________________
૧૦૨
અમૃત-સમીપે ઘર-આંગણે ઊછળતી શ્રીમંતાઈ, છતાં જીવનની જરૂરિયાતો બને એટલી ઓછી; સરળ, ઉદાર, વિનમ્ર સ્વભાવ વગેરે શ્રી શેઠિયાના બીજા સગુણો હતા.
પણ એમના જીવનની સૌથી ચઢિયાતી વિશેષતા તો એ હતી કે તેઓ જેમ વ્રત, તપ, નિયમ વગેરેમાં સતત ક્રિયાશીલ રહેતા એમ જ જ્ઞાન-આરાધના, જ્ઞાનોપાર્જન અને જ્ઞાનપ્રચારમાં હંમેશાં આગળ રહેતા. પોતાના સ્થાનકવાસી સમાજ – ગૃહસ્થો તેમ જ શ્રમણવર્ગ – જ્ઞાનમાં પ્રગતિ કરે એ માટે તેઓ સતત પ્રયત્ન કરતા રહેતા અને જોઈએ તેટલી લક્ષ્મીનો ઉપયોગ પણ કરતા.
તેઓ જાતે જૈન આગમોના ઊંડા જિજ્ઞાસુ અને જાણકાર હતા; આગમમાંની અનેક વસ્તુઓ એમને યાદ હતી, અને જીવનના તેમ જ સમાજના વિકાસમાં જ્ઞાનનું કેટલું મહત્ત્વનું અને અનિવાર્ય સ્થાન છે તે તેઓ બરાબર સમજતા હતા. આથી જ એમણે પોતાને ત્યાં સમૃદ્ધ પુસ્તકાલય વસાવ્યું હતું, અને તેમાં જુદા-જુદા ધર્મોનાં શાસ્ત્રોનો સંગ્રહ કર્યો હતો. છેક એ સમયમાં એમણે પરદેશમાં પ્રગટ થયેલ “પાલી ટેસ્ટ સોસાયટીનાં બધાં પુસ્તકો પોતાને ત્યાં વસાવ્યાં હતાં એ બીના જ એ બતાવવાને માટે બસ છે કે એમની જ્ઞાનભક્તિ કેટલી ઉત્કટ અને સવાંગી હતી.
એમણે પંડિતોની મદદથી પોતાની દેખરેખ નીચે અને પોતાને ખર્ચે “જૈન સિદ્ધાંત બોલ-સંગ્રહ' નામે જૈન આગમિક વિષયને લગતું પુસ્તક આઠ ભાગોમાં પ્રગટ કરાવ્યું હતું, તેમ જ “શેઠિયા જૈન ગ્રંથમાળા' દ્વારા જુદા-જુદા વિષયોને લગતા દોઢસો જેટલા ગ્રંથો પ્રગટ કરાવ્યા હતા. શ્રી શેઠિયાજીની આ જ્ઞાનસેવા ચિરકાળપર્યત એમનો કીર્તિસ્તંભ બની રહેશે.
ગૃહસ્થો અને સાધુઓ ઊંચી કોટિના વિદ્વાન બને અને સર્વ દર્શનોના વ્યાપક અભ્યાસી થાય એ માટે તેઓ સતત પ્રયત્નશીલ રહેતા અને એ માટે પોતાથી બની શકે એવા સારામાં સારા વિદ્વાનો મેળવવાનો પ્રયત્ન કરતા. સ્થાનકવાસી સમાજની “જૈન ટ્રેનિંગ કૉલેજ'નાં બીજ એમણે જ રોપ્યાં હતાં. (પં. દલસુખભાઈ માલવણિયાના ઘડતરમાં એ સંસ્થાનો ઉપકાર તો પાયાનો હતો. સં.)
એક ધર્મક્રિયાપરાયણ શ્રીમંત સગૃહસ્થમાં જ્ઞાનોપાર્જન અને જ્ઞાનપ્રસારની આવી તાલાવેલી એ એક અતિવિરલ સુયોગ લેખાય; અને તેથી શ્રી શેઠિયાજીનું જીવન જ્ઞાનષ્યિાં મોક્ષ (અર્થાતું જ્ઞાન અને ક્રિયા વડે મોક્ષ મળે) એ સૂત્રની ચરિતાર્થતા બતાવે એવું બન્યું હતું.
જીવન પ્રત્યે તેઓ હંમેશાં જાગૃત રહેતા હતા. એમના અવસાનથી ફક્ત ૨૦ દિવસ પહેલાં જ (તા. ૩૧-૭-૬૧ના રોજ) એમણે એક નિવેદન પ્રગટ કરીને સૌ જીવો સાથે ખમતખામણાં કરી લીધાં હતાં – જાણે પોતાના જીવનને સંકેલી લેવાની એમણે ધર્મવિધિ પ્રમાણે પૂર્વતૈયારી કરી લીધી, અને મરણના થોડા સમય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org