SearchBrowseAboutContactDonate
Page Preview
Page 450
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જીવતલાલભાઈ પ્રતાપશી ૪૨૭ શત્રુંજય તીર્થનો છરી પાળતો સંઘ કાઢ્યો હતો. સંઘમાં દોઢસો-બસો જેટલાં સાધુસાધ્વીજીઓ તથા બેએક હજાર જેટલાં શ્રાવક-શ્રાવિકાઓ હતાં. આ ઉપરથી એ વાતનો ખ્યાલ આવી શકે છે કે આવડા સંઘની સરભરા માટે કેટલી મોટી તૈયારી કરવી પડી હશે અને કેટલા બધા માણસોને રોકવા પડ્યા હશે. તે સમયે આ સંઘના કાયમી સંભારણારૂપ કહી શકાય એવી બે ‘અમારિ-ઘોષણા' થઈ હતી; તેથી આ સંઘ વિશેષ યશસ્વી બન્યો હતો. આ સંઘના, પોતાના રાજ્યમાં થયેલ આગમનની યાદમાં, સંઘવી શ્રી જીવતલાલભાઈની વિનંતીથી, બજાણાના નવાબશ્રીએ તથા લીંબડીના દરબારશ્રીએ પોતાના રાજ્યમાં વર્ષમાં અગિયાર દિવસ અમારિ પાળવાની એટલે કે કતલખાનાં બંધ રાખવાની જાહેરાત કરી હતી. શ્રી જીવાભાઈ શેઠની સંપત્તિ વધતી ગઈ અને ધાર્મિક પ્રવૃત્તિઓ વિસ્તરતી ગઈ, તેમ-તેમ એમનું જાહેર જીવન વિસ્તરતું ગયું. પરિણામે મુંબઈની, રાધનપુરની તથા અન્ય સ્થાનોની અનેક જાહેર સંસ્થાઓને (વિશેષ કરીને ધાર્મિક સંસ્થાઓને) એમની સેવાભાવના, કાર્યદક્ષતા અને ઉદારતાનો વધુ ને વધુ લાભ મળવા લાગ્યો, અને મુંબઈના એક પ્રતિષ્ઠિત નાગરિક તરીકે તેઓનું શાસકવર્ગમાં તેમ જ જનસમુદાયમાં પણ બહુમાન થવા લાગ્યું. તેઓની સેવાવૃત્તિ અને સખાવતોની કદરદાની રૂપે તે વખતની અંગ્રેજ સરકારે એમને ‘રાવબહાદુર'નો ખિતાબ એનાયત કર્યો હતો. તેઓએ જે સંસ્થાઓની સેવા કરી હતી, એમાં પાલીતાણામાં સ્થપાયેલ શ્રી સિદ્ધક્ષેત્ર શ્રાવિકાશ્રમની સેવા એમની સેવાવૃત્તિની શ્રેષ્ઠ કીર્તિગાથા બની રહે એવી છે. એમ કહેવું જોઈએ કે આર્થિક મુસીબતને કારણે લગભગ બંધ કરવી પડે એવી સ્થિતિમાં મુકાઈ ગયેલ આ સંસ્થાને, ખરી કટોકટીના વખતે, શ્રી જીવાભાઈ શેઠે એવી લાગણીથી અપનાવી લીધી કે જેથી એ સંસ્થા ઊગરી ગઈ. અને પછી તો જાણે પોતાનું માનસ-સંતાન હોય એમ, તેઓએ એને પગભર કરવા તથા એનો વિકાસ ક૨વા એટલી બધી જહેમત ઉઠાવી કે એની જેટલી પ્રશંસા કરીએ એટલી ઓછી છે. શ્રી જીવાભાઈના આવા આત્મીયતાભર્યા અવિરત પ્રયાસોને લીધે અત્યારે જૈનસંઘની અઢીસો જેટલી દુખિયારી બહેનો તથા કુમારિકાઓ આ સંસ્થાનો લાભ લઈ રહી છે. શ્રી જીવાભાઈના અવસાનથી આ સંસ્થાનો તો જાણે આધારસ્તંભ જ પડી ગયો છે; આપણી બીજી સંસ્થાઓને પણ એક હિતચિંતક અગ્રણીની ખોટ પડી છે. વળી, દુષ્કાળ જેવી કુદરતી કે બીજી આપત્તિઓ વખતે એમણે ૨ાધનપુર અને એની આસપાસના વિભાગોમાં રાહતકાર્યો ચાલુ કરવા માટે જે સહાય આપી હતી અને મહેનત કરી હતી તેથી એમણે જૈન સંસ્કૃતિની અહિંસા અને દયાકરુણાની ભાવનાનો મહિમા વધાર્યો હતો, તેમ જ રાધનપુરના નવાબશ્રીની, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001048
Book TitleAmrut Samipe
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Nitin R Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages649
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, & Sermon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy