________________
શિક્ષણકારો
(૧) નારીજીવનના હામી કેળવણીકાર મહર્ષિ કર્વે
મહર્ષિ ધોંડો કેશવ કર્વે સ્વર્ગવાસ પામ્યા અને ભારતવર્ષના અભ્યુદય માટે જીવનભર પુરુષાર્થ કરનાર એક મહારથી સ્મૃતિશેષ બન્યા ! પણ એમની પુણ્યસ્મૃતિનો પ્રદીપ ભારતવર્ષના ઇતિહાસમાં અને ભારતની પ્રજાના અંતરમાં સદાને માટે ઝળહળતો રહેશે અને લોકસેવાને કાજે જીવન સમર્પણ કરવાનો માર્ગ દર્શાવ્યા કરશે.
યોગીઓને માટે પણ જેને અગમ્ય કહેવામાં આવ્યો છે એવા સેવાધર્મને વરેલું મહર્ષિનું જીવન હતું. તેઓ લોકસેવા માટે જ જીવ્યા, એ માટે જ ઝઝૂમ્યા અને એ માર્ગે જ અમર બની ગયા ! કેવું ધન્ય અને યશસ્વી એ જીવન ! પણ એ જીવન જેવું યશસ્વી હતું, એટલી જ કઠોર અને અખંડ એ પુણ્યપુરુષની જીવનસાધના હતી. એવી અપૂર્વ સાધનાની ગૌરવગાથા ગાઈ શકાય, યશોગાથા લખી શકાય; પણ એવી સાધનાને જીવનમાં ઉતારવાનું કામ ઘણું જ કઠિન ગણાય. એમણે ઘર-સંસારનો દેખીતી રીતે તો ત્યાગ નહોતો કર્યો, પણ તેઓ એક સાચા ત્યાગી અને સેવાવ્રતી તપસ્વી હતા. निवृत्तरागस्य गृहं तपोवनम् અર્થાત્ જેમણે આસક્તિ ઉપર કાબૂ મેળવ્યો એમને ઘરમાં રહ્યાં છતાં તપસ્વી સમજવા – એ ઉક્તિને એમણે સાચી પાડી હતી; અને જનસમૂહે એમને સહજ ભાવે ‘મહર્ષિ’નું માનભર્યું બિરુદ આપીને એમના જીવન અને કાર્યનું બહુમાન કર્યું હતું.
"
31
શ્રી કર્વે આ યુગના એક સમર્થ અને યશસ્વી કેળવણીકાર હતા; તેમાં ય સામાજિક, ધાર્મિક અને બીજી અનેક રીતે કચડાયેલ, દબાયેલ અને સૈકાઓથી અન્યાયનો ભોગ બનેલ ભારતીય નારીજીવનના ઉત્થાન માટે, એની કેળવણી માટે, આજથી આશરે પોણા સૈકા પહેલાં તેઓએ જે પ્રયત્ન અને પુરુષાર્થ કરેલ એ ઘટના તો ભારતવર્ષના નારીપ્રતિષ્ઠા, નારીઉત્થાન અને નારીશિક્ષણના ઇતિહાસનું સોનેરી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org