________________
૫૫૯
શ્રી મનસુખભાઈ રાઘવજી દોશી
શ્રી મનસુખભાઈ દોશી લોકકલ્યાણમાં આત્મકલ્યાણનું દર્શન કરતા આવા જ એક સેવાઘેલા નવયુવક હતા. યૌવનના થનગનાટને સેવામાર્ગે વાળીને એમણે પોતાના જીવનને તો ધન્ય બનાવ્યું જ, પણ સેવામાર્ગનો મહિમા પણ વધાર્યો. ૪૩ વર્ષની પાંગરતી વયે તો પ્રભુના આ પ્યારાએ પોતનું જીવન સંકેલી લીધું !
એમનું વતન સુરેન્દ્રનગર. પિતાનું નામ રાધવજીભાઈ અને માતાનું નામ રંભાબહેન. મહાત્મા ગાંધીજીના અસહકારયુગના ઉષઃકાળ સમયે, તા. ૧૦-૧૧૯૧૯ના રોજ એમનો જન્મ; કર્મયોગની પ્રેરણાનું અમૃતપાન જાણે એમને પારણામાં જ લાધી ગયું. શ્રી મનસુખભાઈ જરાક સમજણા થયા અને નિશાળમાં જવા લાગ્યા કે એમનો જાહેર જીવનનો અને લોકસેવાનો ૨સ જાગી ઊઠ્યો; અને નવીન વિચારધારાઓને ઝીલવી એ તો એમને મન રમત વાત !
તેઓ વિદ્યાર્થી હતા ત્યારથી જ વિદ્યાર્થીસંઘ રચવો, યુવકમંડળની આગેવાની લેવી, નવા વિચારોનો પ્રચાર ક૨વો, જુનવાણી પ્રથાઓ ત૨ફ અણગમો દર્શાવવો – એ જ જાણે એમનું જીવનકાર્ય બની ગયું હતું, અને અભ્યાસનું સ્થાન તો ગૌણ બની ગયું હતું.
એક બાજુ જાહેરજીવનની તાલાવેલી અને બીજી બાજુ અભ્યાસની તાણખેંચ આ નેતરાંથી શ્રી મનસુખભાઈનું મન સદા વલોવાયા કરતું હતું. એવામાં દૂધમલ દાંતવાળા એ યુવકે મહાત્માજીના ૧૯૩૦ના વિરાટ સ્વાતંત્ર્ય-સંગ્રામનો સાદ સાંભળ્યો, અને એનો શક્તિશાળી આત્મા જાગી ઊઠ્યો. તેઓ બાળવાનરસેનાના એક અદના સૈનિક બની ગયા. પછી તો પ્રભાતફેરી, પિકેટિંગ, મીઠાનો સવિનય કાનૂનભંગ એ જ એમની પ્રવૃત્તિનાં કેન્દ્ર બની ગયાં. મનને જો મોજ પ્રમાણે મ્હાલવા મળતું હોય તો ભણતરનું ભલે ગમે તે થાય !
પણ હજી ઉંમર નાની હતી. ૧૯૩૮ની હરિપુરા કૉંગ્રેસ આવી. એ કૉંગ્રેસે શ્રી મનસુખભાઈની કાયાપલટ કરી નાખી : તેઓ રાષ્ટ્રવાદી અને ખાદીધારી બની ગયા, ગાંધીજી એમની પ્રેરણાનું સ્થાન બની ગયા. રાજકોટમાં જવાબદાર રાજ્યતંત્રની લડત જાગી ઊઠી, તો રાજકોટના સીમાડા જેવા સુરેન્દ્રનગરમાં શ્રી મનસુખભાઈથી શાંત શી રીતે બેસી શકાય ? તેઓ પણ એક ટુકડીના આગેવાન બનીને રાજકોટ પહોંચી ગયા.
આ અરસામાં એમનો અભ્યાસકાળ અથડાતો-કુટાતો પૂરો થયો અને જીવનની બીજી વીશીના આરંભમાં તેઓ ધંધા માટે બર્મા પહોંચ્યા કદાચ એમનાં માતાપિતાએ વિચાર્યું હશે કે આવા દેશઘેલા અને સેવાઘેલાને દૂર મોકલ્યો જ સારો ! બર્મામાં આ સેવાઘેલા યુવાનને ભગવાન બુદ્ધનો વહુનઽહિતાય વડુબનમુઆયનો લોકકલ્યાણનો માર્ગ ગમી ગયો; પણ વધુ અભ્યાસ અને સંપર્કનો લાભ મળે એ પહેલાં એમને સ્વદેશ પાછા ફરવાનું થયું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org