________________
ડૉ. ગ્લાઝેનેપ
૪૩ તેઓ ભારતના બ્રાહ્મણ, જૈન અને બૌદ્ધ એ ત્રણે ધર્મોના ઊંડા અભ્યાસી અને બહુશ્રુત વિદ્વાન હતા; અને એ ત્રણે ધર્મો ઉપર એમણે મહત્ત્વના ગ્રંથો લખ્યા હતા. તેઓ ડૉ. હર્મન યાકોબીના શિષ્ય હતા.
૧૯૧૪ની સાલમાં “જૈન તત્ત્વજ્ઞાનમાં કર્મનો સિદ્ધાંત' (The Doctrine of the Karman in Jain Philosophy) એ વિષય લઈને એમણે જર્મનીની બૉન યુનિવર્સિટીની ડિગ્રી પ્રાપ્ત કરી હતી. આ નિબંધનો અંગ્રેજી અનુવાદ પાછળથી બાબુ ભગવાનલાલ પનાલાલની સહાયથી પ્રગટ થયેલ છે. તેઓએ શરૂઆતમાં ક્યુનિસબર્ગ યુનિવર્સિટીમાં ભારતીય વિદ્યાના અધ્યક્ષ તરીકે કામ કર્યું હતું, પણ બીજા વિશ્વયુદ્ધ પછી આ પ્રદેશ સોવિયેટ રાજ્ય-શાસન નીચે ચાલ્યો જવાથી તેઓ પાછળથી ટ્યુબિન્શન યુનિવર્સિટીમાં ભારતીય વિદ્યાના અધ્યક્ષ તરીકે જોડાયા હતા, અને ત્યાંથી ૧૯૫૯ની સાલમાં તેઓ નિવૃત્ત થયા હતા. ૧૯૬૧ની સાલમાં, તેમને ૭૦ વર્ષ પૂરાં થતાં હોવાથી એમના શિષ્યો અને વિદ્વાનોએ એમને એક અભિનંદનગ્રંથ અર્પણ કર્યો હતો. એ ગ્રંથમાં એમના લેખોનો સંગ્રહ આપવામાં આવ્યો છે.
જૈનધર્મના એમના ઊંડા જ્ઞાનને લીધે સને ૧૯૨૩માં તેમને બર્લિનની વિખ્યાત યુનિવર્સિટીમાં જૈનધર્મ ઉપર ભાષણ આપવાનું આમંત્રણ મળ્યું હતું. એમનું આ ભાષણ ખરી રીતે એક મહાભાષણ હતું, અને એમાં જૈનધર્મ સંબંધી વિપુલ માહિતી આપવામાં આવી હતી. આ ભાષણ પહેલાં જર્મન ભાષામાં દળદાર પુસ્તકરૂપે પ્રગટ થયું હતું, અને પાછળથી સને ૧૯૩૩માં ભાવનગરની શ્રી જૈનધર્મ-પ્રસારક-સભાએ જર્મન ભાષાના વિદ્વાન શ્રી નરસિંહભાઈ ઈશ્વરભાઈ પટેલ પાસે એનો ગુજરાતી અનુવાદ કરાવીને “જૈનધર્મ” એ નામે પુસ્તકરૂપે એ પ્રગટ કર્યું હતું. આ પુસ્તકની પ્રસ્તાવનામાં ડૉ. ગ્લાઝના જૈનધર્મ અંગે તેમ જ પોતાના પુસ્તકના હેતુ અંગે લખે છે :
હિંદુ અને બૌદ્ધ ધર્મની તુલનામાં, ભારતવર્ષમાં જન્મ પામેલા ત્રીજા ધર્મ (જૈનધર્મ) વિશે પશ્ચિમમાં જોઈએ તેટલું ધ્યાન અપાયું નથી – જો કે એ ધર્મ ગંગાભૂમિના ઇતિહાસ, સાહિત્ય તથા કલા ઉપર કંઈ ઓછો પ્રભાવ પાડ્યો નથી, અને તેના વિશિષ્ટ વિચારો અને આચારો વિષે ધર્મસંશોધકોને બહુ મહત્ત્વનો રસ પડે એમ છે. આ પુસ્તક એ ખાતરી કરાવવાની અને વર્તમાન જૈનધર્મ વિશે સારી અને સાચી હકીકતોનું યથાશક્ય સંપૂર્ણ ચિત્ર આપવાની ઇચ્છા રાખે છે.”
આ ગ્રંથના ગુજરાતી અનુવાદની પ્રસ્તાવનામાં જાણીતા પુરાતત્ત્વાચાર્ય શ્રી જિનવિજયજી શ્રી ગ્લાઝેનાની વિદ્વત્તા અંગે લખે છે –
ગ્રંથકાર જૈન સાહિત્યના મહાન અભ્યાસી પ્રો. હર્મન યાકોબીના ખાસ શિષ્ય છે, અને જૈન સાહિત્યના ઘણા સારા અભ્યાસી છે. કર્મગ્રંથ જેવા સૂક્ષ્મ અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org