________________
૪૯૭
અમૃત-સમીપે પંતપ્રધાન તરીકે, ત્યારબાદ ગુજરાત પ્રાંતિક સમિતિના મંત્રી તરીકે, ૧૯૫રથી લોકસભાના સભ્ય અને કૉંગ્રેસ પાર્લામેન્ટરી પક્ષના મંત્રી તરીકે એમ અનેક સ્થાનોએ રહીને એમણે દેશની સેવા બજાવી હતી. લોકસભાની અંદાજ-સમિતિના અધ્યક્ષ તરીકે એકસો જેટલા અહેવાલો તૈયાર કરી આપવામાં એમણે જે કાબેલિયત દાખવી હતી, તે એમની કારકિર્દીની યશકલગી જેવી બની રહી.
એમની યશસ્વી રાજકીય કામગીરીમાં બે બાબતો સૂર્ય અને ચંદ્રની જેમ સદા પ્રકાશતી રહે એવી છે. તે કાળે દેશી રાજ્યોમાં કામ કરવું એ નરકને ઉલેચવા જેવું ચીતરી ચડાવે એવું, મુસીબતોને માથે વહોરવા જેવું ભારે અટપટું અને મુશ્કેલ કામ હતું. પણ શ્રી બળવંતભાઈ અગ્નિ સાથે ખેલ ખેલવા જેવા એ કાર્યને પૂરો ન્યાય આપવામાં અને દેશી રાજ્યોની વિશેષ કચડાયેલી, દબાયેલી અને પરવશ પ્રજાનો અવાજ રજૂ કરવામાં ક્યારે ય પાછા પડ્યા ન હતા. એમની હિંમત અને કુનેહની અહીં ખરી કસોટી થઈ હતી. આ કામગીરીમાં એમણે સ્વર્ગસ્થ જવાહરલાલ નેહરૂની ભારે પ્રશંસા મેળવી હતી. સરદાર વલ્લભભાઈની પણ એમના ઉપર પૂરેપૂરી પ્રીતિ અને મમતા હતી.
એમનું બીજું યાદગાર કામ તે પંચાયત-રાજ્યની સ્થાપના દ્વારા દેશમાં લોકશાહીની સત્તાનું વિકેન્દ્રીકરણ કરીને લોકોના હાથમાં ધીમે-ધીમે સત્તાનાં સૂત્રો સોપવાની અર્થાત્ લોકશાહીને પ્રજાવ્યાપી સત્તાનું સાચું રૂપ આપવાની યોજના.
ઠરેલ અને પૂરેપૂરી ગણતરી કરવાના સ્વભાવને લીધે અનેક બાબતોમાં તેઓ એક સાચા સલાહકાર કે માર્ગદર્શક તરીકે કામ આપી શકતા.
આ રીતે સેવાનાં ઉત્તરોત્તર ચઢિયાતાં સ્થાનોને સર કરતાં-કરતાં તેઓ સને ૧૯૬૩ના સપ્ટેમ્બરની ૧૯મી તારીખે ગુજરાત રાજ્યના પંતપ્રધાનપદે પહોંચીને મોટામાં મોટા જનસેવકનું ગૌરવદાયી પદ પામ્યા. આ સ્થાને રહીને વિરોધપક્ષનાં મન જીતવાની એમણે જે કામગીરી બજાવી તે સૌ કોઈની પ્રશંસા માગી લે એવી છે.
'દેશસેવાની એમની લગની એટલી તો ઉત્કટ હતી કે એમાંથી એમનું મન ક્યારેય અર્થોપાર્જન તરફ ખેંચાયું ન હતું. શ્રીમતી સરોજબહેન સાથેનું એમનું લગ્ન પણ છેક સને ૧૯૩૬માં ૩૭ વર્ષની ઉંમરે થયું હતું. આ પણ એમની દેશભક્તિની શોભામાં સવિશેષ વધારો કરે એવી બીના છે. આથી જ, મહાત્મા ગાંધીજીએ એમને “સૌરાષ્ટ્રના બીજા સરદાર' તરીકે બિરદાવ્યા હતા.
પણ શ્રી બળવંતભાઈ કેવળ રાજકારણી પુરુષ હતા એમ માનીએ તો એમને પૂરો ન્યાય આપ્યો ન ગણાય. સાહિત્ય, શિક્ષણ અને કળા પ્રત્યેની અભિરુચિ અને એ માટે પણ અવસર મળ્યું કંઈક પણ સક્રિય કાર્ય કરી છૂટવાની મનોવૃત્તિ એ એમના જીવનનું એક બીજું ઉજ્વળ પાસું હતું. ભાવનગરનું ગાંધીસ્મૃતિ મંદિર અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org