SearchBrowseAboutContactDonate
Page Preview
Page 336
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી તુકડોજી મહારાજ ૩૧૩ શ્રી તુકડોજીની રાષ્ટ્રીયતાની ભાવના પણ એવી જ જવલંત હતી. ૧૯૪રમાં અંગ્રેજ સરકારે એમને જેલમાં પૂરીને અને રાષ્ટ્રીયતાની ચેતના રેલાવતાં એમનાં સંખ્યાબંધ ભજનોને જપ્ત કરીને આડકતરી રીતે એમની ઉત્કટ દેશભક્તિનું બહુમાન કર્યું હતું ! માણસાઈનો અને સેવાનો રસ વહાવતાં એમનાં ભજનો તો મહાત્મા ગાંધી, જવાહરલાલ નહેરૂ અને બાબુ રાજેન્દ્રપ્રસાદ જેવા રાષ્ટ્રપુરુષોનાં દિલને પણ ડોલાવી જતાં હતાં. સાધુ-સમુદાયની બુદ્ધિ અને શક્તિનો ઉપયોગ જનતાના ઉત્થાન માટે થઈ શકે એ આશયથી શ્રી તુકડોજીએ સને ૧૯૫ડમાં “ભારત સાધુ સમાજ'ની સ્થાપના કરી હતી; અને ત્રણ વર્ષ સુધી એનું પ્રમુખપદ સંભાળ્યું હતું. પણ દેશના મોટા ભાગનો સાધુસમાજ તેમની સેવાનો રંગ ન ઝીલી શક્યો ! સંત વિનોબાજીની ભૂદાનપ્રવૃત્તિના તેઓ મોટા સમર્થક હતા. આમ જ્યાં પણ માનવ-સમાજના ઉત્થાનના કાર્યને વેગ મળતો લાગતો, ત્યાં તેઓ પહોંચી જતા. સને ૧૯પપમાં જાપાનમાં ભરાયેલી વિશ્વધર્મ-પરિષદમાં તેઓ હાજર રહ્યા હતા. ત્યાં પોતાની બુલંદ વાણીમાં એમણે વિશ્વશાંતિ અને વિશ્વવ્યાપી ભ્રાતૃભાવની જરૂર તરફ શ્રોતાઓનું ધ્યાન દોર્યું હતું. તાજેતરમાં જ તેઓ અમેરિકાની પ્રજાને પોતાનો આર્તનાદ સંભળાવવા જવાના હતા; એવામાં જ તેઓ કેન્સરમાં સપડાયા, અને બેએક મહિનાની માંદગી ભોગવીને ચિરનિદ્રામાં પોઢી ગયા. ઉંમર તો એમની સાઠ વર્ષની જ હતી, અને કાર્યશક્તિ પણ અપાર હતી; પણ કાળના આક્રમણને ભલા કોણ રોકી શક્યું છે ? (તા. ૨૧-૧૦-૧૯૯૮) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001048
Book TitleAmrut Samipe
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Nitin R Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages649
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, & Sermon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy