________________
શ્રી કનૈયાલાલ મુનશી
૩પ૯ સ્વસ્થ એમનું જીવન હતું, આર્યભાવનાના દાખલારૂપ નિર્મળ એમનું ચારિત્ર હતું અને ગૃહસ્થાશ્રમને ઉજ્વળ અને સુખી બનાવે એવું એમનું દાંપત્ય હતું.
અધ્યયનશીલતા એમના સ્વભાવ સાથે જ વણાયેલી હતી. નિયમિત કામ કરવું અને સમયનો અપવ્યય થવા ન દેવો, એ માટે તેઓ સદા જાગતા રહેતા. કીર્તિની આકાંક્ષા એમને સતાવી કે ચળાવી ન શકતી.
અને સ્વમાનને સાચવવાના તો તેઓ ભારે આગ્રહી હતા. સ્વમાન ગયું તો સર્વસ્વ ગયું એ વાત તેઓ બરાબર જાણતા હતા. પોતાના સ્વમાન સાથે બંધબેસતું ન લાગ્યું તો એમણે પળનો ય વિલંબ કર્યા વગર સુખની અને સારી આવકની નોકરીમાંથી રાજીનામું આપી દીધું; અરે, રણજિતરામ સુવર્ણચંદ્રકને પણ પાછો વાળી દીધો !
અમર અક્ષરદેહ મૂકી ગયેલા આવા યશસ્વી પુરુષનો દેહવિલય ભલે થયો; એના યશનો વિલય સંભવી ન શકે.
| (તા. ૨૦-૩-૧૯૬૫)
(૩) ગુજરાતની અસ્મિતાના સર્જક શ્રી કનૈયાલાલ
- માણેકલાલ મુનશી
ગુજરાતના આ યુગના એક સમર્થ જ્યોતિર્ધર અને ભારતના એક શક્તિશાળી રાજપુરુષ શ્રી કનૈયાલાલ મુનશીનું, ૮૪ વર્ષની પરિપક્વ વયે, મુંબઈમાં અવસાન થતાં એક બહુમુખી પ્રતિભાનો વિલય થયો છે, અને જૂની પેઢીના કાર્યનિષ્ઠ નેતાઓના ઓછા થતા નિધિમાંથી એક બહુમૂલું માનવરત્ન સદાને માટે હરાઈ ગયું છે !
શ્રી મુનશીજીએ વિવિધ ક્ષેત્રે કરેલાં કાર્યો અને મેળવેલી સફળતાઓનો વિચાર કરીએ છીએ, ત્યારે એક પ્રચંડ કાર્યશક્તિના તેજસ્વી પુંજનો અને અદમ્ય ભાવનાશક્તિના અખંડ વહેતા પ્રવાહનો સાક્ષાત્કાર થાય છે. સાચે જ, માનવદેહધારી વ્યક્તિમાં કેટકેટલી શક્તિઓ સક્યિ બની શકે છે, એ કેવા-કેવાં જાણ્યાં-અજાણ્યાં ક્ષેત્રો ધીરજ અને નિર્ભયતાપૂર્વક ખેડી શકે છે અને એમાં એ કેવી ચિરકાલીન સિદ્ધિઓ મેળવી શકે છે, એનું એક ઉત્તમ દષ્ટાંત શ્રી મુનશીજીનું જીવન અને કાર્ય રજૂ કરે છે. એમણે જે ક્ષેત્રમાં પ્રવેશ કર્યો, એમાં એમને વિરલ સફળતા મળતી જ રહી : એવો ઉત્તમ એમનો પ્રારબ્ધયોગ કે પુણ્યયોગ અને પુરુષાર્થયોગ હતો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org