SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ભરોદાનજી શેઠિયા ૧૦૧ જ્ઞાન અને ચારિત્રની ઉપાસના અને છેલ્લાં વીસ-પચીસ વર્ષથી સર્વ વ્યવસાયોથી નિવૃત્ત બનીને કેવળ ધર્માચરણ અને શાસ્ત્રઅધ્યયનને સમર્પણ કરેલું જીવન – આ બધાંને લીધે શ્રી ભૈરોદાનજીએ પોતાના જીવનને કૃતકૃત્ય કર્યું હતું અને ચિરવિશ્રામના તેઓ સાચા અધિકારી બન્યા હતા. વિક્રમની વીસમી અને એકવીસમી સદીમાં જે ગણ્યા-ગાંઠ્યા આદર્શ ધર્મપરાયણ જૈન ગૃહસ્થો થઈ ગયા, એમના ઇતિહાસમાં શ્રી શેઠિયાજીનું નામ સોનેરી અક્ષરે લખાયેલું રહેશે : એમનું જીવન અને કાર્ય એવું ઉજ્વળ અને પ્રશંસનીય તેમ જ ચિરસ્મરણીય હતું. વિ. સં. ૧૯૨૩(ગુજરાતી ૧૯૨૨)ની સાલમાં વિજયાદશમીને દિવસે એમનો જન્મ થયેલો. બે વર્ષની ઉંમરે જ એમના પિતાજીનું અવસાન થયું. સાત વર્ષની ઉંમરે બિકાનેરમાં જ “સાધુજી' નામના પતિજીની પાસે એમણે અભ્યાસ કરેલો, અને માત્ર તેર વર્ષની ઉંમરે તો તેઓ મુંબઈ જઈને એમના મોટા ભાઈની સાથે વેપારનો અનુભવ લેવા લાગ્યા. આમ જુઓ તો નિશાળનું ભણતર નામનું, પણ કોઠાજ્ઞાન અને હૈયાઉકલત એવાં કે જે કામ હાથ ધરે એમાં પાર નીકળી જાય. નિષ્ઠા અને નીતિપરાયણતા પણ એવી કે કોઈની સાથે જૂઠ કે છેતરપીંડીનું નામ નહીં. જે કોઈ માગે એને સાચી સલાહ જ આપે અને કોઈનું પણ ભલું કરીને જ રાજી થાય. આમ આપબુદ્ધિ અને આપબળે આગળ વધતાં-વધતાં એમણે અર્થોપાર્જનનાં અનેક સીમાચિહ્નો સહજ રીતે સર કર્યો અને જોતજોતામાં એક પ્રતિષ્ઠાસંપન્ન શ્રીમંત વેપારી તરીકે એમની દેશ-વિદેશમાં નામના થઈ ગઈ. જેમજેમ તેઓ લક્ષ્મીઉપાર્જન કરતા ગયા તેમ-તેમ ધર્મકાર્યોમાં તેમ જ લોકહિત માટે એનો ઉપયોગ પણ કરતા રહ્યા. શ્રી ભૈરોદાનજીની ધર્મભાવનાએ એમને લક્ષ્મીની સંગ્રહશીલતાના દોષથી હંમેશાં મુક્ત રાખ્યા હતા. એમણે તો પોતાની લક્ષ્મીને સરિતાના જળની જેમ સદા વહેતી જ રાખી હતી. લક્ષ્મીના આ સદુપયોગ અનેક ધર્મકાર્યોને સફળ બનાવવાની સાથોસાથ શ્રી શેઠિયાની કીર્તિને ચિરંજીવી બનાવી છે. બિકાનેરના એક સુપ્રતિષ્ઠિત નાગરિક તરીકે ત્યાંની મ્યુનિસિપાલિટીના બોર્ડના કમિશ્નરપદે અને ઉપપ્રમુખપદે એમને નીમવામાં આવ્યા હતા. બિકાનેરની ધારાસભાના પણ તેઓ સભ્ય બન્યા હતા. સ્થાનકવાસી કૉન્ફરન્સના સાતમા અધિવેશનના તેઓ પ્રમુખ ચૂંટાયા હતા અને વ્યાવરમાં એમને “ધર્મભૂષણ'ની પદવી આપવામાં આવી હતી. સાથે જ તેઓ ધર્મના ભૂષણરૂપ હતા, અને ધર્મ એમને માટે ભૂષણરૂપ બન્યો હતો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001048
Book TitleAmrut Samipe
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Nitin R Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages649
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, & Sermon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy