________________
૫૧૪
અમૃત-સમીપે
રામચંદ્રભાઈએ ધર્મના ચરણે પોતાનું જીવન ધરી દીધું, અને તેઓ ધર્મના પ્રશંસક, પાલક અને સમતાપ્રેમી તપસ્વી બની ગયા.
વિ. સં. ૧૯૯૬ની એ સાલ. ત્યારે શ્રી રામચંદ્રભાઈ પૂનામાં રહેતા હતા. તે વર્ષે પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી વિજયપ્રેમસૂરિજી અને વિજયરામચંદ્રસૂરિજી પૂનામાં ચાતુર્માસ ૨હેલા. આ વખતે શ્રીયુત મોહનલાલ સખારામની પ્રેરણાથી શ્રી રામચંદ્રભાઈ તેઓશ્રીના સંપર્કમાં આવ્યા. એ સંપર્કે શ્રી રામચંદ્રભાઈમાં ધર્મભાવનાનું બીજાધાન કર્યું. એમને સમજાયું કે અત્યાર સુધીનો સમય પ્રમાદમાં અને દેવ-ગુરુની નિંદા કરવામાં નિરર્થક હતો.
પણ માત્ર પશ્ચત્તાપ કે અફસોસ કરીને સંતોષ માને એવો એમનો આત્મા ન હતો; એમાં તો જાગેલા સવિચારનો સત્વર અમલ કરવાનું ખમીર ભર્યું હતું. એમણે તો તરત જ, જાગ્યા ત્યારથી સવાર ગણીને, પોતાના જીવનની દિશા પલટી નાખી.
પણ હજી ધર્મપ્રીતિનો પાકો રંગ લાગવો બાકી હતો. એમ ને એમ બીજાં પાંચ વર્ષ વીતી ગયાં. તે દરમ્યાન શ્રી રામચંદ્રભાઈ પૂના છોડીને અમદાવાદમાં નોકરી કરવા આવી પહોંચ્યા.
વિ. સં. ૨૦૦૧ની સાલ શ્રી રામચંદ્રભાઈના જીવનમાં સીમાચિહ્નરૂપ બની ગઈ. ત્યારે પૂ. આ. શ્રી વિજયપ્રેમસૂરિજી અને વિજયરામચંદ્રસૂરિજી અમદાવાદમાં હતા, અને જ્ઞાનમંદિરમાં ગુરુમૂર્તિની પ્રતિષ્ઠાનો ઉત્સવ હતો. આ વખતે શ્રી રામચંદ્રભાઈ તેઓશ્રીના વિશેષ સંપર્કમાં આવ્યા અને એમનો ધર્મરંગ દૃઢ બની ગયો.
શ્રી રામચંદ્રભાઈ પોતાના પરમ ઉપકારી આ બંને આચાર્યવર્ષો અને શ્રી મોહનલાલભાઈનાં નામ લેતાં આભારની લાગણીથી ગદ્ગદિત બની જાય છે. સ્વર્ગસ્થ પૂજ્ય આ. મ. શ્રી વિજયભક્તિસૂરિજીને પણ તેઓ પોતાના એક ઉપકારી લેખે છે. જ્યારે પોતે કરેલ ધર્મનિંદા કે ધર્મવિરોધી આચરણની તેઓ વાત કરે છે, ત્યારે તીવ્ર વેદનાની રેખાઓ એમના ચહેરા ઉપર તરી આવે છે, અને એમની આંખો પશ્ચાત્તાપના પવિત્ર જળથી ઊભરાઈ જાય છે. એ દશ્ય જોનારની આંખો પણ આંસુભીની થયા વગર રહેતી નથી.
ધર્મનો રંગ તો લાગી ચૂક્યો હતો; પણ જવાબદારીથી છટકી જઈને કે ઘરસંસારનો ત્યાગ કરીને ધર્મસાધના કરવી એમને મુનાસિબ ન લાગી. એથી એમણે જળકમળની જેમ ઘરસંસારમાં રહીને પોતાની ધર્મસાધના ક૨વાનો સંકલ્પ કર્યો. આ સંકલ્પને પાર પાડવામાં શ્રી રામચંદ્રભાઈના આત્માનું ખમીર બરાબર દેખાઈ આવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org