________________
પંડિત દલસુખભાઈ
૩૧
દલસુખભાઈને સંતાનમાં માત્ર એક પુત્ર ભાઈ રમેશ જ છે. પુત્રવધૂ ચારુલતા શાણી, સમજુ અને દલસુખભાઈ પ્રત્યે ખૂબ ભક્તિશીલ છે. પંડિત સુખલાલજી સાથે
‘જૈનપ્રકાશ’ના રૂ. ૪૦ ઉપરાંત બે ટ્યૂશનો ક૨ીને બીજા ૪૦ રૂપિયા તેઓ રળી લેતા. એ સમયમાં આટલી કમાણી સારી ગણાતી. પણ અહીં મોટે ભાગે એમને કારકુની કામ કરવું પડતું અને વિદ્યાપ્રવૃત્તિ કરવાનો ખાસ કોઈ અવસર ન મળતો. શિક્ષક તરીકેનું કામ કરવાથી કે ‘જૈનપ્રકાશ' માટે એકાદ લેખ લખવાથી એમના વિદ્યારંગી ચિત્તને સંતોષ ન થતો. એમનું મન વિદ્યાવૃદ્ધિ તરફ દોરી જાય એવી કોઈ મનગમતી પ્રવૃત્તિઓ માટે ઝંખ્યા કરતું.
દિલની અદમ્ય અને નિર્મળ ઝંખનાને ક્યારેક તો સફળતાનો ઉપાય મળી આવે છે. દલસુખભાઈને આ માટે વધારે રાહ જોવી ન પડી. મુંબઈમાં સને ૧૯૩૪ના ડિસેમ્બરમાં એમનો પૂજ્ય પંડિત શ્રી સુખલાલજીને વિશેષ પરિચય થયો. પંડિતજીએ એમનું હીર પારખી લીધું. તેઓ એ વખતે બનારસ હિંદુ યુનિવર્સિટીની ઓરિયેન્ટલ કૉલેજમાં જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક કૉન્ફરન્સે સ્થાપેલ જૈન-ચૅરના અધ્યાપક હતા. એમને દલસુખભાઈને પોતાના વાચક તરીકે બનારસ આવવા કહ્યું. પગાર માસિક રૂ. ૩૫.
ઘર અને કુટુંબ માટે પૈસાની કંઈ ઓછી જરૂર ન હતી; અને બનારસ જવામાં તો માસિક રૂ. ૮૦ની કમાણી છોડીને માત્ર રૂ.૩૫થી જ ચલાવવાનું હતું. પણ દલસુખભાઈનું ધ્યાન આર્થિક ભીંસમાં પણ ધન કરતાં જ્ઞાન તરફ વિશેષ હતું. એમણે પંડિતજીની માગણી સ્વીકારી લીધી. આજે એમ લાગે છે કે આ નિર્ણય દિશાપલટા જેવો ભારે મહત્ત્વનો નિર્ણય હતો.
પંડિતજીની કસોટી બહુ આકરી છે. પૂર્વગ્રહ, કદાગ્રહ, સાંપ્રદાયિક કટ્ટરતા, પાંથિક અંધશ્રદ્ધા કે બુદ્ધિની સંકુચિતતાથી જેનું મન ઘેરાયેલું હોય એ તો એમની પાસે ટકી જ ન શકે. શાસ્ત્રોના અભ્યાસ પાછળ પણ જુનવાણીપણાના સમર્થનની નહિ, પણ સત્યની શોધની જ દૃષ્ટિ હોવી જોઈએ. દલસુખભાઈ પંડિતજીની એ કસોટીમાં સોએ સો ટકા પાર ઊતર્યા. તરત જ પંડિતજીની અમીદ્રષ્ટિ દલસુખભાઈ ઉપર વરસવા લાગી. તેઓ પંડિતજીના શિષ્ય ઉપરાંત મિત્ર અને સાથી બની ગયા; પિતાપુત્રની જેમ બંને એકરસ બની ગયા !
પંડિતજીએ ભારતીય તત્ત્વજ્ઞાનની ચાવીરૂપ કેટલાક ગ્રંથો દલસુખભાઈને ભણાવ્યા. શરૂઆતમાં તો ઘ૨આંગણે પંડિતજીના વાચક તરીકે કામ કરવાની સાથેસાથે તેઓ અધ્યયન પણ કરતા રહ્યા, તેમ જ પંડિતજીના વર્ગોનો લાભ પણ લેતા રહ્યા. પછી તો, દલસુખભાઈની યોગ્યતા જોઈને, પંડિતજી એમને પોતાના વર્ગો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org