SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ ४८ અમૃત-સમીપે આ રીતે જર્મનીમાં અર્ધમાગધી ભાષા અને જૈન સાહિત્યના અધ્યયનઅધ્યાપન દ્વારા જૈન વિદ્યાની વિવિધ શાખાઓના અધ્યયન-અધ્યાપનની જે વિશિષ્ટ પરંપરા પ્રો. વેબરે શરૂ કરી હતી, એને ટકાવી રાખવા તેમ જ વિકસિત કરવા માટે ડૉ. શુબ્રિગ જીવનભર કોઈ મહાન વિદ્યાઋષિની જેમ પૂર્ણ ધ્યેયનિષ્ઠા અને સમર્પણભાવનાથી તપ કરતા રહ્યા. આ ઉપરાંત ડૉ. શુબ્રિગે સમયે-સમયે, ભારતીય વિદ્યાના (તેમ જ જેને વિદ્યાના પણ) જુદા-જુદા વિષયોને અનુલક્ષીને, જર્મન ભાષામાં આધારભૂત અને અભ્યાસપૂર્ણ તેમ જ માહિતીપૂર્ણ જે સંખ્યાબંધ શોધલેખો લખ્યા છે, તે વિદ્યાસાધકોને માટે સનાતન સંપત્તિરૂપ બની રહે એવા મહામૂલ્યવાન છે. પ્રાચીન ગ્રંથો કે પુરાતત્ત્વના વિષયોનું સંશોધન-સંપાદન કરીને સત્યને વાચા આપવાની તાલાવેલી ધરાવતા વિદ્વાનમાં નાનાસરખા ઉદરની શોધ માટે મોટા ડુંગરને ખોદવાની અપાર ધીરજ, અને મોટો ડુંગર ખોડ્યા પછી અંદરથી ઉદરસરખી સત્ય માહિતી ન સાંપડે તો પણ નિરાશ ન થવા જેટલો અખૂટ આશાવાદ તો જોઈએ જ જોઈએ. ડૉ. બિંગનાં કામો સાક્ષી પૂરે છે કે તેઓમાં આવી ધીરજ અને આવો આશાવાદ પૂર્ણ પ્રમાણમાં હતાં જ; ઉપરાંત અસાધારણ ચીવટ, ખંત, સુવ્યવસ્થા, સુનિશ્ચિતપણું, વિનમ્રતા, પરિશ્રમશીલતા, ઉત્કટ ધ્યેયનિષ્ઠા જેવી અનેક શક્તિઓ કે ગુણોની બક્ષિસ આ વિદ્યાઋષિને સહજપણે મળી હતી. એમની સફળતામાં આ શક્તિઓ અને સદ્ગુણોનો ફાળો તો ખરો જ, પણ એમની જીવનપદ્ધતિ અને કાર્યપદ્ધતિનું દર્શન કરતાં અનાસક્તિ, મિતભાષીપણું અને પળેપળનો સદુપયોગ કરી લેવાની અપ્રમત્તતાભરી નિયમિતતા એ એમની કાર્યસિદ્ધિની ગુરુચાવીઓ હતી એમ જરૂર કહી શકાય. એમના કાર્યકાળ દરમ્યાન જર્મનીએ શરૂ કરેલાં બે વિશ્વયુદ્ધોથી સૌથી વધારે સહન કરવાનું એના નિષ્ઠાવાન વિદ્યાપુરુષોને માથે આવ્યું. આની અસર અનેક અગવડો અને મુશ્કેલીઓ રૂપે ડૉ. શબ્રિગના જીવન ઉપર પણ પડી. છતાં એમણે પોતાના જીવનકાર્ય તરીકે સ્વીકારેલ વિદ્યા-સાધનાના દીપને અખંડ રાખ્યો; એટલું જ નહીં, પોતાની તિતિક્ષા અને ધ્યેયનિષ્ઠા દ્વારા વધારે પ્રકાશમાન બનાવ્યો. એમની કાર્યનિષ્ઠાનો એક પ્રસંગ અહીં નોંધવા જેવો છે. સને ૧૯૬રમાં તેઓને ભારત આવવા માટે જૈનસંઘ વતી આગમ-પ્રભાકર મુનિરાજશ્રી પુણ્યવિજયજીએ આમંત્રણ લખ્યું; ત્યારે તેઓએ ઊંડી આભારની લાગણી દર્શાવીને મહારાજશ્રીને વિનમ્રતાપૂર્વક ના લખતાં ઉમેર્યું કે “હજી ઘણાં કામ કરવાના બાકી છે, જે પૂરાં કરવા માટે પ્રયત્ન કરવો જોઈએ. મારા લખવાના ટેબલથી હું લાંબા સમય સુધી ગેરહાજર રહું એ કારણે પણ આપના આમંત્રણનો સ્વીકાર કરી શકતો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001048
Book TitleAmrut Samipe
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Nitin R Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages649
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, & Sermon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy