________________
મહાત્મા ભગવાનદીનજી/શ્રી મગનબાબા
(૮) સ્વનામધન્ય મહાત્મા ભગવાનદીનજી
દુનિયાની સેવા કરીને જીવનને જીવી જાણનાર અને જનતાના હૃદયમાં અમર બની જનાર વ્યક્તિઓ બહુ વિરલ હોય છે; મહાત્મા ભગવાનદીનજી આવી જ એક વિરલ વ્યક્તિ હતા. તેઓ ગૃહસ્થવેશે પણ એક સંતપુરુષ જ હતા.
આવા સ્વનામધન્ય પુરુષ તા. ૪-૧૧-૧૯૬૨ના રોજ નાગપુરમાં ૮૦ વર્ષની પાકટ વયે વિદેહ થતાં આપણા દેશને અને ખાસ કરીને જેઓ એમના થોડા પણ સંપર્કમાં આવ્યા હશે એ સૌને એક આપ્ત-પુરુષની ખોટ પડી; એવું ભવ્ય, નિર્મળ, પરગજુ એમનું જીવન હતું. અને તેથી જ એમને જનતાએ ‘મહાત્મા’નું બહુમાનભર્યું બિરુદ આપ્યું હતું.
૩૦૭
મૂળે તેઓ દિગંબર હતા; પણ સંપ્રદાયવાદ એમને સ્પર્શી નહોતો શક્યો. તેઓ સાચા અર્થમાં રાષ્ટ્રવાદી હતા. ૨૬ વર્ષ જેવી ભરયુવાન વયે પોતાના ઘરપત્ની-પરિવારનો ત્યાગ કરીને દેશસેવાને માટે ચાલી નીકળ્યા હતા. એ નીકળ્યા એ નીકળ્યા, પછી પીછેકદમ કરે એ બીજા ! એવા તેઓ અટંકી જીવનવીર હતા.
તેઓની દૃષ્ટિ ઉદ્દામ હતી; જુનવાણીપણાના તેઓ કટ્ટર વિરોધી હતા. પોતાના નિર્ણયમાં તેઓ ગમે તેવી મુસીબતો સામે પણ અડગ રહેતા હતા. પ્રત્યેક માનવીને એની પોતાની રીતે વિકાસ કરવાની તક મળવી જોઈએ એ એમનો સિદ્ધાંત હતો; અને એ માટે તેઓ જીવનભર અણનમ રહીને ઝઝૂમ્યા હતા.
વિદ્યાવ્યાસંગ અને ગ્રંથસર્જન એ એમનો બીજો પ્રિય વિષય હતો. એમની લેખનશૈલી આગવી હતી; એમણે વિપુલ સાહિત્યનું સર્જન કર્યું હતું.
(તા. ૧-૧૨-૧૯૬૨)
(૯) ભક્તકવિ શ્રી શિવજી દેવશી મઢડાવાળા (મગનબાબા)
‘ભક્તકવિ’, ‘મગનબાબા’ અને ‘મઢડાનિવાસી' તરીકે જાણીતા શ્રીયુત શિવજીભાઈ દેવશીભાઈ શાહનો તા. ૯-૧-૧૯૭૧ના રોજ, ૯૨ વર્ષની પરિપક્વ વયે, ભાવનગરમાં સ્વર્ગવાસ થતાં એક તેજસ્વી, ખુમારીદાર અને મનમસ્તવ્યક્તિ ચિરવિશ્રામની સાચી અધિકારી બનીને આપણાથી સદાને માટે વિદાય થઈ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org