________________
-
-
અમૃત-સમીપે અધ્યયન કરવાનો અવસર મળ્યો. અને ગુરુદેવ ટાગોરની વિધવાત્સલ્ય અને વિશ્વશાંતિની ભાવનાની સુભગ છાયા તો ત્રઋષિઆશ્રમ સમા એ વિદ્યાધામમાં સદાકાળ પથરાયેલી રહેતી. વળી, ત્યાંના સમૃદ્ધ અને સહુને માટે સદા ય ઉઘાડા રહેતા પુસ્તકાલયનો લાભ દલસુખભાઈએ ખૂબ લીધો. જૈન આગમો તથા અન્ય ગ્રંથોનું પોતાની જાતે જ બહોળું વાચન અને મનન કરવાનો અપૂર્વ અવસર એમને અહીં મળ્યો. એક વર્ષ શાંતિનિકેતનમાં રહ્યા, અને અભ્યાસકાળનો – વિદ્યાર્થીજીવનનો – એક મહત્ત્વનો તબક્કો પૂરો થયો. શાંતિનિકેતનમાં દલસુખભાઈની વિદ્યાવૃત્તિ શતદળ કમળની જેમ એવી પાંગરી કે એમની ગણના હવે વિદ્યાર્થીના બદલે વિદ્વાન કે પંડિતની કક્ષામાં થવા લાગી. સાત વર્ષ અનાથાશ્રમમાં અને સાતેક વર્ષ ટ્રેનિંગ કૉલેજના સહારે અભ્યાસ કરીને સને ૧૯૩૪માં એમણે શાંતિનિકેતન છોડ્યું. લગ્ન અને નોકરી
આ અભ્યાસકાળ દરમ્યાન જ, ૧૯૩૨માં ૨૨ વર્ષની ઉંમરે દલસુખભાઈનાં લગ્ન ધ્રાંગધ્રાનાં શ્રીમતી મથુરાબહેન (મથુરાગરી) સાથે થઈ ચૂક્યાં હતાં. એટલે હવે પોતાની મનમોજ ખાતર વધુ અભ્યાસમાં સમય વિતાવવો એ, ફરજની ઉપેક્ષા કરવા જેવું કે મનોવિલાસમાં રાચવા જેવું હતું. હવે તો કમાણી એ, જ મુખ્ય ધ્યેય બનાવવાની જરૂર હતી. ટ્રેનિંગ કૉલેજના નિયમ પ્રમાણે માસિક રૂ. ૪૦ના પગારથી સ્થાનકવાસી જૈન કોન્ફરન્સના મુખપત્ર “જૈનપ્રકાશ'ની ઑફિસમાં મુંબઈમાં શ્રી દલસુખભાઈ નોકરીમાં જોડાઈ ગયા.
દલસુખભાઈના કુટુંબજીવન અંગે અહીં જ સંક્ષેપમાં નિર્દેશ કરવો ઉચિત લાગે છે. એમનું લગ્નજીવન સાદું અને સુખી હતું. મથુરાબહેન પણ દલસુખભાઈની જેમ શાંત સ્વભાવનાં, સાદાં, એકાંતપ્રિય અને ઓછાબોલાં હતાં. કમનસીબે એમને ડાયાબિટીસનો વ્યાધિ લાગુ પડ્યો; અને સને ૧૯૯પના જાન્યુઆરીની ૨૪મી તારીખે મુંબઈમાં એમનું અકાળ અવસાન થયું. શ્રી દલસુખભાઈના સુખી જીવન ઉપર આ એક પ્રકારનો વજપાત હતો. ગરવા, શાંત અને સ્વસ્થ પ્રકૃતિના દલસુખભાઈ આ અસાધારણ આપત્તિને સમભાવપૂર્વક બરદાસ્ત કરી રહ્યા. છતાં એનો છૂપો જખમ એમના અંતર ઉપર કેવો ઘેરો પડ્યો છે તે એમની એક પ્રસંગે વહેલી મિતાક્ષરી દર્દભરી વાણીમાં જોવા મળે છે. મથુરાબહેનના અવસાન પછી એકાદ વર્ષે દલસુખભાઈનું સામયુ નૈનદર્શન નામે પુસ્તક આગ્રાના સન્મતિ જ્ઞાનપીઠ તરફથી પ્રગટ થયું. એ પુસ્તક મથુરાબહેનને અર્પણ કરતાં એમણે કોઈ કરુણ રસના કવિની જેમ લખ્યું :
प्रिय पत्नी मथुरागौरीको, जिन्होंने लिया कुछ नहीं, दिया ही दिया है ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org