________________
પ૯૦
અમૃત-સમીપે શ્રી ગોવિંદભાઈ જેવા કાર્યદક્ષ હતા એવા જ વ્યવહાર-૨— હતા. કુટુંબના અને દુકાનના વ્યવહારનું તેઓ અણીશુદ્ધપણે પાલન કરતા. તેથી કચ્છમાં એમની જ્ઞાતિમાં એમની અને એમના કુટુંબની ખૂબ સુવાસ ફેલાયેલી છે.
કોઠાસૂઝ, સાહસિકતા, મક્કમતા અને પરગજુપણું એ એમના બીજા ગુણો હતા. એમનો સ્વભાવ હોલદોલ કહી શકાય એવા ઉદાર હતો; અને સારા કામમાં પોતાનો સાથ આપવાનું તેઓ ક્યારેય ન ચૂકતા.
છેલ્લાં પાંચેક વર્ષથી એમની પડછંદ કાયામાં બીમારીએ ઘર કર્યું હતું. પણ શરીર નાદુરસ્ત હોય કે બીજી ગમે તેવી મુશ્કેલી કે ચિંતા હોય, છતાં એમણે પોતાના વ્યવહારમાં ક્યારેય ક્ષતિ આવવા દીધી ન હતી, એ એમની મર્દાનગીને શોભાવે એવી એમની વિશેષતા હતી.
(તા. ૧-૧૧-૧૯૯૭)
(૨૮) સ્વસ્થ, સંસ્કારી જીવન/કુટુંબના ઘડવૈયા ડૉ.
કેશવલાલ મલુકચંદ પરીખ
જીવન જીવી જાણો અને જુઓ કે એ કેવું સત્ત્વસૌરભભર્યું બની શકે છે. જીવનને સાચે માર્ગે દોરી જાણો અને જુઓ કે કાળા માથાના માનવીઓની આ ધરતી ઉપર જ કેવા નિર્દોષ આનંદનો અનુભવ થાય છે ! સદ્ગત ડૉ. શ્રી કેશવલાલ મલકચંદ પરીખનું જીવન કંઈક આ વાતની ઝાંખી કરાવી જાય છે.
આપ-સમાન બળ નહીં' એ જીવનસૂત્રના આધારે તેઓ પોતાની બુદ્ધિશક્તિ અને કાર્યશક્તિના બળે સાવ સામાન્ય સ્થિતિમાંથી ખૂબ ઊંચી પાયરીએ પહોંચ્યા હતા; તેમાં ય એમના આ વિકાસમાં સંપત્તિ કરતાં સંસ્કારિતાને એમણે ખૂબ ઊંચું સ્થાન આપ્યું હતું.
- ધંધે તો એ અતિવ્યવસાયી ડૉક્ટર હતા. આ વ્યવસાય તો ક્યારેક અર્થદૃષ્ટિએ એવો વિચિત્ર બની જાય છે કે એમાં પૈસા રળવાની કામગીરી આડે સંપત્તિનો ઉપભોગ કરવાનો પણ ભાગ્યે જ અવકાશ મળે છે; એટલે પછી સંસ્કારિતા અને સાહિત્યરુચિને કેળવવાની તો વાત જ શી? પણ શ્રી કેશુભાઈએ પોતાના જીવનને જુદી રીતે કેળવી જાણ્યું હતું. એમાં અર્થની સર્વોપરિતા ન થઈ જાય, સાથે-સાથે પોતાનો તેમ જ કુટુંબનો વિકાસ રૂંધતી આર્થિક તંગીમાં પણ ન અટવાઈ જવાય એની એમણે ખૂબ તકેદારી રાખી હતી. તેથી તેઓ પોતાના જીવનને સ્વસ્થ, સુઘડ અને સંસ્કારી બનાવી શક્યા હતા, અને છ પુત્રો અને બે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org