________________
૧૧
શ્રેષ્ઠીઓ
(૧) અમૃતત્વના અધિકારી શ્રેષ્ઠિરત્ન શ્રી કસ્તૂરભાઈ
શ્રી કસ્તૂરભાઈ શેઠે આપણી શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીના પ્રમુખ તરીકે તેમ જ જૈનસંઘના અગ્રગણ્ય સુકાની તરીકે જૈન ધર્મ, સંઘ અને સંસ્કૃતિની જે સેવાઓ કરી છે, તે આ યુગના જૈનસંઘના ઇતિહાસમાં સોનેરી અક્ષરોથી અંકિત થઈ શકે એવી છે.
રાજનગર-અમદાવાદ એ જૈનધર્મનો ગઢ લેખાય છે, અને જૈનધર્મના યોગક્ષેમમાં અમદાવાદનો વિશિષ્ટ ફાળો છે; એમાં પણ અમદાવાદના નગરશેઠ-કુટુંબનો અસાધારણ ફાળો છે. શ્રી કસ્તૂરભાઈની દશમી પેઢીએ નગરશેઠશ્રી શાંતિદાસ ઝવેરી થઈ ગયા. એ બહુ જ જાજરમાન અને પ્રતાપી પુરુષ હતા. બાદશાહ અકબરના સમકાલીન આ શ્રેષ્ઠીને જહાંગીર ‘મામા' તરીકેનું બહુમાન આપતો હતો. ઔરંગઝેબે જ્યારે અમદાવાદના બીબીપુરામાં (સરસપુરમાં) શ્રી શાંતિદાસ શેઠે બંધાવેલ ચિંતામણિ પાર્શ્વનાથના મંદિરને ખંડિત કરીને મસ્જિદમાં ફેરવી નાખેલું, ત્યારે એમની ફરિયાદને તરત ધ્યાનમાં લઈને બાદશાહ શાહજહાંએ એ પાછું સોંપવાનું ફરમાન કર્યું હતું. એમને ‘નગરશેઠ' પદવી પણ મોગલ શહેનશાહે જ આપી હતી.
શ્રી શાંતિદાસ શેઠ અને તેમના ઉત્તરાધિકારીઓ જેમ રાજમાન્ય હતા, તેમ પ્રજામાન્ય પણ હતા. અને એમણે જેમ જૈનધર્મની રક્ષા અને પ્રભાવના માટે પ્રયત્ન કર્યો હતો, તેમ પ્રભાવશાળી મહાજનો તરીકે, મુસીબતને વખતે, બધી કોમો, અમદાવાદ શહેર અને ગુજરાતની ભૂમિની પણ તન-મન-ધનથી સેવા ય બજાવી હતી. શ્રી કસ્તૂરભાઈ શેઠને આવા ઐતિહાસિક પૂર્વજોની ગૌરવભરી પરંપરામાંથી સેવા અને સંસ્કારનો વારસો મળ્યો છે. એ વારસાને એમણે પોતાની કુશાગ્ર બુદ્ધિ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org