SearchBrowseAboutContactDonate
Page Preview
Page 518
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી બળવંતરાય મહેતા ૪૯૫ ફરીને ગામડાની જનતાને નવજાગૃતિના અમૃતનું પાન કરાવ્યું. ભાવનગર રાજ્યમાં જવાબદાર રાજ્યતંત્ર મેળવવાના સંકલ્પનો પણ આ જ કાળ. મનમાં સદાકાળ એક જ ભાવના અને એક જ લગન રહ્યા કરતી કે મારો દેશ સ્વતંત્ર, સુખી અને સમૃદ્ધ કેવી રીતે થાય; પરતંત્રતા એમને આંખ પરના પાટાની જેમ સાલતી. ૧૯૨૧માં દેશી રજવાડાંઓ માટે ભારે ભડકરૂપ અને ભયરૂપ બની ગયેલ શ્રી અમૃતલાલ શેઠે સ્થાપેલા સૌરાષ્ટ્ર' પત્રના તંત્રીમંડળમાં તેઓ જોડાયા. ૧૯૨૩માં ભાવનગર-પ્રજામંડળના મંત્રી બન્યા અને સ્ત્રીકેળવણી-મંડળની સ્થાપના કરી. નાગપુરના પ્રસિદ્ધ ઝંડાસત્યાગ્રહનાં ૧૯૨૩માં મંડાણ થયાં તો એમાં પણ નવજુવાન બળવંતભાઈ હાજર જ. સત્યાગ્રહનો સ્વાદ લેવા જેલની મોજ માણનારા, અહિંસક સંગ્રામના પ્રથમ જેલવાસીઓમાં બળવંતભાઈનું નામ પણ ધન્ય બની ગયું. ઉંમર તો માત્ર ૨૩-૨૪ વર્ષની, પણ કેટલી ધગશ અને કેટલી કાર્યસૂઝ! રચનાત્મક કાર્યશક્તિના પહેલા પાઠરૂપે ભાવનગર મ્યુનિસિપાલિટીમાં ચૂંટાઈને એમણે શહેરની સુખાકારી અને સ્વચ્છતા માટે કામ કરી બતાવ્યું. દેશની જનતાની સેવામાં પોતાની જાતને સમર્પિત કરવામાં કંઈ ઓછપ રહી ગઈ હોય, તો એની પૂર્તિ કરવા ૧૯૨૭ની સાલમાં તેઓ સ્વનામધન્ય દેશનેતા શ્રી લાલા લજપતરાયે સ્થાપેલ “સર્વર્સ ઑફ ધી પીપલ્સ સોસાયટીમાં જોડાયા, અને આજીવન પ્રજાસેવક બની ગયા. બીજું કોઈ નાનું કે મોટું પદ એમને મન આ પદથી અદકું ન હતું. - ઠક્કરબાપા જેવા સંત-સેવકનો આદેશ મળ્યો અને તેઓ હરિજનોની ભલાઈના કામમાં લાગી ગયા, અને આખા ગોહિલવાડ જિલ્લામાં અસ્પૃશ્યતાનિવારણની જબરી ઝુંબેશ એમણે ચલાવી. પછી તો કોઈ પણ રાષ્ટ્રસેવાનું જવાબદારીભર્યું કામ હોય તો એમાં શ્રી બળવંતભાઈ હોય જ. બારડોલીના સત્યાગ્રહ સમયે એક કાબેલ અને નિષ્ઠાવાન સૈનિક તરીકે અને સૌરાષ્ટ્રના રેલસંકટ વખતે એક સાચા સેવક તરીકે શ્રી બળવંતભાઈએ જે કામગીરી બજાવી તે વિરલ હતી. - ૧૯૩૦માં દેશવ્યાપી સત્યાગ્રહનાં મંડાણ થયાં. તેમાં ધોલેરાના બીજા સરમુખત્યાર બનવાનું બહુમાન પામીને તેઓ જેલવાસી બન્યા. ૧૯૩૨ના સત્યાગ્રહમાં, ૧૯૪૦ના વ્યક્તિગત સત્યાગ્રહમાં અને ૧૯૪૨ના “હિંદ છોડો'ના મહાવિગ્રહમાં એમણે જેલવાસ ભોગવ્યો. આમ ઉત્તરોત્તર એમની કારકિર્દી વધુ ને વધુ જ્વલંત બનતી ગઈ; એમનું વ્યક્તિત્વ પણ વિકસતું ગયું. ૧૯૨૪માં તેઓ “બોમ્બે ક્રોનિકલ’ના પ્રતિનિધિ બન્યા હતા. સ્વરાજ્ય પછી ૧૯૪૭માં રચાયેલ દેશના બંધારણ માટેની બંધારણસભાના સભ્ય તરીકે, ૧૯૪૮માં ભાવનગર રાજ્યના મુખ્યપ્રધાન તરીકે, તે પછી સૌરાષ્ટ્રના નાયબ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001048
Book TitleAmrut Samipe
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Nitin R Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages649
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, & Sermon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy