________________
શ્રી મનસુખભાઈ તારાચંદ મહેતા
૫૪૧
મનસુખભાઈની ઉંમર સાતેક વર્ષની હતી, એ અરસામાં મોટી આગમાં મહેતાની મોટી હવેલી બળીને ખાખ થઈ ગઈ, અને જાણે કુટુંબની જે થોડીઘણી શ્રીમંતાઈ હતી તેનો પણ અંત આવી ગયો ! તેમાં ય શ્રી મનસુખભાઈના કુટુંબની સ્થિતિ તો બહુ સામાન્ય હતી. એટલે અમરેલીમાં મૅટ્રિક સુધીનો અભ્યાસ કરીને તેઓ ભાગ્યને ખીલવવા મુંબઈ પહોંચ્યા, અને મુંબઈમાં જાણીતા દાનવી૨ શેઠ દેવકરણ મૂળજીની કાપડની પેઢીમાં નોકરી સ્વીકારીને એમણે પોતાની કારકિર્દીની શરૂઆત કરી. મુંબઈનો વસવાટ એમને માટે ઘણો પ્રગતિકારક અને સફળતા અપાવનારો નીવડ્યો; એટલું જ નહીં, એમના આખા કુટુંબને માટે એ ઘણો મહત્ત્વનો બની રહ્યો. શ્રી મનસુખભાઈનાં લગ્ન શ્રેષ્ઠિવર્ય દેવકરણ મૂળજીનાં સુપુત્રી લીલાવતીબહેન સાથે થયાં હતાં.
કેટલોક વખત નોકરી કર્યા પછી, શ્રી મનસુખભાઈનું મન, પોતાની શક્તિઓને તથા પોતાના ભાગ્યને ખીલવવા માટે કોઈ સ્વતંત્ર વ્યવસાય ખેડવા માટે ઝંખી રહ્યું. અને એમણે પોતાની આવડત, કાર્યસૂઝ અને બુદ્ધિના બળે, જીવન-વિમાના વ્યવસાયના કંઈક અજાણ્યા કે ઓછા જાણીતા કહી શકાય એવા ક્ષેત્રમાં ઝંપલાવ્યું. એમણે આ વ્યવસાયનો ઊંડો અભ્યાસ કરીને ધી નેપચ્યુન લાઇફ-ઇન્સ્યુરન્સ કંપની' નામે કંપનીની સ્થાપના કરી, અને પોતાની કાબેલિયત, કાર્યનિષ્ઠા અને પ્રામાણિકતાને લીધે એમાં ખૂબ નામના અને સફળતા મેળવી.
વિમાનો વ્યવસાય તો કાજળની કોટડીમાં પેસવા કે રહેવા જેવો : જરાક સ્વાર્થ વળગ્યો કે અપ્રમાણિકતાનો કાળો ડાઘ લાગતાં વાર ન લાગે. પણ શ્રી મનસુખભાઈ એમાંથી પણ, સો ટચના સોનાની જેમ, સાવ નિષ્કલંક અને અણીશુદ્ધ બહાર આવ્યા હતા. આમ કરવામાં સંસ્કારિતા, ધર્મપરાયણતા, સત્યપ્રિયતા જેવા સદ્ગુણો ઉપરાંત એમના એક મુદ્રાલેખે એમને ઘણો સાથ આપ્યો હતો : તેઓએ નક્કી કર્યું હતું કે ક્યારેક પોતાના હક્કનો પૈસો પણ જતો કરવાનો વખત આવે તો એની ચિંતા નહીં, પણ અણહક્કની એક પાઈ પણ ઘરમાં ન આવવી જોઈએ. ધર્મના પાયારૂપ પ્રામાણિકતાનો (ન્યાયસંપન્ન-વિભવ’નો) આ મહાન ગુણ, સાવ સહજપણે, જીવન સાથે એકરૂપ બની જવાને લીધે જ શ્રી મનસુખભાઈ એક આદર્શ ધાર્મિક પુરુષ બની શક્યા હતા.
નખશિખ પ્રામાણિક વ્યક્તિ સંસારમાં ભલે કરોડપતિ કે માલેતુજાર ન બને, પણ પૈસે-ટકે સારી રીતે સમૃદ્ધ અને બીજી રીતે પણ સુખી થઈ શકે છે એ સત્યનું સુરેખ દર્શન શ્રી મનસુખભાઈની વ્યાવસાયિક કારકિર્દીમાં પણ થાય છે.
આ રીતે મુંબઈમાં જીવન નિશ્ચિંતતા અને સુખ-શાંતિથી વીતી રહ્યું હતું, એવામાં સને ૧૯૪૬માં એમનાં સુશીલ ધર્મપત્નીના સ્વર્ગવાસની કરુણ ઘટના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org