________________
૨૨૯
મુનિશ્રી કલ્યાણવિજયજી
(૪) શીલપ્રજ્ઞાવંત શ્રમણ શ્રેષ્ઠ શ્રી કલ્યાણવિજયજી
શ્રમણ ભગવાન મહાવીરે સર્વમંગલકારી ધર્મક્ષેત્રને કુલેશ-દ્વેષના ધામરૂપ કુરુક્ષેત્ર બનતું અટકાવવા માટે એને વર્ણ અને જ્ઞાતિની નકલી વિશેષતાના બંધનમાંથી મુક્ત બનાવવાનો અસાધારણ અને અનોખો પુરુષાર્થ કર્યો હતો; અને એમ કરીને તેઓએ ધર્મ અને ધર્મીઓમાં સાચાં તેજ અને ખમીર જગાડનાર ગુણગ્રાહકવૃત્તિ અને સત્યશોધક દૃષ્ટિનો જ મહિમા સ્થાપ્યો હતો. એ માર્ગે જ ! આત્મા કષાયોનાં અને કર્મોનાં બંધનોથી મુક્ત બનીને અનંત-શાશ્વત સુખનો અધિકારી બની શકે એવું સત્યમૂલક પ્રતિપાદન કર્યું હતું.
જૈનસંઘ ભગવાને કરેલ ધર્મની આ સર્વિકલ્યાણકારી કાયાપલટને બરાબર ટકાવી ન શક્યો, અને એમાં સમયના વહેવા સાથે, કંઈક ને કંઈક ખામીઓ આવતી ગઈ; અને છેવટે જૈનસંઘ ઘણે મોટે ભાગે વણિકજાતિપ્રધાન બની ગયો.
અન્ય જ્ઞાતિ કે સમાજની વ્યક્તિઓને પણ જૈનસંઘમાં આવકાર આપવાની, માનવસમાજને માટે આશીર્વાદરૂપ મૂળ પ્રથા જૈનસંઘમાં ચાલુ હોવાના અનેક દાખલા વર્તમાનકાળમાંથી પણ મળી આવે છે. આનાથી જેમ વ્યક્તિને આત્મસાધના કે જીવનશુદ્ધિનો લાભ મળ્યો છે, તેમ જૈનસંઘને પણ એની સાધનાનો માર્ગ અખંડપણે ચાલુ રહેવારૂપે તથા ઉચ્ચ કોટીના સાહિત્યના સર્જનરૂપે પણ કંઈ ઓછો લાભ નથી મળ્યો. આ બંને પાસાંને સમૃદ્ધ કરવામાં શ્રમણધર્મને વરેલા બ્રાહ્મણવર્ગનો ફાળો ઘણો મોટો છે એ વાતની સાક્ષી જૈનસંઘ અને સાહિત્યનો ઇતિહાસ પૂરે છે; એટલું જ નહીં, જૈનસંઘમાં ભળેલા કેટલાક બ્રાહ્મણ સાધકોની સાધના અને સાહિત્યસર્જનની પ્રવૃત્તિ તો એવી શ્રેષ્ઠ છે કે જેથી એમને શ્રમણ શ્રેષ્ઠ જ કહેવા પડે. આવા જ એક શ્રમણ શ્રેષ્ઠ ધર્મપુરુષ તાજેતરમાં સ્વર્ગવાસ પામ્યા, તે નિમિત્તે અમે આ નોંધ લખવા પ્રેરાયા છીએ.
પંન્યાસપ્રવર શ્રી કલ્યાણવિજયજી મહારાજ, ૮૯ વર્ષની પરિપક્વ વયે, રાજસ્થાનમાં જાલોર મુકામે ગત અષાડ સુદિ ૧૩ના રોજ કાળધર્મ પામતાં શ્રીસંઘને નજીકના ભવિષ્યમાં સહેલાઈથી પૂરી ન શકાય એવી મોટી ખોટ પડી છે.
તેઓ રાજસ્થાનમાં બ્રાહ્મણ-જ્ઞાતિમાં જન્મેલા. જૈન સાધુ-સંતોના સંપર્કને કારણે કહો કે પૂર્વજન્મના સંસ્કારને કારણે કહો, અથવા સુભગ ભવિતવ્યતાના યોગે કહો, એમના અંતરમાં જૈનધર્મ પ્રત્યે શ્રદ્ધા અને રૂચિ જાગી ઊઠી. એ વિપ્રવર્યના અંતરમાં ત્યાગ અને સંયમની ભાવના, એ ભાવનાને સફળ બનાવવામાં જે કંઈ કષ્ટ કે મુશ્કેલી આવી પડે એને સહન કરવાની શક્તિ અને પોતાના નિશ્વિત વિચારનો અમલ કરવાનું દૃઢ મનોબળ એવાં કે છેવટે એમણે વિ. સં. ૧૯૬૪ની સાલમાં, રાજસ્થાનમાં આચાર્ય મહારાજશ્રી વિજયસિદ્ધિસૂરીશ્વરજી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org