SearchBrowseAboutContactDonate
Page Preview
Page 611
Loading...
Download File
Download File
Page Text
________________ અમૃત-સમીપે પછી તો બધું ધ્યાન પેઢીને કામ કરતી કરવા ઉપર જ કેન્દ્રિત કર્યું. બંને ભાઈઓની સારમાણસાઈ, ભલમનસાઈ, પ્રામાણિકતા વગેરે ગુણોથી ધીમે-ધીમે લેખકોનો સાથ મળતો ગયો. સને ૧૯૩૮માં ગૂજરાતના વિખ્યાત સાક્ષર શ્રી ‘ધૂમકેતુ'એ એમને સાથ આપવો શરૂ કર્યો. આ પેઢીની લેખક પ્રત્યેની નખશિખ પ્રામાણિકતા દાખલારૂપ અને વિરલ છે. પ્રામાણિક પ્રકાશકની શોધની ચિંતામાં પડેલા શ્રી મેઘાણીભાઈએ, શ્રી ધૂમકેતુની ભલામણથી, ગૂર્જરને પોતાના પ્રકાશક બનાવ્યા. એ જ રીતે ગુજરાતના વિખ્યાત લેખકો શ્રી ગુણવંતરાય આચાર્ય, શ્રી મનુભાઈ જોધાણી, શ્રી જયભિખ્ખુ, શ્રી કનૈયાલાલ મુનશી, શ્રી રામનારાયણ પાઠક, શ્રી ઉમાશંકર જોશી વગેરેના ગ્રંથો પ્રગટ કરવાનાં માન અને ગૌરવ ગૂર્જરને મળ્યાં. ૫૮૮ ગૂર્જરને પોતાનાં પુસ્તકો પ્રકાશન માટે આપવામાં લેખકો પૂરેપૂરી આર્થિક નિશ્ચિતતા અનુભવે અને ગૌરવ સમજે એવી પ્રતિષ્ઠા શ્રી શંભુભાઈ-ગોવિંદભાઈને તેમના નિખાલસ અને સો ટચના સોના જેવા નિર્મળ વ્યવહારે અપાવી છે. લોકોમાં તો કહેવત છે કે આઘો-પાછો હાથ પડ્યા વગર પૈસાદાર ન થવાય. શ્રી શંભુભાઈગોવિંદભાઈએ આ કહેવતની સામે ગૂર્જરની આગવી જ સફળતાનો એક જ્વલંત દાખલો મૂક્યો છે. શોધવા જઈએ તો આ બે ભાઈઓની પ્રામાણિકતા અને નીતિમત્તાના સંખ્યાબંધ પ્રસંગો મળી શકે. પંડિત સુખલાલજી એક પ્રસંગ કહે છે તે નોંધવા જેવો છે: શ્રી શંભુભાઈ પંડિતજી પાસે રહ્યા તે પછી એક દિવસ મોતીબહેને વટાવવા માટે રૂ. ૧૦૦ની નોટ આપી; કમનસીબે એ નોટ શંભુભાઈ પાસેથી પડી ગઈ. પંડિતજી પાસે આવીને એમણે એ વાત કરી અને પોતાના પગારમાંથી એ રકમ કાપી લેવા કહ્યું. શંભુભાઈની સચ્ચાઈ અને નિખાલસતાની પંડિતજીના મન ઉ૫૨ ખૂબ અસર થઈ; તેઓ આ માટે તૈયાર ન હતા. ત્યાં બે દિવસ બાદ પ્રો. અભ્યુંકરે છાપામાં જાહેરાત છપાવી કે કોઈની રૂ. ૧૦૦ની નોટ ખોવાતી હોય તો ખાતરી કરાવીને ગાયકવાડની હવેલીમાંથી પોલીસખાતામાંથી મેળવી લેવી. આ નોટ એલિસબ્રિજના ગરનાળા પાસેથી એક ભંગીને મળી હતી; એણે એ શું છે એ માટે પ્રો. અમ્બંકરને પૂછેલું. એમણે એ માટે જાહેરખબર છપાવી. છેવટે એ નોટ પંડિતજીને પાછી મળી ગઈ ! ધંધો સદા ય એકધારો અનુકૂળ જ ચાલે એવું ન બને; એમાં પણ ચડતીપડતી આવે જ. આવા કસોટીના સમયમાં પણ આ બે ભાઈઓનાં મન ક્યારેય પ્રામાણિકતા, સચ્ચાઈ અને વિમળ વ્યવહારની બાબતમાં પાછાં પડ્યાં જાણ્યાં નથી : એ જ એમની ખરી મહાનતા અને સંસ્કારિતા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001048
Book TitleAmrut Samipe
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Nitin R Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages649
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, & Sermon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy