ અલ્પ-સ્વલ્પ ધર્મપ્રચારનું કામ કરી રહ્યો છું અને જે કાંઈ સફળતા મળી રહી છે, તે ભગવાન મહાવીરના મહાન સિદ્ધાંતો અને જૈન શ્રમણોનાં તપ, ત્યાગ, સંયમ અને સ્વાવલંબિતાના કારણે જ.
દસ હજાર લોકોએ જૈન મુનિનાં પ્રથમ વાર દર્શન કરીને ખૂબ પ્રશંસા કરી, સત્સંગનો લાભ લીધો, વધારે રોકાવા અને ફરીથી આવવા માટે વિનંતી કરી. ઘણા લોકોએ દારૂ, માંસ, હુક્કો છોડવાના નિયમો લીધા. ઘણા લોકો કહેતા હતા કે “સાધુ હોય તો આવા હોય, જેમને કોઈ પ્રકારની લાલસા નહીં, પગે ચાલે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org