________________
૨૯
પંડિત દલસુખભાઈ અંજારમાં શતાવધાની પંડિત મુનિવર્ય શ્રી રત્નચંદ્રજી મહારાજ પાસે રહ્યા. મુનિજી મોટા વિદ્વાન અને ભદ્રપ્રકૃતિના સાધુપુરુષ હતા. ચોમાસા બાદ બધા વિદ્યાર્થીઓ બાવર જૈન ગુરુકુળમાં રહ્યા. ૧૯૩૦માં દલસુખભાઈ “ન્યાયતીર્થ' થયા; ઉપરાંત સંસ્થા તરફથી એમને “જૈન વિશારદ'ની પદવી મળી.
આ ત્રણ વર્ષમાં દલસુખભાઈએ સંસ્કૃત-પ્રાકૃત ભાષા અને ધર્મશાસ્ત્રોના અભ્યાસમાં જે નિપુણતા બતાવી, તેથી શ્રી દુર્લભજીભાઈ ઝવેરીએ ભવિષ્યના આ છૂપા ઝવેરાતનું હીર પારખી લીધું. આગમોના અભ્યાસ માટે એમણે દલસુખભાઈને તથા શ્રી શાંતિલાલ વનમાળીદાસ શેઠને અમદાવાદમાં પૂજ્ય પંડિતવર્ય શ્રી બેચરદાસજી પાસે મોકલ્યા. પંડિતજી જૈન આગમોના મર્મજ્ઞ વિદ્વાન હોવા સાથે ઐતિહાસિક તેમ જ તુલનાત્મક દૃષ્ટિએ આગમોને સમજવાસમજાવવાની મૌલિક દૃષ્ટિ ધરાવે છે. દલસુખભાઈને એમની પાસે આગમોના અભ્યાસની જાણે મુખ્ય ચાવી મળી, તેમ જ પંથમુક્ત થઈને સત્યને શોધવા અને સ્વીકારવાની વિશિષ્ટ દૃષ્ટિ પણ મળી. સાથે-સાથે રાષ્ટ્રભાવના પણ વધારે ખીલી. આ રીતે બે વર્ષ આ અભ્યાસ ચાલ્યો. એમ કહેવું જોઈએ કે દલસુખભાઈના વિદ્યાવિકાસમાં તેમ જ જીવનવિકાસમાં પંડિત શ્રી બેચરદાસજી સાથેનાં આ બે વર્ષ વિશિષ્ટ સીમાસ્તંભરૂપ બની રહે એવાં વીત્યાં. અમદાવાદના આ નિવાસ દરમ્યાન જ એમને પૂજ્ય પંડિતવર્ય શ્રી સુખલાલજીની ઓળખ થયેલી. બેચરદાસજીને જેલીનિવાસ મળ્યો, અને દલસુખભાઈનો અમદાવાદનો અભ્યાસકાળ પૂરો થયો.
પણ શ્રી દુર્લભજીભાઈ ઝવેરી તો અભ્યાસી વિદ્યાર્થીઓને આગળ વધારવામાં પાછા પડે એવા ન હતા. તે વખતે ગુરુદેવ ટાગોરનું શાંતિનિકેતન ભારતીય વિદ્યા ઉપરાંત પૌરસ્ય વિદ્યાના અધ્યયનનું કેન્દ્ર લેખાતું. અહીં એશિયાના તેમ જ યુરોપના પણ દિગ્ગજ વિદ્વાનોનો અધ્યયન-અધ્યાપન માટે મેળો જામતો. સાંસ્કૃતિક અભ્યાસનું એ મોટું મિલનસ્થાન હતું, અને ત્યાં નહિ જેવા વેતને અધ્યાપન કરવામાં મોટા-મોટા વિદ્વાનો પણ ધન્યતા અનુભવતા. શ્રી દુર્લભજીભાઈએ દલસુખભાઈ, શાંતિભાઈ વગેરેને વિશ્વસંસ્કૃતિના સંગમસ્થાન સમા આ વિદ્યાધામમાં મોકલી આપ્યા. શ્રી દુર્લભજીભાઈની આ દૂરંદેશી કેટલી બધી ઉપકારક નીવડી !
શાંતિનિકેતનમાં મહામહોપાધ્યાય શ્રી વિધુશેખર શાસ્ત્રી ભટ્ટાચાર્ય જેવા આદર્શ શિક્ષક પાસે પાલિભાષા અને બૌદ્ધ ધર્મશાસ્ત્રોના અભ્યાસનો તો લાભ મળ્યો જ, ઉપરાંત એક વિદ્યાતપસ્વી ઋષિ જેવા એમના નિઃસ્વાર્થ, સાદા, નિર્મળ અને ઘડિયાળ જેવા નિયમિત જીવનની ઊંડી અસર પણ ઝીલવા મળી. પૂજ્ય પુરાતત્ત્વાચાર્ય મુનિશ્રી જિનવિજયજી પાસે પ્રાકૃતભાષા અને જૈન આગમોનું વિશેષ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org