SearchBrowseAboutContactDonate
Page Preview
Page 535
Loading...
Download File
Download File
Page Text
________________ અમૃત-સમીપે પ્રસંગે એમણે પોતાના ધર્મપાલનમાં ઊણપ આવવા દીધી ન હતી. અભક્ષ્યનો ત્યાગ, સામાયિક, પ્રતિક્રમણ, ચોવિહાર વગેરેનું અખંડપણે પાલન થતું જ રહેતું! સત્તાના સ્થાને રહીને સંપત્તિની લાલચ કે વિલાસિતાની મોહમાયાથી બચવું અત્યંત મુશ્કેલ છે; પણ શ્રી મોહનભાઈ મક્કમ મનના ધર્મપુરુષ હતા. તેથી જ તેઓ ખુમારીપૂર્વક પોતાની રોજનીશીમાં એવું સુવર્ણવાક્ય નોંધી શક્યા છે કે લાંચ-રૂશ્વતને હું મારા પુત્રની માટી સમાન ગણતો હોવાથી મેં કદી પણ લાંચરૂશ્વત લીધી નથી.” શ્રી મોહનભાઈએ બાવીસ વર્ષની ઉંમરેથી રોજનીશી લખવાની ટેવ પાડી હતી, તે ૯૨ વર્ષની ઉમર સુધી – જીવનના વિશ્રામ સુધી – એમણે સાચવી રાખી હતી એ બીના એમની આત્મનિરીક્ષણની તાલાવેલીનું સૂચન કરે છે. અમે ઇચ્છીએ છીએ કે એમના વારસદારો આ રોજનીશીઓનું સંપાદન કરાવીને એને પ્રગટ કરે. એનો લાભ વ્યાપક જનસમાજને મળે એ જરૂરી છે. - શ્રી મોહનભાઈ સ્વમાની એવા હતા કે રતલામના દીવાનપદામાં પોતાનું સ્વમાન સચવાતું ન લાગ્યું કે તરત એનો ત્યાગ કર્યો. તેઓ જીવન પ્રત્યે સભાન પણ એવા હતા કે પચાસ વર્ષની, નિવૃત્તિ માટે અપક્વ ગણાય એવી વયે પણ તબિયત બરાબર ન રહેવાથી, પોતાના મિત્ર-ડૉક્ટરની સલાહથી સદાને માટે વ્યવસાયમાંથી નિવૃત્ત થયા; એ વખતે સત્તા કે સંપત્તિની લાલચ એમને લોભાવી ન શકી. પછી પૂરાં બેંતાલીસ વર્ષ સુધી તેઓ ધર્મમય જીવન જીવતા રહ્યા. રોજનો ૧૭થી ૧૮ કલાકનો એમનો કાર્યક્રમ રહેતો. ધર્મચિંતન, ધર્મવાચન, સેવાપ્રવૃત્તિઓને પ્રોત્સાહન, ધર્મશ્રવણ, ધર્મચર્ચા અને ધર્મક્રિયા દ્વારા તેઓ જીવનનો આનંદ માણતા રહ્યા અને સમાધિમરણને વર્યા ! (તા. ૧૯-૩-૧૯૯૯) (૫) સમતાપ્રેમી તપસ્વી શ્રી રામચંદ્રભાઈ લાંબી અને આકરી તપસ્યાના તાપથી પોતાના જીવનને નિર્મળ કરવાનો પ્રયત્ન કરનાર એક ધર્મપ્રેમી મહાનુભાવની આ નાનીસરખી કીર્તિકથા છે; અને આપણી નજર સામે જ એ રચાઈ રહી છે. એ કથા સાંભળતાં થોડોક ભૂતકાળ સાંભરી આવે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001048
Book TitleAmrut Samipe
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Nitin R Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages649
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, & Sermon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy