SearchBrowseAboutContactDonate
Page Preview
Page 449
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૨૬ અમૃત-સમીપે તેઓએ ધનથી અને મન-વચન-કાયાથી ખૂબ જહેમત ઉઠાવી શ્રીસંઘ સમક્ષ એક ઉત્તમ ઉદાહરણ રજૂ કર્યું હતું. પોતાની આટલી મોટી શ્રીમંતાઈ છતાં ભોગવિલાસની વૃત્તિથી અળગા રહીને અને ભગવાન તીર્થંકરે સમજાવેલ તપત્યાગ-વૈરાગ્ય-સંયમમય ધર્મનું મહત્ત્વ સમજીને, તેઓએ, પોતાના જીવનના અંત સુધી, ધર્મક્રિયાઓનું સ્વયં પાલન કરવાની અને પ્રભુભક્તિની જે જાગૃતિ દાખવી હતી તે વિરલ અને એમના તરફના આદરભાવમાં વધારો કરે એવી હતી. તેઓએ જૈન શાસનની પ્રભાવના, તીર્થ-સંઘ-ધર્મની રક્ષા તેમ જ સમાજની સેવા અંગે જે અનેકવિધ કામગીરી બજાવી હતી, તેથી જૈન પરંપરામાં છેલ્લા છસાત દાયકા દરમિયાન બનેલ ઘટનાઓના ઇતિહાસમાં તેમનું નામ યાદગાર અને બીજાઓને માટે પ્રેરણારૂપ બની રહેશે. જૈનસંઘમાં આજે પણ જે ધર્મનગરી તરીકે પ્રસિદ્ધ છે, તે રાધનપુર શહેર તેઓનું વતન. એમનાં માતુશ્રીનું નામ શ્રી જયકોરબહેન. આજથી ૯૧ વર્ષ પહેલાં, વિ. સં. ૧૯૪૩ના જેઠ માસમાં એમનો જન્મ. પોતાના વતનમાં જ ચાર અંગ્રેજી જેટલો અભ્યાસ એમણે કર્યો હતો, અને સોળ વર્ષની ઉંમરે તો તેઓ પોતાના ભાગ્યને ખીલવવા મુંબઈ પહોંચી ગયા હતા. મુંબઈમાં માસિક વીસ રૂપિયાના પગારની નોકરીથી ૨ળવાની શરૂઆત કરી. પણ એમનામાં રહેલ કાર્યસૂઝ, ધ્યેયનિષ્ઠા, સાહસિકતા, કામને પૂરું કરવાની દૃઢતા, અથાગ પરિશ્રમ કરવાની તત્પરતા, ગણતરીશીલ બુદ્ધિ વગેરે ગુણો અને શક્તિઓને કારણે તેઓ પોતાની કમાણી માટેના ઉંઘમને આવી નોકરીમાં સીમિત રાખે એ શક્ય ન હતું. બીજી બાજુ ભાગ્યે પણ યારી આપવા માંડી; એટલે એમણે નોકરી છોડીને સોના-ચાંદીની દલાલી શરૂ કરી. પછી રૂ અને શૅરોના વ્યવસાયમાં ઝુકાવ્યું; અને સમય જતાં બીજા સાથેની ભાગીદારીમાં ઔદ્યોગિક સાહસ પણ ખેડ્યું. આ રીતે આપસૂઝ અને આપબળે આગળ વધવામાં વચ્ચે-વચ્ચે ચડતીપડતીના તબક્કા પણ આવ્યા. છતાં, હિંમત હાર્યા વગર, ધીરજ અને કુનેહથી એવી મુશ્કેલીઓને તેઓ પાર કરતા રહ્યા; સાથે એક વ્યાપારી અને ઉદ્યોગપતિ તરીકેની પોતાની પ્રતિષ્ઠાને ધક્કો પહોંચવા ન પામે એ માટે સતત ધ્યાન રાખતા રહ્યા. આ રીતે ક્રમે-ક્રમે સંપત્તિમાં વધારો થતો ગયો તેમ એમની મુંબઈના અને જૈનસંઘના લક્ષાધિપતિઓમાં ગણના થવા લાગી. એમનાં પત્ની જાસૂદબહેન પણ ધર્મપરાયણ સન્નારી હતાં, અને શ્રી જીવાભાઈ શેઠની ધર્મકરણીમાં તથા ધાર્મિક પ્રવૃત્તિઓમાં તેઓ ઉલ્લાસથી સાથ આપતાં હતાં. પોતાની ધર્મભાવનાને તથા સંપત્તિને વિશેષ કૃતાર્થ કરવાના શુભ હેતુથી તેઓએ વિક્ર્મ સંવત્ ૧૯૮૫ની સાલમાં પોતાના વતન રાધનપુરથી ગિરિરાજ શ્રી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001048
Book TitleAmrut Samipe
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Nitin R Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages649
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, & Sermon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy