SearchBrowseAboutContactDonate
Page Preview
Page 338
Loading...
Download File
Download File
Page Text
________________ મહર્ષિ કર્વે ૩૧૫ પાનું બની રહે એવી છે. મહર્ષિ કર્વે એક યોદ્ધાની જેમ આ માટે ઝઝૂમ્યા હતા, અને એક સમર્થ અને નિષ્ઠાવાન સુધારક તરીકેનું જીવન જીવતાં જે-જે આફતો પોતા પર આવી પડી તેનો એમણે અવિચલિત ભાવે સામનો કરીને પોતાના સેવાસંગ્રામનો ઝંડો ઊંચો રાખ્યો હતો. આ દૃષ્ટિએ તેઓ ભારતના એક પુરુષાર્થી વીર બની ગયા ! શ્રી કર્વેનો જન્મ ઈ.સ. ૧૮૫૮ની સાલમાં રત્નાગિરિ જિલ્લાના નાના સરખા મુરુડ ગામમાં, સામાન્ય સ્થિતિના કારકુન-પિંતાને ત્યાં થયો હતો. પણ બચપણથી જ તેઓ બુદ્ધિશાળી, તેજસ્વી અને પુરુષાર્થી હોવાને કારણે આપબળે આગળ વધતા રહ્યા. તેઓએ પોતાની જિંદગીની શરૂઆત એક અદના શિક્ષક તરીકે કરી હતી. પણ એમનો જીવનનો પુરુષાર્થ અદમ્ય હતો; એટલે આર્થિક તેમ જ બીજી પણ અનેક મુસીબતો વચ્ચે પણ તેઓએ ૨૭ વર્ષની ઉંમરે બી.એ.ની પરીક્ષા પાસ કરી, અને શિક્ષક મટીને તેઓ પ્રોફેસર બન્યા. પણ એમનો આત્મા પ્રચંડ પુરુષાર્થી હતો અને ભારતવર્ષનું દુઃખી નારીજીવન જોઈને એમનું હૃદય દ્રવી જતું હતું. એટલે એક પ્રખર સુધારક તરીકે એમણે કન્યા-કેળવણી અને નારીઉત્થાનના કાર્યને પોતાનું જીવન-ધ્યેય બનાવ્યું. આજથી ૬૩ વર્ષ પહેલાં, કોઈ પણ જાતનાં સહાય કે સાથીઓ વગર અને સમાજના ઉગ્ર વિરોધની સામે જઈને, પૂના પાસેના હિંગણે નામે ગામમાં એક નાના-સરખા ઝુંપડા-ઘરમાં એમણે વિધવાશ્રમ શરૂ કર્યો હતો. એ જ એ બતાવવા માટે પૂરતું છે કે એમના આત્મામાં કેટલું હર ભર્યું હતું. પછી તો એ વિધવાશ્રમનો વટવૃક્ષની જેમ વિકાસ થયો. પણ આટલાથી એમને સંતોષ ન થયો. એમણે સ્ત્રીઓના ઉચ્ચ શિક્ષણ માટે એક સ્વતંત્ર વિશ્વવિદ્યાલયની યોજના કરી; અને સને ૧૯૧૭ની સાલમાં એમના એ મનોરથો સફળ પણ થયા. મહર્ષિ કર્વેની પરમોવલ કારકિર્દીના અમર સ્મારક સમી આ સંસ્થા ભારતવર્ષની એક અજોડ અને આદર્શ સ્ત્રીશિક્ષણસંસ્થા તરીકેનું ગૌરવ પામી છે. | ઋષિના જેવું સાદામાં સાદું અને ઓછામાં ઓછી જરૂરિયાતોવાળું એમનું જીવન હતું, અને વધારેમાં વધારે લોકસેવાને વરેલું એમનું કાર્ય હતું. - ચાર વર્ષ પહેલાં ભારતમાતાના આ સપૂતની જન્મશતાબ્દી ભવ્ય રીતે ઊજવવામાં આવી હતી, એમને “ભારતરત્ન'નો સર્વશ્રેષ્ઠ રાષ્ટ્રીય સન્માનનો ઇલ્કાબ એનાયત કરવામાં આવ્યો હતો, અને એમના વિશિષ્ટ સન્માન રૂપ ખાસ ટપાલની ટિકિટો પણ પ્રગટ કરવામાં આવી હતી. ૧૦૪ વર્ષની પૂર્ણ પાકી વયે, જ્યાં વિધવાશ્રમની શરૂઆત કરવામાં આવી હતી તે જ હિંગણે ગામની નાની-સરખી કુટિરમાં તા. ૯-૧૧-૧૯૯૨ના રોજ ઊગતા પ્રભાતે તેઓએ સ્વસ્થપણે પોતાની જીવનલીલા સંકેલી લીધી ! (તા. ૨૪-૧૧-૧૯૯૨) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001048
Book TitleAmrut Samipe
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Nitin R Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages649
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, & Sermon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy