________________
૪૩૦
અમૃત-સમીપે
ધંધાની મજલમાં આગળ વધવા લાગ્યા અને સફળતાના નવા-નવા સીમાસ્તંભો રોપવા લાગ્યા. તેજુ કાયાની કંપનીમાં ૮-૧૦ વર્ષ સુધી કામ કર્યા પછી એમણે સોજપાળ કાયાની કંપનીની સને ૧૯૧૨માં સ્થાપના કરી. મકાનોનું બાંધકામ અને શરાફી કામકાજ - એમ બે રીતે આ કંપની કામ કરવા લાગી. શ્રી મેઘજીભાઈએ થોડા જ વખતમાં કંપનીને ખૂબ સધ્ધર અને નામાંકિત બનાવી.
પણ હજી યે એમના સાહસશોખી મનને નિરાંત ન હતી. સને ૧૯૨૯માં એમણે, પોતાના બે મોટા ભાઈઓની સાથે, ૨વજી સોજપાળની કંપનીની સ્થાપના કરી, અને સ્વતંત્ર રીતે કૉન્ટ્રેક્ટર તરીકે કામ શરૂ કર્યું. શ્રી મેઘજીભાઈના કાકા, પિતા અને ભાઈ – એમ ત્રણેનાં નામોથી ચાલતી આ પેઢીઓએ મુંબઈમાં સ૨કા૨ી અને બિનસરકારી સંખ્યાબંધ નાની-મોટી ઇમારતો ઊભી કરીને અને બીજાં બાંધકામો દ્વારા મુંબઈ શહેરને સુંદર અને સગવડભર્યું બનાવવામાં જે ફાળો આપ્યો છે, તે ગૌરવભર્યો અને આ કુટુંબની સેવાઓની ચિરકાળપર્યંત યાદ આપતો રહે એવો છે. પોતાના કુટુંબની આવી યશસ્વી કારકિર્દીમાં શ્રી મેઘજીભાઈનો ફાળો એટલો જ ગૌરવપૂર્ણ અને ચિરસ્મરણીય બની રહેશે.
પણ કેવળ ધંધાનો અને ધનનો વિકાસ કરીને જ સંતોષ માને અને વૈભવવિલાસમાં જ ડૂબી રહે એવો સ્વાર્થપ૨ાયણ પંડપોશિયો શ્રી મેઘજીભાઈનો આત્મા ન હતો. ધર્મના સંસ્કાર એમને કુટુંબમાંથી જ મળ્યા હતા, અને ઉંમર અને વૈભવના વધવા સાથે એમાં પણ વધારો થતો રહ્યો. ઉપરાંત, પોતાને ભલે આર્થિક ભીંસમાં પિસાવું ન પડ્યું હોય, પણ પોતાના વતનીઓ અને બીજાઓની આર્થિક તેમ જ બીજી મુસીબતો એમની નજર બહાર ન હતી. એટલે સ્વાભાવિક રીતે જ એમને જનસેવા તરફ અભિરુચિ હતી. આ રીતે એમનું મન ધંધાની સાથે-સાથે ધર્મ અને સેવા તરફ પણ ઢળતું જતું હતું.
ધાર્મિક નિયમોનું પાલન કરવું અને ધાર્મિક ક્રિયાઓ તરફ અભિરુચિ કેળવવી એને તેઓ જીવનનું અગત્યનું અંગ તેમ જ કર્તવ્ય સમજતા. દેવદર્શન, પ્રતિક્રમણ, વ્યાખ્યાનશ્રવણ, તીર્થયાત્રા અને યથાશક્તિ વ્રતપચ્ચખ્ખાણ તેઓ નિયમિત કરતા રહેતા. પોતાની ધર્મભાવનાને જાગૃત રાખવા એમણે ઘર-દેરાસર બનાવ્યું હતું. સંસ્કૃત ભાષાના તેમ જ ધાર્મિક સાહિત્યના વાચન-શ્રવણનો એમને રસ હતો; આ માટે એમણે ઘણાં પુસ્તકો વસાવ્યાં હતાં અને એના જાણકાર વિદ્વાન પણ રાખ્યા હતા. નાસિક જિલ્લામાં ચાંદવડમાં તેઓએ એક મનોહર જિનમંદિર પણ બંધાવી આપ્યું હતું.
શિક્ષણ માટે શ્રી મેઘજીભાઈને ખાસ રસ હતો. તેમાં ય સમાજમાં ધાર્મિક શિક્ષણનો પ્રસાર થાય અને સમાજની ઊછરતી પેઢીમાં ધાર્મિક જ્ઞાન અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org