________________
શ્રી મનસુખભાઈ તારાચંદ મહેતા
૫૪૩ એમની નિવૃત્તિનો બીજો ઉપયોગ એમણે પોતાની કાર્યશક્તિ, સૂઝ, નિષ્ઠા અને જે કંઈ સંપત્તિ હતી એ બધાંનો બને તેટલો વધુ લાભ જાહેર જૈન સંસ્થાઓને આપવામાં કર્યો. તેમાં ય કેળવણીની અને ખાસ કરીને ધાર્મિક કેળવણીની સંસ્થાઓ તરફ તો એમને પુષ્કળ અનુરાગ હતો; અને એ માટે તેઓ જિંદગીના અંત સુધી કામ કરતા રહ્યા. એમની આ જાહેર સેવાપરાયણતાનો લાભ શ્રી જૈન ધાર્મિક શિક્ષણ સંઘ, શ્રી જૈન ઍજ્યુકેશન બોર્ડ, શ્રી અધ્યાત્મ-જ્ઞાન-પ્રસારક-મંડળ, શ્રી મહાવીર જૈન વિદ્યાલય, શ્રી જૈન શ્વેતાંબર કોન્ફરન્સ, હરકિસનદાસ હૉસ્પિટલ, સિદ્ધાર્થ એજ્યુકેશન સોસાયટી, શેઠ દેવકરણ મૂળજી ટ્રસ્ટ વગેરે મુંબઈની સંખ્યાબંધ સંસ્થાઓ ઉપરાંત શ્રી જૈન આત્માનંદ સભા : ભાવનગર, શ્રી પી. મુ. વિદ્યાર્થીગૃહ : અમરેલી વગેરે અનેક સંસ્થાઓને પણ મળ્યો.
ધાર્મિક શિક્ષણના પ્રસાર માટે સતત ચિંતા અને પ્રયત્ન કરનાર એ મિત્રત્રિપુટી હતી : શ્રી ફતેહચંદભાઈ ઝવેરભાઈ, શ્રી પ્રાણજીવનભાઈ હરગોવિંદદાસ ગાંધી અને શ્રી મનસુખલાલભાઈ. આ પુણ્યપુરુષોનું સ્થાન ક્યારે પુરાશે ?
શ્રી મનસુખભાઈ જેમ આત્મસાધક અને સમાજસેવક હતા તેમ સારા વક્તા અને ઉત્તમ કોટિના લેખક પણ હતા. સરળ, મધુર, સાદી-સીધી-આડંબરરહિત ભાષા એ એમની કલમનો વિશેષ ગુણ છે. એમણે જૈન તથા ઇતર ધર્મનાં વસ્તુઓના આધારે કથાઓ પણ લખી છે, તેમ જ વિચારપ્રેરક, સંસ્કારપોષક, જ્ઞાનવર્ધક લેખો પણ લખ્યા છે. સાથેસાથે “શ્રી જૈન ધાર્મિક શિક્ષણસાહિત્યપત્રિકા'નું તથા “શ્રી આત્માનંદપ્રકાશ'નું સફળ સંપાદન પણ કર્યું છે. “આહારશુદ્ધિ', “બ્રહ્મચર્ય અને બીજા લેખો', “શીલધર્મની કથાઓ' (બે ભાગ), જાગ્યું અને જોયું” વગેરે એમની સાહિત્યપ્રસાદી છે. “શીલધર્મની કથાઓનો “પ્રસ્તાવ” લખતાં જાણીતાં સાક્ષર શ્રીયુત નગીનદાસભાઈ પારેખે શ્રી મનસુખભાઈની લખાવટને બિરદાવતાં યોગ્ય જ કહ્યું છે : “પ્રસ્તુત પુસ્તકમાં એના લેખક શ્રી મનસુખલાલભાઈએ જૈન ઉપરાંત બૌદ્ધ અને બીજી પરંપરામાંથી પણ વિણીને છવ્વીસ કથાઓ રજૂ કરી છે એ એમની સાંપ્રદાયિકતાથી મુક્ત દૃષ્ટિનું સૂચક છે. આ જૂની કથાઓને નવે સ્વરૂપે રજૂ કરવામાં લેખકને પોતાનું બહોળું વાચન ખૂબ ઉપયોગી નીવડ્યું છે એવો અનુભવ પુસ્તક વાંચતાં ડગલે ને પગલે થાય છે. એમની ભાષા પ્રવાહબદ્ધ, સંસ્કારી અને તાજગીવાળી છે. એટલે આખું પુસ્તક રસપૂર્વક વાંચી શકાય એવું થયું છે. હું પોતે એ બે વાર વાંચી ગયો છું અને મને કંટાળો આવ્યો નથી. હું એમ માનું છું કે બીજા વાચકોને પણ એવો જ અનુભવ થશે.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org