________________
અમૃત-સમીપે
વેપારી કિ કોમમાં જન્મ લેવા છતાં શ્રી શિવજીભાઈનું ભાગ્યવિધાન કંઈક જુદું જ હતું. પૈસાના યાર બનીને વેપાર ખેડવો કે કોઈની નોકરી કરવી, એ તો એમને હરિગજ મંજૂર ન હતું. એમને એક સ્થાને બાંધી રાખવાનું કામ તો, કાગળના પડીકામાં પાણીને પૂરી રાખવા જેવું અશક્ય હતું : એવા એ મુક્તવિહારી હતા જાણે, પવનની જેમ સતત ભ્રમણશીલ, જન્મજન્માંતરના કોઈ મોટા પરિવ્રાજક હોય એ રીતે જ તેઓ પોતાની જીવનયાત્રાનો પંથ સદા ય ખુશાલીપૂર્વક કાપતા રહ્યા, અને એ જ ખુશાલીનું ભાતું લઈને વિદાય થયા ! કચ્છનો પછાત છતાં ભલો-ભોળો અને શૂરો-સાહસી પ્રદેશ; એનું નાનુંસરખું નલિયા ગામ તેઓની જન્મભૂમિ. સને ૧૮૭૯માં તેઓનો જન્મ. માતા દેવુબા. દીકરો વેપા૨ીનો, પણ ૨ળવા-કમાવા ત૨ફ એનું ધ્યાન નહીં. એને તો લોકોની સેવા કરવાનાં, મન કહે તેમ વર્તવાનાં અને કુદરતના ખોળે ઘૂમવાનાં સોણલાં સતાવ્યા કરે અને એના સ્થિરવાસને મુશ્કેલ બનાવી દે ! ઉંમર વધતી ગઈ એમ એક બાજુ જનકલ્યાણ માટે જાહેર જીવન જીવવાની ઝંખના વધતી ગઈ અને બીજી બાજુ મનના મોરલાના મધુર ટહુકાર સાંભળીને એને સાદે-સાથે જીવનને દોરવાની ઝંખના પ્રબળ બનતી ગઈ. એમનો જીવનરથ સદા ય આ બે ચક્રોને આધારે જ ચાલતો રહ્યો છે, અને એમને કૃતકૃત્ય બનાવતો રહ્યો છે; એટલું ખરું કે ક્યારેક જીવનમાં એક ઝંખનાનું પ્રાબલ્ય રહ્યું, તો ક્યારેક બોજીનું ; અને ક્યારેક એ બન્ને સમાન રીતે પ્રવર્તતી.
૩૦૮
-
કુદરતી રીતે જ એમનાં ઉપર માતા સરસ્વતીની કૃપા સદા ય વરસતી રહી હતી. ભણતરમાં પછાત ગણાતા કચ્છમાં, અને તે ય આજથી ૮૦-૮૫ વર્ષ પહેલાંના યુગમાં, શ્રી શિવજીભાઈએ શાળાનું શિક્ષણ કેટલું અને કેવું મેળવ્યું હશે? પણ સાહસ, સંગીત, રમતગમત, નાટક અને સાહિત્યવાચનનો શોખ એવો કે એ માર્ગે જ એમણે જીવનનું ઘડતર સાધી લીધું. શ્રી શિવજીભાઈની જબાન અને કલમ બન્નેમાં જાણે માતા સરસ્વતીનો જાદુ ઊતર્યો હતો. તેઓ કોઈ નાની-મોટી જાહેરસભામાં બોલતા હોય કે મિત્રો-પરિચિતોનો ડાયરો જમાવીને વાતો કરતા હોય, એમની વાણી સૌને વશ કરી લેતી. ભાંગતી કે તોફાને ચડેલી સભાને વશ કરી લઈને શાંત પાડવી એ તો શ્રી શિવજીભાઈ માટે રમતવાત !
અને જેવી એમની જબાન અસ૨કા૨ક હતી, એવી જ અસરકારક અને મધુર હતી એમની લેખિની. એમની કલમે લખાયેલાં નાનાં-મોટાં સંખ્યાબંધ પુસ્તકો આ વાતની સાક્ષી પૂરે છે. એમનું કોઈ પણ લખાણ વાંચવા બેસીએ તો એ વિદ્યાવિનોદનો રસ પીતાં જ રહીએ એમ થાય. અને ભજનકીર્તન કે ઈશ્વરપ્રાર્થના રૂપે પ્રગટ થયેલી એમની કવિત્વશક્તિ માટે તો શું કહીએ ? તેઓને સંગીતકલાના રસને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org