________________
૨૭૧
મુનિશ્રી જનકવિજયજી
“સર્વધર્મસમન્વયી ગણિવર્ય શ્રી જનકવિજયજી મહારાજના હૃદયસાગરમાં, દસ વર્ષ પહેલાં, એક વિચાર-તરંગ ઊઠ્યો કે આજનો સાધુવર્ગ ઉપધાન, પ્રતિષ્ઠા, અંજનશલાકા વગેરે ધાર્મિક કાર્યો કરવામાં જે સંતોષ માની રહ્યો છે, અને પોતાની મોટાઈ માને છે, એનો હું વિરોધી નથી; પણ ગામડાંમાં જ્યાં સાધુઓ પણ નથી પહોંચ્યા તેમ જ માંસ, દારૂ, સિગરેટ વગેરે વ્યસનો તથા સામાજિક કુરિવાજો અને બદીઓનું સામ્રાજ્ય છે, ત્યાં જઈને જો લોકોને ભગવાન મહાવીરની વાણી દ્વારા “જીવો અને જીવવા દો”, “વા માગુરૂગાર્ડ' – માનવજાતિ એક જ છે અને અહિંસા, અનેકાંત તથા ધર્મનું વાસ્તવિક સ્વરૂપ સમજાવવામાં આવે તો ઘણો લાભ થશે; જો કે શરૂઆતમાં અનેક મુશ્કેલીઓના ઝંઝાવાતની સામે પણ અડગ રહીને ચાલવું પડશે, અપમાનની આંધીઓમાં પણ સમભાવ રાખીને સ્થિર રહેવું પડશે.
“ગણીજી-મહારાજ પાસે સ્પષ્ટ દૃષ્ટિ તેમ જ કરવા ધારેલા કામની રૂપરેખા પણ સ્પષ્ટ હતી. એમની નજર સામે ભગવાન મહાવીરના અનેકાંતદર્શનના વ્યાવહારિક રૂપ સમાન અહિંસક સમાજરચનાનું પ્રાયોગિક ચિત્ર તેમ જ મહાત્મા ગાંધીજીની સાત પ્રકારના સ્વાવલંબનની ગ્રામસુધારણાની યોજના હતી. એનો જ ધ્વજ લઈને, પૂર્ણ નિષ્ઠા તેમજ મક્કમ નિર્ધાર સાથે, ગણીજી આગળ વધ્યા. તેઓ માર્ગમાં આવતી જાતજાતની મુશ્કેલીઓનો હસતાં-હસતાં સામનો કરતા રહ્યા અને પોતાના કાર્યક્રમને આગળ વધારતા રહ્યા.
જૈનધર્મના આચારોને જાણતા નહીં હોવાને કારણે, તેમ જ ક્યારેક ત્યાંના લોકોએ જૈન મુનિને જોયેલ નહીં હોવાના કારણે, ગામડાની જનતાની, આહારપાણીની ઉપેક્ષા, માન-અપમાન, તેમ જ ઉચિત-અનુચિત સવાલ વગેરે કંઈક વાતોનો અનુભવ થયો. કેટલાક લોકોએ માની લીધું કે મુનિજી જૈનધર્મના પ્રચાર માટે તેમ જ સમાજના બધા લોકોને જૈન બનાવવા આવ્યા છે. જ્યારે એમણે લોકોના મોઢે આ વાત સાંભળી ત્યારે એમણે કહ્યું કે હું જૈનધર્મની જેમ દરેક ધર્મનો આદર કરું છું. કોઈ જન્મમાત્રથી જૈન, બ્રાહ્મણ, ક્ષત્રિય કે શૂદ્ર નથી બનતો, પણ આચરણથી જ થાય છે. ધર્મની વિશાળતા સમજાવતાં ગણીજી મહારાજ કહ્યા કરતા હતા, કે જે ધર્મ કોઈને ત્યાં જમવાથી કે કોઈને અડકવા માત્રથી પોતાની જાતને અપવિત્ર થઈ ગયેલી માને છે, માનવી-માનવી વચ્ચે દ્વેષથી ભેદભાવ ફેલાવે છે, એ ધર્મ નહીં પણ અધર્મ છે. ધર્મનું કામ વેરવિખેર બનેલી માનવજાતની કડીઓને જોડવાનું છે, નહીં કે તોડવાનું. ધર્મનું લક્ષ્ય વિકારો અને વ્યસનોથી મુક્તિ અપાવીને અને છેવટે આત્મસાધનાના બળે પરમ સત્યની પ્રાપ્તિ કરાવીને જન્મ-મરણના બંધનથી મુક્તિ અપાવવી એ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org