________________
૨૯o
અમૃત-સમીપે દસ વર્ષ પૂર્વે મારી પ્રેરણાથી સ્થાપિત હરિયાણા-ગ્રામ-પ્રાયોગિક સંઘ (અંબાલા)ના મંત્રી ડૉ. બલવીરસિંહજી ચૌહાણ તો, આ વખતે, ઘરથી એક વર્ષની નિવૃત્તિ લઈને, મારી સાથે ધર્મપ્રચાર અને વ્યસનત્યાગનું કામ કરવા તૈયાર થઈ રહ્યા છે. તેઓ બિલાસપુર બ્લોકનાં ગામોમાં ગ્રામોત્થાનનું કામ કરી રહ્યા છે.
(તા. ૧૮-૮-૧૯૭૦) મુનિરાજશ્રી જનકવિજયજી ગણીએ, એકાદ દાયકાથી, હિમાચલ, પંજાબ તથા હરિયાણા પ્રદેશના પછાત વિસ્તારોમાં વસતા પછાત વર્ગમાં જ્ઞાતિ, વર્ણ કે ધર્મના કોઈ પણ જાતના ભેદભાવ વગર, માનવમાત્રને સમાન આદરભાવ અને વાત્સલ્યના અધિકારી ગણીને, માનવતાના સંસ્કારોને પ્રગટાવવાનું અને એ માટે એમને કુવ્યસનો, કુટેવો અને કુસંસ્કારોથી મુક્ત કરીને સંસ્કારી અને શિક્ષિત બનાવવાનું જે યજ્ઞકાર્ય હાર્થ ધર્યું છે, તે ધર્મનું અને ધર્મપ્રભાવનાનું ઉત્તમ, પવિત્ર અને પાયાનું કાર્ય છે.
શ્રી જનકવિજયજી અલગારી સ્વભાવના શ્રમણ છે. ઓછામાં ઓછી જરૂરિયાતોથી સારી રીતે કેમ જીવવું અને ગોચરી-પાણીની મુશ્કેલીમાં પણ આનંદમગ્ન કેમ રહેવું એ વાતના તો તેઓ જાણે કળાકાર જ છે.
વિશેષ આનંદ ઉપજાવે એવી વાત તો એ છે, કે પોતાના આ શિષ્યરત્નની લોકોદ્ધારની આવી ઉમદા ભાવનાની કદર કરીને, સ્વર્ગસ્થ આચાર્ય મહારાજ શ્રી વિજયસમુદ્રસૂરિજીએ ઉદારતાથી એમને પોતાના અંતરના આશીર્વાદ આપ્યા હતા, અને એમ કરીને મુનિરાજશ્રી જનકવિજયજીને માનવીનો ઉદ્ધાર કરવાનું ધર્મનું પાયારૂપ કાર્ય કરવાની મોકળાશ કરી આપી હતી. પોતાના શિષ્યના વિકાસ અને કાર્યમાં ગુરુએ આવો રસ લીધો હોય એવા દાખલા બહુ જ ઓછા જોવા મળે છે. દિલની આટલી બધી વિશાળતા એ શ્રમણ-જીવનના પ્રાણરૂપ સમતાની સફળ સાધનાનું જ સુપરિણામ સમજવું જોઈએ.
સ્વર્ગસ્થ આચાર્ય મહારાજ માટે સંતોષ અને આનંદની વાત તો એ બની કે કાળધર્મના થોડા વખત પહેલાં જ તેઓએ પોતાના આ માનવતાના પ્રેમી, પ્રેરક અને પ્રચારક શિષ્યરત્નની કાર્યભૂમિ અને કામગીરીને પોતાની નજરોનજર જોવાનો સમય મેળવ્યો હતો, અને એ કાર્યનું મહત્ત્વ પિછાણીને “મેં સાંભળ્યું હતું એના કરતાં પણ અહીં વધારે જોયું” એવા હર્ષોલ્ગાર વ્યક્ત કર્યા હતા.
' મુનિરાજ શ્રી જનકવિજયજી ગણીના કાર્યક્ષેત્રની સ્વર્ગસ્થ આચાર્ય મહારાજે લીધેલી મુલાકાતનો મુનિ શ્રીનિત્યાનંદવિજયજીએ લખેલો અહેવાલ પંજાબની શ્રી આત્માનન્દ જૈન મહાસભાના માસિક મુખપત્ર “વિજયાનંદના ચાલુ (૧૯૭૭) મે માસના અંકમાં છપાયો છે, તે જાણવા જેવો હોવાથી એમાંનો કેટલોક ભાગ અહીં સાભાર ઉધૂત કરીએ છીએ, -
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org