________________
૪૨૮
અમૃત-સમીપે પ્રજાવર્ગની તેમ જ મૂકસેવક શ્રી રવિશંકર મહારાજ જેવા સંતની પણ પ્રીતિ સંપાદિત કરી હતી.
આ નોંધમાં એક પ્રસંગ ખાસ ઉમેરવા જેવો છેઃ શ્રીયુત પરમાનંદભાઈ કુંવરજી કાપડિયા એક કટ્ટર સુધારક મહાનુભાવ હતા અને શ્રી જીવાભાઈ પ્રાચીનતાના કટ્ટર રક્ષક હતા; એટલે એ બેની વિચારસરણી વચ્ચે આભ-જમીન જેટલું અંતર હતું. આમ છતાં, શ્રી જીવાભાઈ શ્રી પરમાનંદભાઈની નિખાલસતાના ચાહક હતા. આવી ગુણગ્રાહક વૃત્તિથી પ્રેરાઈને શ્રી જીવાભાઈ શેઠે, પોતાની લાગણીના પ્રતીકરૂપે, શ્રી મુંબઈ જૈન યુવક સંઘને સો કે દોઢસો રૂપિયા જેવી રકમ ભેટ આપી હતી.
(તા. ૧૪-૧-૧૯૭૮)
(૯) સેવાભાવી ધર્મનિષ્ઠ શ્રેષ્ઠી શ્રી મેઘજીભાઈ સોજપાળ
જૈનસંઘના આ સમયના એક અગ્રણી મહાજન શેઠશ્રી મેઘજીભાઈ સોજપાળનું તા. ૧૪-૧૧-૧૯૬૪ના રોજ, ૭૯ વર્ષની વયે, મુંબઈમાં અવસાન થતાં આપણા એક ભાવનાશીલ નરરત્નનો સદાને માટે વિયોગ આવી પડ્યો છે.
| વિક્રમની વિસમી સદીના અંતમાં અને એકવીસમી સદીના પ્રારંભમાં જૈનસંઘ, ધર્મ અને સમાજની નોંધપાત્ર સેવા કરનાર સ્વનામધન્ય મહાનુભાવોમાંના શ્રી મેઘજીભાઈ એક હતા.
શ્રી મેઘજીભાઈનું મૂળ વતન કચ્છનું મોટા લાયજા ગામ. સને ૧૮૮૫માં એમનો જન્મ. એમના પિતાજીનું નામ સોજપાળભાઈ, માતાનું નામ ખેડઈબાઈ. એમની જ્ઞાતિ કચ્છી વીસા ઓસવાળ. ત્રણ ભાઈઓમાં શ્રી મેઘજીભાઈ સૌથી નાના. બે મોટાભાઈ તે શ્રી રવજીભાઈ અને શ્રી પાલણભાઈ.
શ્રી રવજીભાઈ ભારે તેજસ્વી, કુનેહબાજ અને સુધારક માનસના કાર્યકર હતા. સને ૧૯૩૦માં મહારાષ્ટ્રમાં જુબેરમાં આપણી કૉન્ફરન્સનું તેરમું અધિવેશન મળ્યું તેના તેઓ પ્રમુખ હતા. આ અધિવેશનને તોડી પાડવા માટે રૂઢિચુસ્તોએ ઝનૂનમાં આવીને જે તોફાન અને મારામારી કર્યો, અને એ ઝંઝાવાતમાં શ્રી રવજીભાઈએ જે રીતે અધિવેશન સફળતાપૂર્વક પાર પાડ્યું, એને લીધે એ અધિવેશન યાદગાર અને ઐતિહાસિક બની ગયું હતું. શ્રી રવજીભાઈની શક્તિ અને સેવાવૃત્તિની કદર કરીને તે વખતની અંગ્રેજ સરકારે એમને “રાવસાહેબ' ઇલ્કાબ એનાયત કર્યો હતો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org