SearchBrowseAboutContactDonate
Page Preview
Page 581
Loading...
Download File
Download File
Page Text
________________ પપ૮ અમૃત-સમીપે વ્યક્તિ અને સમાજનો વિકાસ રૂંધે એવાં રીત-રિવાજો તરફ એમને ભારે અણગમો હતો. જીવન મળ્યું છે તો એનો વિકાસ જ થવો ઘટે – એ સૂત્રથી પ્રેરાઈને સમાજના ઉત્કર્ષ માટે તેઓએ ધાર્મિક, સામાજિક અને શૈક્ષણિક અનેક સેવાપ્રવૃત્તિઓને પોતાના જીવનમાં અપનાવી હતી, અને પોતાની વિરલ કાર્યશક્તિ, કાર્યસૂઝ અને કાર્યનિષ્ઠા દ્વારા સફળ બનાવી હતી. રોજ રાત્રે “આજે આપણા હાથે કંઈ ભલાઈનું કામ થયું કે નહીં' એનો સંતોષકારક જવાબ અંતરમાંથી ઊઠતો ત્યારે જ તેઓ સુખની નિદ્રા લઈ શકતા ! પંજાબની શ્રી આત્માનંદ જૈન સભાના તેઓ એક વાર અધ્યક્ષ હતા. બીજી કંઈ કેટલી સેવા-સંસ્થાઓ સાથે તેઓ ઓતપ્રોત થયેલા હતા. પણ એમને મન અધિકાર કે હોદ્દાનું કોઈ મહત્ત્વ ન હતું; એમનો ખરો જીવનરસ તો કામ જ હતું. લાલાજીની પરિશ્રમશીલતા, નિઃસ્વાર્થતા અને રચનાત્મક દૃષ્ટિ પણ દાખલારૂપ હતી. સાહિત્યપ્રવૃત્તિ અને લેખનપ્રવૃત્તિમાં પણ તેઓ જીવંત રસ ધરાવતા હતા. એમનું માર્ગદર્શન મેળવીને બુઝદિલ માનવી બહાદુર બની જતો. ગુરુ વલ્લભ પ્રત્યેની પંજાબ-સંઘની ભક્તિના લાલા બાબુરામજી પણ સાચા વારસદાર હતા. એમનો ધર્માનુરાગ પણ એવો જ આદર્શ હતો. ખાલી સારી-સારી વાતો કરીને રાજી થવાને બદલે બને તેટલી ધર્મકરણી કરીને જીવનને પવિત્ર અને કૃતાર્થ બનાવવા તેઓ સદા ય પ્રયત્નશીલ રહેતા. - અંબાલાની શ્રી આત્માનંદ જૈન કૉલેજ જેવી પંજાબની નાની-મોટી અનેક સંસ્થાઓ શ્રી બાબુરામજીની રચનાત્મક દૃષ્ટિ અને જીવંત સેવાભાવનાની ચિરકાળ સુધી પ્રશસ્તિ સંભળાવતી રહેશે. સને ૧૯૬૦માં પંજાબમાં ભરાયેલ આપણી કૉન્ફરન્સના અધિવેશનને સફળ બનાવવામાં લાલા બાબુરામજીએ અને એમના સાથીઓએ જે ધગશ અને વ્યવસ્થાશક્તિ બતાવી હતી તે યાદ રહી જાય એવી છે. (તા. ૨૨-૧૧-૧૯૭૯) (૧૫) નગરસેવક શ્રી મનસુખભાઈ રાઘવજી દોશી ગીતાકારે એક ભારે પ્રેરક વચન કહ્યું છે : વિશ્વનું કલ્યાણ કરનારનું પોતાનું ક્યારેય અકલ્યાણ થતું નથી. તેથી જ લોકકલ્યાણનો માર્ગ જ આત્મકલ્યાણનો પણ સાચો માર્ગ ગણાયો છે, અને મોટા-મોટા આત્મસાધકોએ એ માર્ગનું અનુસરણ અને અનુમોદન કર્યું છે. સેવાધર્મ યોગીપુરુષો માટે ય દુષ્કર કહેવાવા દ્વારા આત્મકલ્યાણકર હોવાનું જ સૂચવાયું છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001048
Book TitleAmrut Samipe
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Nitin R Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages649
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, & Sermon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy