SearchBrowseAboutContactDonate
Page Preview
Page 567
Loading...
Download File
Download File
Page Text
________________ ५४४ અમૃત-સમીપે આ એક જ અભિપ્રાય શ્રી મનસુખભાઈની કલમનું મહત્ત્વ સમજવા પૂરતો છે. અને છતાં અસરકારક વક્તા અને સિદ્ધહસ્ત લેખક તરીકેની નામના મેળવવી એ એમના જીવનનો ઉદ્દેશ્ય ન હતો; આ તો એમના પ્રવૃત્તિ-નિવૃત્તિ-પરાયણ જીવનના આનુષંગિક ફળો છે. એમનો મુખ્ય જીવનરસ તો સેવા અને સાધના જ હતો; તેમાં ય સાધના દ્વારા જીવનશુદ્ધિ એ એમનું પરમપ્રિય અંતિમ ધ્યેય હતું. એમ લાગે છે કે છેલ્લાં કેટલાંક અઠવાડિયાંથી શ્રી મનસુખભાઈ મૃત્યુને આમંત્રના જાણે સજ્જ થઈ રહ્યા હતા. પણ ૧૮ વર્ષ જેટલી પ્રમાણમાં કંઈક નાની ઉમરે એમનું વિદેહ થવું એ એમના કુટુંબ ઉપરાંત અનેક વ્યક્તિઓ અને સંસ્થાઓને માટે પણ મોટી ખોટરૂપ બની રહે એવું વસમું છે. છેલ્લાં ચારેક વર્ષથી શ્રી મનસુખભાઈ ભાવનગરની જૈન આત્માનંદ સભાના માસિક “શ્રી આત્માનંદ-પ્રકાશ'નું માનદ તંત્રીપદ સંભાળતા હતા. આ માસિકના ગત નવેમ્બર માસના અંકમાં (૭૪મા વર્ષના પહેલા અંકમાં) એમણે “નૂતન વર્ષના મંગળપ્રવેશે' નામે એક વિસ્તૃત તંત્રીનોંધ લખીને વર્ષ દરમ્યાનની મહત્ત્વની ઘટનાઓનો ઉલ્લેખ કર્યો છે. આ નોંધમાં આપણા સંઘની અત્યાર સુધીની હાલતનો એમણે ટૂંકમાં છતાં દુઃખપૂર્વક જે ચિતાર આપ્યો છે, તે જાણવા જેવો છેઃ “જૈન-શ્વેતાંબર મૂર્તિપૂજક સમાજમાં એક કે બીજા પ્રશ્નો સમાજ સમક્ષ ધાંધલ મચાવતા જ રહે છે. વર્તમાનકાળે એક નવો પ્રશ્ન ઉપસ્થિત કરવામાં આવ્યો છે; અને તે છે “શ્રીપાળ-મયણા'નું નાટક, જેને અંગે ખૂબ ચકચાર ચાલી રહી છે. તે પહેલાં ભગવાન મહાવીરની ર૫૦૦મી જયંતિનો મહોત્સવ, જે ભારત સરકાર દ્વારા ઉજવવામાં આવ્યો હતો, તે પ્રશ્ન પણ આપણા સમાજમાં સારો એવો ઊહાપોહ કરવામાં આવ્યો હતો. તે પહેલાં વળી આચાર્ય ભગવંતની નવે અંગની પૂજાના પ્રશ્ન મોટો હોબાળો ઊભો કર્યો હતો. શત્રુંજય તીર્થ પર પ્રતિમાઓની સ્થાપના અંગેની ઘીની બોલી બાબતમાં પણ ભારે વિવાદ થયેલો દેખાતો હતો. તિથિનો પ્રશ્ન તો સમાજ સમક્ષ વરસો થયા સળગતો પડેલો જ છે. “અમારી ઇચ્છા ઉપર જણાવેલી કોઈ પણ બાબત અંગે ટીકા-ટિપ્પણ કરવાની કે પક્ષકાર બનવાની અગર તો કાઝી થવાની નથી; કારણ કે કાદવને ચૂંથવાથી તેમાંથી માત્ર દુર્ગધ જ પેદા થાય છે. પણ આ બધી બાબતોનો ઉલ્લેખ એટલા માટે કર્યો છે કે આ અને આવી બાબતોના કારણે લોકોની દૃષ્ટિએ આપણે મૂર્ખ અને હાંસીપાત્ર બનીએ છીએ. લોકો આપણી મજાક કરતાં કહે છે કે જોઈ લેજો અહિંસાધર્મના પૂજારીઓ અને અનેકાન્ત અને સમભાવના ઉપદેશકોને. વાતો કરવી છે સાતમા આસમાનની અને આચરણમાં મોટું મીંડું. લોકો અંજાય છે વર્તનથી; મોટી-મોટી વાતોથી નહિ.” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001048
Book TitleAmrut Samipe
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Nitin R Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages649
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, & Sermon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy