SearchBrowseAboutContactDonate
Page Preview
Page 452
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી મેઘજીભાઈ સોજપાળ ૪૨૯ શ્રી મેઘજીભાઈમાં પણ કચ્છની ધિંગી ધરતીનું ખમીર વહેતું હતું. લીધું કામ પાર પાડવાની ખંત અને સૂઝની જાણે એમને બક્ષિસ મળી હતી. એમનું પડછંદ શરીર અને પ્રભાવશાળી વ્યક્તિત્વ કોઈને પણ એમનો આદર કરવા પ્રેરતું. ઓછું બોલવું અને ઝાઝું કરવું એ એમનો સ્વભાવ હતો. મુંબઈ જેવી અલબેલી નગરીના વિકાસમાં અને એને ધનધાન્યથી સમૃદ્ધ બનાવવામાં કચ્છના વતનીઓનો ફાળો કંઈ નાનોસૂનો નથી. ઘણા દાયકાઓ પહેલાં જે સાહસી ભાઈઓએ મુંબઈમાં આવીને કાયમ વસવાટ કર્યો, એમાં સાહસશુર કચ્છીઓનો પણ સમાવેશ થાય છે; મુંબઈ તો જાણે કચ્છના વતનીઓને માટે પોતાનું નવું વતન બની ગયું છે. આજે પણ મુંબઈમાં અનાજના વેપારમાં તેઓ અગ્રસ્થાને છે. તે કાળે ભણતર ભલે એમનું ઓછું રહ્યું હોય, પણ વેપાર ખેડવાની આપસૂઝ, હૈયા-ઉકલત અને સાહસવૃત્તિએ એ ઓછા ભણતરની ખામીનો જાણે બદલો વાળી દીધો હતો. ઓછા ભણેલ વર્ગની એક ખાસિયત ધ્યાન દોરે એવી છે : ભણીગણીને બહુ ગણતરીબાજ થવાને બદલે એમનામાં જોખમ ખેડીને આગળ વધવાની અને એ રીતે ભાગ્ય અજમાવવાની વૃત્તિ વિશેષ જાગતી હોય છે; સાથે-સાથે ખડતલ અને સાદું જીવન જીવવાની એમની તૈયારી પણ હોય છે. પરિણામે તેઓ સુખશાંતિની નોકરી શોધવાને બદલે મુસીબત વેઠીને અને જોખમ ખેડીને પણ સ્વતંત્ર ધંધો કરવાનું પસંદ કરે છે; નોકરી કરવાથી ભાગ્ય વેચાઈ જાય છે એ વાત તેઓ બરાબર જાણતા હોય છે. કચ્છ, મારવાડ અને ભણતરમાં પછાત ગણાતા એવા જ પ્રદેશોના સાહસી અને સફળ વેપારીઓ આ વાતની સાખ પૂરશે. આજે તો હવે અભ્યાસમાં પણ તેઓ આગળ વધ્યા છે. - શ્રી મેઘજીભાઈના વડવા પણ ભાગ્ય અજમાવવા મુંબઈમાં જઈને વસ્યા હતા. એમણે તો વળી કોન્ટ્રાક્ટર તરીકેનો અનોખો વ્યવસાય શરૂ કર્યો હતો. તેજુ કાયાની કંપની અને સોજપાળ કાયાની કંપની મુંબઈની સુપ્રસિદ્ધ બાંધકામ-કંપનીઓ હતી; પ્રજા અને રાજા બંનેમાં એમની ખૂબ નામના હતી. આને લીધે સ્વાભાવિક રીતે જ શ્રી મેઘજીભાઈનો ઉછેર અને અભ્યાસ મુંબઈમાં થયો. મુંબઈની માસ્ટર ટ્યુટોરિયલ હાઈસ્કૂલમાં અભ્યાસ કરીને તેઓએ મેટ્રિકની પરીક્ષા પસાર કરી. આજથી છ દાયકા પહેલાંના એ સમયમાં આટલો અભ્યાસ તો ઘણો ગણાતો. શ્રી મેઘજીભાઈ કૉલેજનું શરણું શોધવાને બદલે, અઢાર વર્ષની ઊગતી ઉમરે ધંધામાં જોડાઈ ગયા અને તે કાયાની કંપનીમાં કામ કરવા લાગ્યા: જાણે ભૂખ્યાને ભાવતાં ભોજન મળ્યાં ! શરીર ખડતલ હતું, બુદ્ધિ માર્ગદર્શક હતી અને સાહસવૃત્તિ તો રોમરોમમાં ધબકતી હતી : કાર્યસિદ્ધિ માટેનું આ ભાતું લઈને શ્રી મેઘજીભાઈ ઝડપથી પોતાના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001048
Book TitleAmrut Samipe
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Nitin R Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages649
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, & Sermon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy