________________
શ્રી તુકડોજી મહારાજ
૩૧૧
કર્યો. પંજાબ અને કાશ્મીરમાં તેઓ મગનબાબા' નામે જ ઓળખાતા. ગાંધીજી સાથેનો સંબંધ પણ મીઠાશ-મમતાભર્યો બની ગયો. એમની આ સિદ્ધિ એમના વ્યક્તિત્વને માટે વિશેષ માન ઉપજાવે તેવી છે.
શ્રી શિવજીભાઈના જીવનનો સાર શોધીએ તો કહી શકાય કે તેઓ મનમોજી, મસ્તફકીર અને મજાકને વરેલા હતા; એ જ રીતે તેઓ ખુમારીપૂર્વક જીવીને ધન્ય બની ગયા !
અમારા ‘જૈન’ પત્રની સ્થાપનામાં, એના વિકાસમાં અને એ અત્યારે જે કંઈ છે તેમાં શ્રી શિવજીભાઈનો જે અસાધારણ ફાળો છે એ વિચારતાં અમારું મસ્તક નમી જાય છે. અમારા તો તેઓ સાચા હિતચિંતક શિરછત્ર જ હતા.
(તા. ૨૩-૧-૧૯૭૧)
(૧૦) રાષ્ટ્રસેવક સંત શ્રી તુકડોજી
જુદા-જુદા ધર્મ-પંથોના નાના-મોટા સંતો તો અનેક થઈ ગયા અને અત્યારે પણ વિદ્યમાન છે; પણ સમગ્ર માનવજાતને પોતાની માનીને વ્યાપક માનવસમૂહની સેવાને ભગવાનનું કામ સમજીને એમાં નિષ્ઠાપૂર્વક પોતાનું જીવન વિતાવનાર સંતો વિરલ હોય છે. આવા સંતો જ રાષ્ટ્રસેવક સંત તરીકેનું ગૌરવ અને બહુમાન પ્રાપ્ત કરી શકે છે.
ગાંધીયુગે આવા કેટલાક વિરલ રાષ્ટ્રસેવક સંતોની દેશને ભેટ આપી, અને જુદા-જુદા પ્રદેશમાં આવા નાના-મોટા રાષ્ટ્રસંતો પ્રગટ્યા. આવા જ એક સંત તે શ્રી તુકડોજી મહારાજ. એમનું થોડા દિવસો પહેલાં જ, તા. ૧૧-૧૦-૧૯૬૮ના રોજ, એમની કર્તવ્યભૂમિ મોઝરી ગામના આશ્રમમાં અવસાન થતાં દેશને એક સર્વકલ્યાણવાંછુ, સતત કર્તવ્યશીલ સંતની સહેજે ન પૂરી શકાય એવી ખોટ પડી.
પડછંદ શરીર, બુલંદ વાણી અને હિમાલય જેવું મનોબળ – જાણે તુકડોજી મહારાજમાં આવી મન-વચન-કાયાની એકરૂપતા અને શક્તિનો ત્રિવેણી-સંગમ સધાયો હતો. એમણે પોતાનું સર્વસ્વ દેશની જનતાને ચરણે સમર્યું હતું.
એમનું જીવન મહારાષ્ટ્રની નામાંકિત સંત-પરંપરાનું ગૌરવ વધારે એવું હતું; ત્યાગ, સંયમ અને ઈશભક્તિ એ એમની જીવનસાધનાનાં સાધનો હતાં. જનસેવા એ જ ઈશ્વર-સેવા એ વાત એમના રોમ-રોમમાં વસી ગઈ હતી. મહારાષ્ટ્રના અમરાવતી જિલ્લાના યાવલી ગામમાં તા. ૨૯-૪-૧૯૦૯ના રોજ એમનો જન્મ થયો હતો. નિશાળનું ભણતર તો ખાસ કંઈ લીધું ન હતું,
Jain Education International
For Private &Personal Use Only
www.jainelibrary.org