________________
૨૩૦.
અમૃત-સમીપે મહારાજના શિષ્ય મુનિરાજ શ્રી કેસરવિજયજીના શિષ્ય તરીકે દીક્ષા લીધી અને તેઓ મુનિશ્રી કલ્યાણવિજયજીના નામે ઓળખાવા લાગ્યા. ભૂખ્યા માનવીને મીઠાંમીઠાં ભોજન મળે એમ, તેઓ જ્ઞાનની ઉપાસનામાં અને ધર્મક્રિયાની આરાધનામાં એકચિત્ત બની ગયા.
એમની આ નિષ્ઠાભરી જ્ઞાનસાધનાનું તેજ છેક વૃદ્ધ વયે પણ, જિજ્ઞાસુ વૃત્તિથી એમની પાસે જનારને દેખાયા વગર નહોતું રહેતું. તેઓ જૈન ધર્મશાસ્ત્રોના તેમ જ અન્ય આનુષંગિક વિદ્યાઓના પણ મર્મજ્ઞ વિદ્વાન હતા. ધર્મશાસ્ત્રો ઉપરાંત ઇતિહાસ, શિલ્પશાસ્ત્ર તથા ગણિત-જ્યોતિષશાસ્ત્રનું પણ તેઓ વિશિષ્ટ જ્ઞાન ધરાવતા હતા.
એમણે આજથી ૪૪ વર્ષ પહેલાં, વિ. સં. ૧૯૮૭ની સાલમાં ‘વિરનિર્વાનસંવત્ ગીર જૈન નિ-ળના' નામે એક ઐતિહાસિક અને સંશોધનાત્મક મોટો નિબંધ લખ્યો હતો. આ લેખ બનારસથી પ્રગટ થતી “નારી-પ્રવરિજી પત્રા' નામે ખૂબ પ્રતિષ્ઠિત પત્રિકામાં પ્રગટ થયો હતો. આ લેખને જૈન-જૈનેતર વિદ્વાનો તરફથી ઘણો આવકાર મળ્યો હતો; એટલું જ નહીં, એમાંનાં સંશોધનની નક્કરતાને કારણે અત્યાર સુધી પણ એની ઉપયોગિતા ટકી રહી છે, અને તે સંશોધનના એક ઉત્તમ નમૂના રૂપ ગણાય છે. આ નિબંધમાં પંન્યાસ શ્રી કલ્યાણવિજયજીની એક ઇતિહાસકાર તરીકેની સત્યશોધક અને સ્વચ્છ દૃષ્ટિનાં આલાભકારી દર્શન થાય છે. આ નિબંધના ઉપસંહારમાં તેઓશ્રીના આ શબ્દો સંશોધન પાછળની દૃષ્ટિ કેવી હોવી જોઈએ એનો ખ્યાલ આપે છે : “છેવટે એક નિવેદન કરવું ઉચિત લાગે છે; તે એ છે કે જે મહાનુભાવો આ વિષય ઉપર લખવા ઇચ્છે છે, તેઓ પોતાની ઇચ્છા મુજબ ભલે લખે, પણ એમની એ લેખનપ્રવૃત્તિ જિજ્ઞાસાથી પ્રેરાયેલી અથવા શોધક-બુદ્ધિથી યુક્ત હોવી જોઈએ; કારણ કે
જ્યાં-ત્યાં નવું શોધી કાઢવાની વૃત્તિથી અથવા કેવળ પોતાનો શોખ પૂરો કરવાની દૃષ્ટિથી લખવાથી ન તો લેખની સાર્થકતા થાય છે કે ન તો પરિશ્રમની સફળતા.”
એમણે હિંદી ભાષામાં “શ્રમળ માવાન મહાવીર' નામે એક આધારભૂત મહાવીર-ચરિત્ર લખ્યું છે. એમાં પણ મહારાજશ્રીની વિદ્વત્તા, બહુશ્રુતતા અને સત્યમૂલક સંશોધનદષ્ટિ જોવા મળે છે. આ પુસ્તક વિ. સં. ૧૯૯૮માં બહાર પડ્યું હતું. તેમાં કેવળજ્ઞાન પછીનાં ભગવાન મહાવીરનાં ત્રીસ ચોમાસાનાં સ્થળોની જે રૂપરેખા નક્કી કરી આપી છે, તે આ વિષયના જિજ્ઞાસુઓ અને વિદ્વાનોને માટે સારા પ્રમાણમાં અનુકરણીય અને ઉપકારક બની છે. આ રૂપરેખાને પ્રતીતિકર બનાવવા માટે મહારાજશ્રીએ જે સાધક-બાધક પ્રમાણોની પર્યાલોચના કરી છે, તે એમના પ્રત્યેના આદરમાં વધારો કરે એવી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org