________________
૫૪૨
અમૃત-સમીપે બની. આ વખતે શ્રી મનુભાઈની ઉમર ૩૮ વર્ષ જેટલી નાની હતી; અને એ સમયમાં આના કરતાં પણ મોટી ઉંમરે લગ્ન કરવામાં અજુગતું નહોતું લેખાતું. પણ આ ઘટનાએ શ્રી મનસુખભાઈના જીવનનો ક્રમ જ બદલી નાખ્યો; અંતરમાં રહેલા સંયમ અને જીવન-સાધનાના અનુરાગે એમને ત્યાગ-વૈરાગ્ય-સંયમના માર્ગનું અનુસરણ કરવાની પ્રેરણા આપી. અને શ્રી મનસુખભાઈ વધુ ને વધુ તત્ત્વચિંતન અને ધર્મારાધન તરફ અભિમુખ થતા ગયા.
શ્રી મનસુખભાઈને પોતાના પરિવારમાં બે પુત્રો તથા બે પુત્રીઓ છે; ઉપરાંત મોટા ભાઈ, મોટાં બહેન એ બધાંનો વિશાળ પરિવાર પણ છે. તેઓ કેવળ આખા કુટુંબનું જ નહીં, પણ બીજી અનેક વ્યક્તિઓનું પણ પૂક્યા-ઠેકાણે હતા. પોતાની પવિત્ર ફરજરૂપે એ સૌની તેઓ ખૂબ મમતાપૂર્વક સંભાળ રાખતા, એમને જરૂરી સહાય પણ કરતા. અને છતાં, એ બધાંથી જળકમળની જેમ સદા અલિપ્ત રહી શકતા. તેથી તેઓ હર્ષના પ્રસંગે ફુલાઈ જવાને બદલે કે દુઃખના પ્રસંગે વિલાઈ જવાને બદલે હમેશાં સ્વસ્થ રહી શકતા હતા.
સેવાપરાયણ જાહેરજીવન તરફ શ્રી મનસુખભાઈને સહજ રીતે જ અનુરાગ હતો. વળી જીવનનું ઘડતર કરે એવી ઉત્તમ કોટિનાં દેશ-વિદેશનાં પુસ્તકો વાંચવાનો તથા સંતોનો સંગ કરવાનો પણ એમને ઘણો રસ હતો. પોતાનાં ધર્મપત્નીના અવસાનને લીધે આવી પડેલ વિષાદના નિવારણ માટે એમણે આ ત્રિવિધ પ્રવૃત્તિને વિશેષ વ્યાપક અને વેગવાન બનાવી ને પોતાના જીવનને આત્મસાધનાની દિશામાં વાળવાનો સબળ પુરુષાર્થ આદર્યો.
સ્વરાજ્ય આવ્યા પછી કેટલાંક વર્ષે જિંદગીનો વિમો ઉતારવાના વ્યવસાયનું રાષ્ટ્રીયકરણ થયું ત્યારે, જાણે પોતે પુષ્કળ મહેનત લઈને અને ખાતર-પાણી આપીને જીવની જેમ ઉછેરેલ છોડને કોઈ ઉખેડી નાખતું હોય એવો દુઃખદ અને આઘાતજનક પ્રસંગ ઊભો થયો. પણ શ્રી મનસુખભાઈએ તો એને ઇષ્ટ-આપત્તિ કે ઈશ્વરના છૂપા આશીર્વાદ રૂપે વધાવી લીધો; એટલું જ નહીં, પણ પચાસ વર્ષની ઉંમરે તેઓ વ્યવસાયમાંથી સર્વથા ફારેગ થઈ ગયા.
છેલ્લાં અઢાર વર્ષની એમની આવી વ્યાવસાયિક નિવૃત્તિનો એમણે આ પ્રમાણે બે રીતે સદુપયોગ કર્યો હતો : એક તો, પોતાની આંતરિક શુદ્ધિના વૈભવને બને તેટલો વધુ સમૃદ્ધ કરવા માટે તેઓ સ્વાધ્યાય, તત્ત્વચિંતન, ધ્યાન, સંયમ અને તપનું આલંબન લઈને વધુ ને વધુ અંતર્મુખ બનતા ગયા. તેથી જીવન સમતા, સહિષ્ણુતા, સચ્ચાઈ, નિખાલસતા, નિરભિમાનતા, નિરાડંબરતા, સરળતા, સહૃદયતા જેવા ગુણોથી વિશેષ શોભી ઊઠ્યું હતું. બ્રહ્મચર્યવ્રત તરફની એમની પ્રીતિ અને ભક્તિ તો પ્રેરણારૂપ બની રહે એવી હતી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org