________________
શ્રી રામચંદ્રભાઈ
૫૧૩ આશરે ચારસો વર્ષ પહેલાંનો સમય; આગ્રા શહેર અને સમ્રાટ અકબરનું રાજ્ય. ત્યાં એક જૈન બહેન રહે; ચંપા એનું નામ. જૈનધર્મ ઉપર એને ભારે આસ્થા. એણે છ મહિનાના ઉપવાસનાં ભારે આકરાં તપ આદર્યા અને પૂરાં કર્યાં. ભાવિક જનોએ એ તપની પૂર્ણાહુતિનો વરઘોડો કાઢ્યો; બહેન ચંપાને પાલખીમાં બેસારી અને પોતાના ખભે એ પાલખીને ઉપાડી. આખું નગર તપસ્વી બહેનના જયનાદોથી ગાજી ઊઠ્યું. નગરનાં નર-નારીઓ એ બહેનને ભાવપૂર્વક વંદન કરી રહ્યાં. સમ્રાટ અકબરના અંતરમાં પણ ભક્તિની ભાગીરથી વહેવા લાગી.
ચારેક વર્ષ પહેલાંની વાત છે. અમદાવાદ શહેર અને સંવત્સરીનો દિવસ. પૌષધવ્રતધારીઓનો એક સમૂહ પ્રભુદર્શને જઈ રહ્યો છે. એમના ખભે એક શિબિકા (સ્ટ્રેચર) છે, અને એમાં એક તપસ્વી સૂતા છે. તપસ્વીને જનતા વંદે છે, જનતાને તપસ્વી અભિનંદે અને અભિનંદે છે. ભારે હર્ષ અને ઉલ્લાસનું વાતાવરણ છે. તપસ્વીએ એક મહિનાના ઉપવાસ કર્યા છે, અને પર્યુષણના આઠ દિવસ માટે પૌષધવ્રત સ્વીકારીને એ સાધુના જેવું જીવન જીવી રહ્યા છે. સાધુથી તો વાહનમાં બેસાય જ નહીં, અને એક મહિનાની તપસ્યા પછી કાયા ડગ ભરવાની ના કહે. પણ તપસ્વીના અંતરમાં પ્રભુદર્શનની ભારે તાલાવેલી. એમના સાથીઓ સમય વર્તી ગયા; અને એ તપસ્વીને શિબિકામાં પોતાને ખભે બેસારીને પ્રભુદર્શને લઈ ગયા. જેમણે-જેમણે એ દશ્ય નિહાળ્યું તે ધન્ય બની ગયાં. આ તપસ્વી તે શ્રી રામચંદ્ર ગોપાળદાસ શાહ. કટોસણ પાસેનું કાનપુર ગામ એ એમનું વતન. માતાનું નામ ચંપાબહેન. જ્ઞાતિએ વીસા પોરવાલ. જન્મ-સંવત વિ. સં. ૧૯૯૮; અભ્યાસ ફક્ત ગુજરાતી પાંચ ચોપડી જેટલો. સ્થિતિ સાધારણ – આજ રળે એ કાલ ખાય એવી. ભાંડમાં એક ભાઈ અને એક બહેન. પત્ની કમળાબહેન; સંતાનમાં છ દીકરી અને એક દીકરો.
રામચંદ્રભાઈ હજી યૌવનને આરે પહોંચ્યા ન પહોંચ્યા ને કુટુંબનો ભાર માથે આવી પડ્યો. શરૂઆતમાં વિરમગામમાં નોકરી કરી, પછી દસ વર્ષ પૂનામાં કાઢ્યાં, અને છેલ્લાં ઓગણીસ વર્ષથી તેઓ અમદાવાદમાં નોકરી કરે છે.
શરૂઆતમાં તો એમનામાં ધર્મ પ્રત્યેની કોઈ પ્રીતિ હતી જ નહીં; ઊલટું ક્યારેક સાધુસમુદાયની કે ધાર્મિક ક્રિયાઓની ટીકા, નિંદા કે મશ્કરી કરવામાં એમને આનંદ આવતો ! આમ છતાં એક સંસ્કાર એમનામાં પહેલેથી જ ખરો કે જે કામ કરવું એ નિષ્ઠાપૂર્વક અને પ્રામાણિકતાથી કરવું અને અન્યાયનું ધન ધૂળ સમાન લેખવું.
ન્યાયપાર્જિત ધન એ તો માર્ગાનુસારીપણાનું પહેલું પગથિયું. ધર્મભાવનાનું આ બીજ આગળ જતાં પાંગર્યું અને એક વખતના ધર્મના વિરોધી અને નિંદક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org