SearchBrowseAboutContactDonate
Page Preview
Page 254
Loading...
Download File
Download File
Page Text
________________ મુનિશ્રી કલ્યાણવિજયજી ૨૩૧ આ બાબતમાં આ પુસ્તકની પ્રસ્તાવનામાં મહારાજશ્રીએ નમ્રતા અને સત્યશોધક દૃષ્ટિ દાખવી યોગ્ય જ કહ્યું છે : “ભગવાનના કેવલિજીવનની રૂપરેખા, એ અમારી આ કૃતિની બિલકુલ નવી યોજના છે. એમાં ત્રુટિ અથવા અસંગતિ રહી ગઈ હોય એ બનવાજોગ છે. અને જો આમાં આવું કંઈ રહી ગયું હોય તો તે દૂર કરવામાં આવે એવી લેખકની ઇચ્છા છે. આવી ત્રુટિ કે અસંગતિનો ખ્યાલ ત્યારે જ આવી શકે કે જ્યારે આ યોજનાની મૂળ આધારરૂપ સામગ્રી ખુલ્લેખુલ્લી જણાવી દેવામાં આવે અને એના સાધક હેતુઓનું પણ દિગ્દર્શન કરાવવામાં આવે. બસ, આ કારણે જ અમારે આ વિષયમાં આટલા વિસ્તારથી લખવું પડ્યું છે.” ભગવાન મહાવીરના જન્મકલ્યાણકની ભૂમિ વૈશાલી નગરીનું એક પરું ક્ષત્રિયકુંડ હોવાની વાત, જેમ ઇતિહાસતત્ત્વમહોદધિ આચાર્ય સ્વ. વિજયેન્દ્રસૂરિજીએ, તેમ મુનિવર્ય શ્રી કલ્યાણવિજયજી મહારાજે પણ અનેક પુરાવા આપી આ ગ્રંથમાં વિશ્વસ્તરૂપે રજૂ કરી છે. પં. શ્રી કલ્યાણવિજયજીની શાસનપ્રભાવના અને શાસનરક્ષાની તમન્ના બીજા કોઈ કરતાં લેશ પણ ઓછી ન હતી, અને ભગવાન મહાવીરની જન્મભૂમિ વૈશાલીનગરી હોવાની વાત એમણે આધાર વગર નથી લખી – એટલું સમજવાસ્વીકારવાની સામાન્ય બુદ્ધિ આપણે દાખવી હોત તો પચીસસોમા વીરનિર્વાણમહોત્સવની રાષ્ટ્રીય ઉજવણીના વિરોધીઓએ, એ મુદ્દાને આગળ કરીને, વગર કાગે વાઘ આવી પડ્યા જેવો છે નકલી હાઉ ઊભો કર્યો હતો એ દોષમાંથી તેઓ જરૂર બચી શકત ! (અને જો અમને મળેલી માહિતી સાચી હોય તો ખુદ મુનિશ્રી ચંદ્રશેખરવિજયજીએ જ ભગવાન મહાવીરની જન્મભૂમિ વૈશાલી હોવાની વાત ક્યારેક, ક્યાંક લખી છે.) “શ્રમ માવાન મહાવીર' પુસ્તકની પ્રસ્તાવનાના અંતે તેઓએ લખ્યું છે : આમાં અપૂર્ણતા છે એ તો હું પહેલાંથી જ સ્વીકારી લઉં છું; પરંતુ એ ઉપરાંત આમાં કોઈ અસંગતિ અથવા સ્કૂલના નજરમાં આવે તો વાચકો લેખકને એની જાણ કરવાની ઉદારતા દાખવે એવી પ્રાર્થના છે.” હજુ સુધી આ પુસ્તકનો ગુજરાતી અનુવાદ પ્રગટ થયો નથી તે ખેદ ઉપજાવે એવી વાત છે; એ બહાર પડે એ જરૂરી છે. મહારાજશ્રીએ વિ. સં. ૨૦૧૩માં લખેલ “શ્રી જિનપૂજાપદ્ધતિ” નામે નાનીસરખી (પક પાનાંની) પુસ્તિકાએ જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘમાં ઠીક-ઠીક ઊહાપોહ ઊભો કર્યો હતો; એટલું જ નહીં, એથી મહારાજશ્રી પ્રત્યે અણગમો સુધ્ધાં જાગ્યો હતો. પણ રૂઢ પરંપરાની સામે સત્ય રજૂ કરનારે તો આ માટે સદા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001048
Book TitleAmrut Samipe
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Nitin R Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages649
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, & Sermon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy