________________
શ્રી શંભુભાઈ અને શ્રી ગોવિંદભાઈ
પ૮૯
સમતા, સુજનતા અને સરળતા એ શ્રી શંભુભાઈનો સહજ ગુણ હતો. બીજાનું દુઃખ જોઈને દ્રવી ઊઠે એવું મુલાયમ એમનું દિલ હતું. ગરીબી હોય કે શ્રીમંતાઈ, સાદાઈ એમના રોમરોમમાં વસેલી હતી. શ્રી શંભુભાઈને આપણે ખુશીથી “ભોળા શંભુ' કહી શકીએ એવું ભલું એમનું જીવન હતું.
એમ જરૂર કહી શકાય કે કળિયુગની કાલિમા એમના જીવનને કલુષિત કરી શકી ન હતી. કળિયુગમાં સત્યુગનું જીવન જીવી જાણનાર એ સહૃદય મિત્ર તા.૨૨-૪-૧૯૩૮ના રોજ પાંસઠ-છાંસઠની વયે મહાયાત્રાએ ચાલ્યા ગયા ! એ પુણ્ય-પવિત્ર આત્માને અંતરના પ્રણામ !
(તા. ૧-૬-૧૯૬૮) ભદ્રપુરુષ શ્રી ગોવિંદભાઈ
- વચેટ ભાઈ ગોવિંદભાઈનું તા.૨૩-૧૦-૧૯૯૭ને રવિવારે રાત્રે, અમદાવાદમાં પ૭-૫૮ વર્ષની વયે અવસાન થયું.
- શ્રી ગોવિંદભાઈનું ભણતર સાવ ઓછું – ગુજરાતી ચાર-પાંચ ચોપડી ! બે-એક વર્ષ તેઓ મહેસાણાની જૈન પાઠશાળામાં રહેલા. પછી તો બધા ભાઈઓ અને પિતા સાથે આખું કુટુંબ ભાગ્ય અજમાવવા અમદાવાદમાં આવીને રહેલું.
શ્રી ગોવિંદભાઈએ નવજીવન પત્રના ફેરિયા તરીકે કામગીરી શરૂ કરી. એમાં યારી મળતાં રાષ્ટ્રીય પુસ્તકો ઘેર-ઘેર ફરીને વેચવા માંડ્યાં. એમાં એમના ભાઈઓ અને પિતાશ્રી પણ પૂરો સાથ આપતા હતા. પ્રામાણિકતાથી કોઈ પણ ધંધો કરવામાં તેઓ નાનપ માનતા ન હતા. અને થાક કે આરામનો તો એમને વિચાર જ નહોતો આવતો. ૧૯૩૦ની સત્યાગ્રહની લડત આસપાસ “સરદારની વાણી' નામે પુસ્તક પ્રગટ કરવાના તેમના સાહસે એમને ખૂબ યારી આપી : સારા-સારા લેખકોનાં પુસ્તકો પ્રગટ કરીને સાહિત્યસેવા સાથે અર્થોપાર્જનની નવી દિશા જ એમના માટે ઊઘડી ગઈ. અને એમાંથી ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય નામે વિખ્યાત પ્રકાશન સંસ્થાનો જન્મ થયો.
ગુજરાતી સાહિત્યના પ્રકાશનોત્રે શ્રી શંભુભાઈ ગોવિંદભાઈનું નામ જોડિયા જેવું બની ગયું. શ્રી શંભુભાઈ નવા-નવા નામાંકિત અને શિષ્ટ લેખકો સાથે સંબંધ કેળવતા અને જાળવતા ગયા. શ્રી ગોવિંદભાઈએ પેઢીના અર્થતંત્રનું અને પ્રકાશનકાર્યનું પૂરેપૂરું ધ્યાન રાખ્યું. પરિણામે ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલયનો જોતજોતામાં ખૂબ વિકાસ થયો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org