SearchBrowseAboutContactDonate
Page Preview
Page 333
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૦ અમૃત-સમીપે રહી. દેશ ઉપરના પરદેશી શાસનની ગુલામી વ્યાપક પ્રમાણમાં અસહ્ય બની ગઈ, અને એ ગુલામીના કલંકને દૂ૨ ક૨વા માટે પરદેશી માલનો બહિષ્કાર કરવાની, સ્વદેશી માલ અને ભાવનાનો પ્રચાર કરવાની, સવિનય કાનૂનભંગની, અસહકારની અને સત્યાગ્રહની હવા દેશભ૨માં પ્રસરી ગઈ. મહાત્મા ગાંધીના વિમળ વ્યક્તિત્વ અને અહિંસક કાર્યક્રમે જાણે જનતા ઉપર જાદુ કર્યો હતો. શ્રી શિવજીભાઈ જેવી સદા જીવંત અને ૩૮-૪૦ વર્ષની, યૌવનના અદમ્ય તરવરાટથી થનગનતી વ્યક્તિ આવા આંદોલનથી અસ્પૃષ્ટ કેવી રીતે રહી શકે ? તેઓ અગાઉ જેમ હોમરૂલની ચળવળમાં જોડાયા હતા તેમ ગાંધીજીની અહિંસક લડતના સૈનિક બની ગયા. કચ્છમાં અને સૌરાષ્ટ્રના અમુક ભાગમાં સ્વદેશી ભાવના જગાવવામાં, ખાદી અને રેંટિયાનો પ્રચાર કરવામાં અને ગાંધીજીનો સંદેશો ઘેર-ઘેર પહોંચતો કરવામાં તેઓ જાણે પોતાની ઊંઘ અને આરામને અને પોતાની જાતને વીસરી ગયા. ખાસ કરીને બ્રિટિશ સરકારને વફાદાર એવાં સૌરાષ્ટ્રનાં રજવાડાંઓમાં સ્વદેશાભિમાનની ભાવના જગાડવામાં તેઓએ જે કામ કર્યું હતું તે બહુ મહત્ત્વનું હતું. શ્રી શિવજીભાઈ જ્યાં પણ બેઠા હોય ત્યાં નિરાશા, ઉદાસીનતા કે નિષ્ક્રિયતા ફરકી શકે પણ નહીં એવો સદા આનંદી, હસમુખો અને અમર આશાના અવતાર સમો એમનો સ્વભાવ હતો. પોતે ય મન ભરીને હસવું અને લોકોને પણ પેટ દુખવા આવે એટલા હસાવવા એ એમનો સહજ સ્વભાવ હતો. તેમનું પ્રિય જીવનસૂત્ર હતું : ‘સવા મનમેં રહના'. તેઓ એ સૂત્ર મુજબ જ જીવન જીવી ગયા. નાહિંમત થઈને નિષ્ક્રિય નહીં થવાના કે પીછેહેઠ નહીં ક૨વાના એમના સ્વભાવની કસોટીના બે પ્રસંગો અહીં નોંધવા જેવા છે. ઘણા દાયકા પહેલાં પંડિત શ્રી ફતેહચંદભાઈ કપૂરચંદ લાલન અને શ્રી શિવજીભાઈને કારણે જાગી ઊઠેલ લાલજી-શિવજી પ્રકરણે જૈનસંઘમાં એમની સામે મોટો ઝંઝાવાત ઊભો કર્યો હતો. પણ એનાથી વિચલિત કે હતાશ થયા વગર તેઓ બીજી રીતે પોતાનું કામ કરતા જ રહ્યા. છેવટે ઘીના વાસણમાં ઘી પડી રહે એમ બધું થાળે પડી ગયું. એ જ રીતે એક વાર મહાત્મા ગાંધીજી અને શ્રી શિવજીભાઈ વચ્ચે મતભેદ જાગ્યો. શિવજીભાઈ ન એમની સામે થયા, ન એનાથી હતાશ થયા; અને નિષ્ક્રિય બનીને બેસી રહેવાનું તો તેઓ શીખ્યા જ ન હતા. વર્ષો સુધી તેઓ એ જ ઉત્સાહ અને હોંશપૂર્વક બીજા ક્ષેત્રમાં કામ કરતા રહ્યા. આ બધાં વર્ષો દરમ્યાન તેઓએ દક્ષિણમાં પોંડીચેરીના શ્રી અરવિંદ-આશ્રમનો અને ઉત્તરમાં પંજાબ-કાશ્મીરનો સંપર્ક સાધીને ત્યાંના લોકોમાં ભક્તિ અને કર્તવ્યપરાયણતાની ભાવનાનો પ્રચાર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001048
Book TitleAmrut Samipe
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Nitin R Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages649
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, & Sermon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy